તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • After Being Polished With Color, Coriander Was Sold At Double The Price In Many States Including Gujarat

કેમિકલથી ખરાબ ધાણાને ચમક અપાતી:કલર વડે પોલિશ કર્યાં બાદ ધાણા બમણી કિંમતથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વેચવામાં આવતા

ચિત્તોડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાણા ઓરિજીનલ નથી તેની ગ્રાહકોને ખબર જ ન પડે. તેના ઉપયોગથી જીવન પર ગંભીર જોખમ સર્જાઈ શકે એટલા તે હાનિકારક છે

રાજસ્થાનના ચિત્તોડ જિલ્લાના નિમ્બાહેડા વિસ્તારમાંથી પોલીસ તથા જિલ્લા સ્પેશિયલ ટીમે દરોડો પાડીને કેમિકલયુક્ત કલરથી પોલિશ કરવામાં આવેલા ધાણાનો આશરે 340 ક્વિન્ટલ જથ્થો જપ્ત કર્યો છે. આ ધાણાને પોલિશ કર્યાં બાદ ગુજરાત સહિત મધ્ય પ્રદેશ તથા અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતા હતા. અહીં આવેલા ગોડાઉનમાં 62 વર્ષિય રાજેશ કુમાર મશિનની મદદથી ધાણા પર ભેળસેળયુક્ત રંગથી ધાણાને પોલિશ કરી ચમકદાર કરી ઉંચી કિંમતથી બજારોમાં વેચતો હતો. સ્થાનિક વહિવટી તંત્રએ આ અંગે માહિતી મળતા દરોડો પાડી આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

ધાણાને ચમકદાર અને આકર્ષક બનાવવા સલ્ફર કેમિકલનો ઉપયોગ થતો
પોલીસે જણાવ્યું કે જૂના અને ખરાબ થઈ ગયેલા ધાણાને ગોડાઉનમાં ભરી રાખવામાં આવ્યા હતા. 340 ક્વિન્ટલ ધાણા અહીં રાખવામાં આવ્યા હતા. તેનાથી કેમિકલવાળા 18 હજાર 440 કિલો ધાણા હતા. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આ ધાણામાં સલ્ફર તથા અન્ય કેમિકલનું મિશ્રણ કરી મશીનોની મદદથી તેને તદ્દન નવું જ સ્વરૂપ આપવામાં આવતું હતું. પોલિશ કર્યાં બાદ ધાણા બિલકુલ નવા અને ફ્રેશ લાગતા હતા. આ ધાણા ઓરિજીનલ નથી તેની ગ્રાહકોને ખબર પણ ન પડે. પણ તેનો ઉપયોગ કરવાથી જીવન પર ગંભીર જોખમ સર્જાઈ શકે એટલા તે હાનિકારક છે.

ગોડાઉનમાં રહેલો જથ્થો
ગોડાઉનમાં રહેલો જથ્થો

ગુજરાત તથા મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં મોકલવામાં આવતા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાજેશ આ ભેળસેળનું કામ કરતો હતો. 2 મહિના અગાઉ વહિવટીતંત્રની કડકાઈ બાદ તે રાજસ્થાનમાં આવી આ કેમિકલયુક્ત ભેળસેળવાળા ધાણા બનાવવાનું કામ કરવા લાગ્યો. તે ગુજરાત, મધ્ય પ્રદેશ તથા અન્ય કેટલાક રાજ્યોમાં સપ્લાઈ કરતો હતો. વહિવટીતંત્રની તપાસ ચાલી રહી છે કે આ ધાણાનો સપ્લાઈ ક્યાં-ક્યાં મોકલવામાં આવતો હતો.

મકાન માલિકની ભૂમિકાની તપાસ
આરોપી રાજેશે જણાવ્યું નીમચ મધ્ય પ્રદેશના વહિવટીતંત્રના વેપારીઓ સામે કડક વલણ રહ્યું હતું. તેનાથી ગભરાઈ મધ્ય પ્રદેશ-રાજસ્થાન સરહદ નજીકના એક ગામમાં ભાડેથી મકાન લીધુ અને એ વાતની પણ કાળજી રાખવામાં આવી કે આ ઘર એકાંત જગ્યા પર હોય. ઘરનો માલીક આ કામગીરીમાં સંડોવાયેલો હતો કે નહીં તેની તપાસ થઈ રહી છે.