ઉપવાસ પર બેઠા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ:પોલીસે સ્વામીને જ્ઞાનવાપીમાં પૂજા કરવા જતા અટકાવ્યા, 10 પોલીસ સ્ટેશનની ફોર્સ અને 3 ACP તહેનાત

વારાણસીએક મહિનો પહેલા
  • વારાણસી પોલીસે કડક વલણ અપનાવ્યું છે.
  • સ્વામીએ કહ્યું, ભગવાનને ભૂખ્યા કે તરસ્યા રાખી શકાય નહીં.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શનિવારે શ્રીવિદ્યા મઠના ગેટ પાસે જ્ઞાનવાપીમાં પૂજા કરવા જતા અટકાવવામાં આવ્યા બાદ ઉપવાસ પર બેસી ગયા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ જ્ઞાનવાપીમાં પ્રગટ થયેલા આદિ વિશ્વેશ્વરના શિવલિંગની પૂજા નહીં કરે ત્યાં સુધી તેઓ અન્ન-જળ પણ લેશે નહીં.

તેઓ કહે છે, 'જ્ઞાનવાપીમાં મળેલું શિવલિંગ આપણા આદિ વિશ્વેશ્વરનું જૂનું જ્યોતિર્લિંગ છે. દેવતાની પૂજા થાય છે કારણ કે તેમાં પ્રાણ હોય છે. ભગવાનને ભૂખ્યા કે તરસ્યા રાખી શકાય નહીં. તેમનું સ્નાન, શ્રૃંગાર, પૂજા, ભોગ-રાગ નિયમિત હોવા જોઈએ.

તેમણે વધુંમાં કહ્યું હતુ કે- 'અમારી નાની એવી માંગ છે કે અમને દિવસમાં એક વખત અમારા આરાધ્યની પૂજા કરવાની મંજુરી આપવામાં આવે. પોલીસકર્મીઓ અમારી સામે ઉભા છે, અમારો રસ્તો રોકે છે. પોલીસ તેમનું કામ કરશે, અમે અમારું કામ કરીશું. પૂજા કરવાનો અધિકાર એ દરેક સનાતન ધર્મનો મૂળભૂત અધિકાર છે.

'અમે પાપના ભાગીદાર નહીં બનીએ': સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
પૂજાની મંજૂરી ન આપવા બદલ પ્રશાસન પર સવાલ ઉઠાવતા સ્વામીએ કહ્યું, 'પોલીસ અમારી પાસેથી પૂજાની સામગ્રી લઈ જાય અને અમારા આરાધ્ય દેવતાની પૂજા કરે. ભગવાનની ઉપાસના ન કરવાથી, અમે પાપના ભાગીદાર બનીશું નહીં. એવું કેવી રીતે થાય કે આપણે સ્નાન કરીએ, ખાઈએ અને પાણી પીએ અને આપણા ભગવાન એમનાં એમ જ રહે.'

બીજી તરફ શ્રીવિદ્યા મઠની સામે 10 પોલીસ સ્ટેશનની ફોર્સ, 3 એસીપી અને પીએસી જવાનો સાથે ડીસીપી કાશી ઝોન આર.એસ. ગૌતમે ઘેરાવ કરી રાખ્યો છે. એક રીતે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની નજરકેદ જેવી સ્થિતિ છે.

સાથે જ વિશ્વ હિન્દુ સેનાના વડા અરુણ પાઠકનું કહેવું છે કે જો વારાણસી પોલીસે અમારા ધર્મગુરુઓ સાથે કાયદો-વ્યવસ્થાના નામે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો તો કાશીના દરેક મંદિર અને પોલીસ અધિકારીઓની ઓફિસમાં ઘુસીને રક્ત-અભિષેક કરીશું.

આ તસવીર શ્રીવિદ્યા મઠની અંદરની છે. શનિવારે સવારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જ્ઞાનવાપી સંકુલમાં પૂજા કરવા જતા હતા. પોલીસે તેમને પહેલાથી જ અટકાવ્યા હતા.
આ તસવીર શ્રીવિદ્યા મઠની અંદરની છે. શનિવારે સવારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જ્ઞાનવાપી સંકુલમાં પૂજા કરવા જતા હતા. પોલીસે તેમને પહેલાથી જ અટકાવ્યા હતા.

પ્રશાસને જ્ઞાનવાપીમાં પૂજાની મંજૂરી આપી ન હતી
જ્યોતિષ અને અને દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય, જગદગુરુ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીમાં શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ શનિવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા-પાઠ કરવાની જાહેરાત કરી હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો દાવો છે કે ભગવાન આદિ વિશ્વેશ્વર જ્ઞાનવાપીમાં પ્રગટ થયા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની જાહેરાત પછી વારાણસી પોલીસે કડક વલણ અપનાવ્યું છે.

પોલીસે જણાવ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને કહેવામાં આવ્યું છે કે તેઓ જ્ઞાનવાપી સંકુલમાં પૂજા કરવાની પરવાનગી આપવામાં આવી નથી. તેમ છતાં તેઓ જ્ઞાનવાપી પાસે જશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે 6 પોલીસ સ્ટેશનની પોલીસે તેમના શ્રીવિદ્યા મઠની આસપાસ ચુસ્ત નાકાબંધી કરી છે. આશ્રમ તરફ જતા રોડ પર બેરિકેડીંગ કરવામાં આવ્યું છે.

શ્રીવિદ્યા મઠની બહાર 6 પોલીસ સ્ટેશનની પોલીસ તહેનાત કરવામાં આવ્યા છે. આશ્રમ તરફ જતા રોડ પર બેરિકેડીંગ કરવામાં આવ્યું છે.
શ્રીવિદ્યા મઠની બહાર 6 પોલીસ સ્ટેશનની પોલીસ તહેનાત કરવામાં આવ્યા છે. આશ્રમ તરફ જતા રોડ પર બેરિકેડીંગ કરવામાં આવ્યું છે.

પૂજા કરવાની મંજૂરી નથી, તે સીલ છે
ડીસીપી કાશી ઝોન આરએસ ગૌતમે જણાવ્યું કે જ્યાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જ્ઞાનવાપી પરિસર ખાતે પૂજા-અર્ચના માટે પરવાનગી માંગી હતી, તેને કોર્ટના આદેશથી 16 મેથી સીલ કરી દેવામાં આવ્યું છે. સ્થળ પર દેખરેખ રાખવા માટે સીઆરપીએફના જવાનો તહેનાત છે. તે જગ્યાને લગતો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી જ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જ્ઞાનવાપી સંકુલમાં સરસ્વતીને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

આ સંદર્ભે પોલીસ અધિકારીઓને પણ મોકલીને માહિતી આપવામાં આવી છે. આ હોવા છતાં, જો કોઈએ કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશો, તો તેની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલી આ પથ્થરની રચના વિશે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દાવો કરે છે કે તે આદિ વિશ્વેશ્વર છે. તેમનું કહેવું છે કે ભગવાનની ઉપાસના એ સનાતન ધર્મનું પરમ કર્તવ્ય છે. - ફાઇલ ફોટો
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલી આ પથ્થરની રચના વિશે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દાવો કરે છે કે તે આદિ વિશ્વેશ્વર છે. તેમનું કહેવું છે કે ભગવાનની ઉપાસના એ સનાતન ધર્મનું પરમ કર્તવ્ય છે. - ફાઇલ ફોટો

અવિમુક્તેશ્વરાનંદ 7 વર્ષ પહેલા પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ થયા હતા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ભૂતકાળમાં તેમના ઉપવાસને લઈને ચર્ચામાં રહ્યા છે. વારાણસીમાં 2015માં ગણેશ મૂર્તિનું વિસર્જનને અટકાવવામાં વિરોધમાં ગોદોલિયા ચોકડી પર ધરણા કરી રહેલા મરાઠા ગણેશોત્સવ સેવા સમિતિના કાર્યકરોના સમર્થનમાં સામાન્ય જનતા પણ રસ્તા પર ઉતરી આવી હતી. તે દરમિયાન સાધુ-સંતો ધરણા પર બેસી જતાં વાતાવરણ ગરમાયું હતું. ગંગામાં મૂર્તિનું વિસર્જનની અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને મહંત બાલક દાસે પરવાનગી માટે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. 22 સપ્ટેમ્બર 2015ની મોડી રાત્રે પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને મહંત બાલક દાસ સહિત 40 થી વધુ સંતો-બટુકો ઘાયલ થયા હતા. આ માટે 12 એપ્રિલ 2021ના રોજ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બનારસ આવીને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની માફી માંગી હતી.

આ તસવીર 22 સપ્ટેમ્બર 2015ની છે. લાઠીચાર્જ દરમિયાન નાસભાગમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ઘાયલ થયા હતા. આ માટે અખિલેશ યાદવે બનારસ આવીને તેમની માફી પણ માંગી હતી.
આ તસવીર 22 સપ્ટેમ્બર 2015ની છે. લાઠીચાર્જ દરમિયાન નાસભાગમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ઘાયલ થયા હતા. આ માટે અખિલેશ યાદવે બનારસ આવીને તેમની માફી પણ માંગી હતી.
અન્ય સમાચારો પણ છે...