તાજમહેલમાં જળાભિષેક કરવાની જીદે ચઢેલા અયોધ્યા છાવણીના તપસ્વી અખાડાના જગદગુરુ પરમહંસચાર્યની પોલીસે અટકાયત કરી છે. જો કે પોલીસ તેમને ક્યાં લઈ ગઈ છે, તે હજુ સુધી કોઈ જાણતું નથી. પોલીસ અધિકારીઓ હાલ આ અંગે કંઈપણ કહેવા માટે તૈયાર નથી.
તાજમહેલમાં કેસરીયા પહેરીને એન્ટ્રી ન મળવાનો આરોપ લગાવીને ચર્ચામાં આવેલા અયોધ્યાના છાવણી તપસ્વી અખાડાના જગદગુરુ પરમહંસચાર્ય મંગળવારે ફરી આગ્રા પહોંચ્યા હતા. તેમણે કેસરીયા પહેરીને એકલા તાજમહેલ જવાની જીદ કરી હતી, પરંતુ પોલીસે તેમને રસ્તામાં અટકાવ્યા હતા..
તેમને હિન્દુવાદી નેતા રવિ દુબેની કારમાં તાજમહેલ લઈ જવામાં આવી રહ્યા હતા. રસ્તામાં કૈલાશ મહાદેવ મંદિરના મહંત નિર્મલ ગીરી સહિત તમામ સંતોએ તેમને ઘેરી લીધા તો તેમને પણ કારમાં બેસાડી લીધા હતા. એડીએમ પ્રોટોકોલે પ્રતાપપુરા ખાતે રવિ દુબેને કારમાંથી નીચે ઉતારી દીધા હતા અને પરમહંસાચાર્યને લઈને જતા રહ્યા હતા. અગાઉ પોલીસ અને પરમહંસાચાર્યની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
પોલીસે પરમહંસાચાર્યની કારનું ચેકિંગ કર્યું હતુ
પરમહંસાચાર્યને હોટલથી તાજમહેલ જતા સમયે એડીએમ અને એએસપી રાજીવ કુમારે રોક્યા હતા અને તેમની કારનું ચેકિંગ કર્યું હતુ. પરમહંસાચાર્યે તેને ભગવાનું અપમાન ગણાવ્યું હતું. આ બાબતે અધિકારીઓએ હાથ જોડીને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કોઈપણ કિંમતે પોલીસની સાથે તાજમહેલની અંદર જવા માટે તૈયાર ન હતા.
અક્ષય તૃતીયાથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની શરૂઆત
પરમહંસાચાર્યએ ભાસ્કરને જણાવ્યું કે અક્ષય તૃતીયાથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની શરૂઆત થશે. આનાથી સારું મુહૂર્ત બીજું કોઈ હોઈ શકે નહીં. તેમણે તેજોમહાલયનું ભૂમિ પૂજન અને શુદ્ધિકરણ કરવાનો પણ દાવો કર્યો હતો. આ માટે તેમણે પૂર્વ દરવાજાથી કેસરીયા અને બ્રહ્મદંડ સાથે પ્રવેશ કરવાની વાત કરી હતી.
આ પહેલા પણ પરમહંસાચાર્યએ આરોપ લગાવ્યો હતો કે ભગવા કપડા પહેરીને તેમને તાજમહેલમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. જગદગુરુએ કહ્યું કે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા માટે તેઓ દરેક સંઘર્ષ માટે તૈયાર છે. લોકોને તાજમહેલનો ખોટો ઈતિહાસ જણાવવામાં આવ્યો છે. આ પછી હિંદુ સંગઠનોએ આગ્રામાં હોબાળો મચાવ્યો હતો અને ઘણા લોકો સાધુ બનીને તાજમહેલ પહોંચ્યા હતા.
5 મેના રોજ તાજમહેલ ખાતે ધર્મ સંસદ બોલાવવામાં આવી છે
પરમહંસાચાર્યએ 5 મેના રોજ તાજમહેલ ખાતે ધર્મ સંસદ બોલાવી છે. જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ છે. જ્યારે આ તરફ ઇદને કારણે એસએસપી સુધીર કુમારથી લઈને તમામ અધિકારીઓ સાવચેતી પણ લઈ રહ્યા છે. સાથે જ CISF પણ તહેનાત કરવામાં આવી છે.
પુરાતત્વ અધિક્ષકે માફી માંગી હતી
આ મામલાની તપાસ કર્યા બાદ પુરાતત્વ વિભાગે પરમહંસાચાર્યને તાજમહેલ આવવા આમંત્રણ આપ્યું હતું. પુરાતત્વ વિભાગના અધિક્ષક આર.કે.પટેલે સંકલનના અભાવે અજાણતા તેમને અટકાવવામાં આવ્યા હોવાની વાત કરીને માફી પણ માંગી હતી.
અજાણ્યા મૌલાના સામે ફરિયાદ નોંધાવી હતી
પરમહંસાચાર્યએ સોમવારે અયોધ્યામાં એક અજાણ્યા મૌલાના વિરુદ્ધ આતંકવાદ ફેલાવવાની ફરિયાદ નોંધાવી હતી. તેની જાહેરાત બાદ તેમને લાગ્યું કે પોલીસ તેને નજરકેદ ન કરી દે, માટે તેઓ ગઈ રાત્રે ગુપચુપ રીતે આગ્રા આવ્યા હતા અને તાજમહેલ જવાની વાત ભાસ્કરને જણાવી હતી. તેમની જાહેરાત બાદ પોલીસે તાજમહેલની આસપાસ સુરક્ષા વધારી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.