• Gujarati News
  • National
  • Political Parties Will Now Be Able To March For Assembly Election Campaign, Election Commission Extends Campaign Time

ભાસ્કર LIVE અપડેટ્સ:હવે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પદયાત્રા પણ કરી શકશે રાજકીય પક્ષો,ચૂંટણી પંચે પ્રચારનો સમય પણ લંબાવ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશના પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર માટે પદયાત્રા કરવાની મંજૂરી આપી છે. પંચે ચૂંટણી પ્રચાર સમય પણ 4 કલાક વધાર્યો છે. અગાઉ ચૂંટણી પ્રચાર માટેનો સમય સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીનો હતો. હવે તમામ રાજકીય પક્ષોની વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રચાર કરી શકશે. આ સાથે જિલ્લા વહીવટીતંત્ર પાસે મંજૂરી લીધા બાદ મર્યાદિત સંખ્યા સાથે પદયાત્રા કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં રોકોનાના વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે પદયાત્રા પર નિયંત્રણ લગાવવા સાથે ચૂંટણી પ્રચાર સમય નક્કી કર્યો હતો.