તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Policeman Falls On Paralysis While Opening Puncture Shop In Lockdown, Hits 18 Sticks In 31 Seconds

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાન:લૉકડાઉનમાં પંક્ચરની દુકાન ખોલતાં પોલીસકર્મી દિવ્યાંગ પર તૂટી પડ્યો, 31 સેકન્ડમાં 18 ડંડા ફટકાર્યા

13 દિવસ પહેલા

રાજસ્થાનના બાંસવાડામાં પોલીસકર્મીની ગુંડાગીરી સામે આવી છે. માથા ફરેલાં એક પોલીસકર્મીએ દિવ્યાંગ યુવકને ડંડાથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. કમલેશ નામના દિવ્યાંગ યુવકે લોકડાઉન દરમિયાન હાઇવે પર તેની પંક્ચરની દુકાન ખોલી હતી. જેને લીધે પોલીસકર્મીએ તેને માર માર્યો હતો. પોલીસકર્મીએ દિવ્યાંગ યુવકને 31 સેકન્ડમાં 18 વાર ડંડા ફટકાર્યાં હતાં. મારથી બચવા દિવ્યાંગે ડંડો પકડી લેતાં પોલીસકર્મીએ લાત પણ મારી હતી. આ ઉપરાંત પોલીસકર્મીએ અન્ય વાહનોને પણ લાત મારી પાડી દીધાં હતાં. આ અંગે દિવ્યાંગ યુવક કમલેશે ફરિયાદ કરતાં SPએ પોલીસકર્મી સામે તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો