દિલ્હીના કંઝાવાલા અકસ્માતમાં ફરીથી પોલીસની થિયરીમાં વળાંક આવ્યો છે. પોલીસને ટાંકીને શુક્રવારે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે અંજલિને ઢસડતી વખતે કારમાં સવાર 5 લોકો નહીં, 4 આરોપી હતા. દીપક નામનો આરોપી તો ઘરે બેઠો હતો. પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે તે કાર ચલાવી રહ્યો હતો. ડ્રાઈવર તરીકે નામ બીજાનું આપી દીધું હતું.
દિલ્હીના કાંઝાવાલા અકસ્માત પહેલાના બે વીડિયો અને અકસ્માત પછીની તસવીર સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલા વીડિયોમાં એક છોકરો સ્કૂટી ચલાવતો જોવા મળી રહ્યો છે, જેની પાછળ નિધિ અને અંજલિ બેઠી છે. આ છોકરો તેમને ગલીની બહાર ઉતારી દે છે. અંજલિના હાથમાં મોબાઈલ છે અને તે છોકરા સાથે થોડીવાર વાત પણ કરે છે.
જ્યારે બીજા વિડિયોમાં અંજલિ અને નિધિ ગલીમાંથી બહાર નીકળતા જોવા મળે છે, પરંતુ હવે છોકરો તેમની સાથે નથી. અંજલિ અને નિધિ સાથે જતી જોવા મળે છે. નિધિ પાછળ બેઠી છે જ્યારે અંજલિ સ્કૂટી ચલાવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, કાર ચલાવી રહેલા આરોપીનું નામ અમિત છે અને તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ નહોતું. અંજલિનો કાર સાથે અકસ્માત થાય છે. ત્યારપછી તે તેના મિત્ર દીપક પાસે પહોંચીને આખી ઘટના જણાવે છે. તેની પાસે લાયસન્સ નથી એવું સાંભળીને દીપક કાર ચલાવવાની જવાબદારી પોતાની ઉપર લઈ લે છે.
સવાલ- અકસ્માતના દિવસે કારમાં કોણ કોણ સવાર હતા
1 જાન્યુઆરીએ પોલીસે મનોજ મિત્તલ, અમિત ખન્ના, ક્રિષ્ના, મિથુન અને દીપક ખન્નાની ધરપકડ કરી હતી. કોર્ટે તેઓને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. પોલીસ દ્વારા ચાર દિવસની તપાસ બાદ 5 જાન્યુઆરીએ કહેવામાં આવ્યું કે આ કેસમાં વધુ બે લોકો સામેલ છે. તેમના નામ અંકુશ ખન્ના અને આશુતોષ છે. આશુતોષની ધરપકડ કરવામાં આવી હતી. સાતમો આરોપી અંકુશ ખન્ના હજુ ફરાર છે.
હવે પોલીસ શું કહી રહી છે
હવો પોલીસ જણાવી રહી છે કે ઘટનાવાળી રાતે કારમાં મનોજ મિત્તલ, અમિત ખન્ના, કૃષ્ણ અને મિથુન હતો.
આ કેસમાં શુક્રવારના મોટા અપડેટ્સ
છેલ્લા 24 કલાકમાં વધુ 3 વીડિયો સામે આવ્યા છે....
31 ડિસેમ્બરની રાતના વધું 3 વીડિયો છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને અકસ્માતના રુટના 23 વીડિયો મળ્યા છે. તેને જ આધાર બનાવીને ઓરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અત્યારસુધીની ઘટનાઓને આ રીતે સમજો...
31 ડિસેમ્બર: યુવતીને કારમાં 12 કિમી સુધી ઢસડી
આ દુર્ઘટના કંઝાવાલા વિસ્તારમાં બપોરે લગભગ 1.30 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અંજલિ સ્કૂટી પર ઘરે પરત ફરી રહી હતી. કારે તેને ટક્કર મારી હતી. અકસ્માત બાદ યુવક કાર લઈને ફરાર થઈ ગયા હતા. અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. તેને 12 કિમી સુધી ઢસડી જવામાં આવી હતી. પહેલાં 4 કિમી સુધી ઢસડી જવાનો મામલો સામે આવ્યો હતો. અકસ્માત બાદ નિધિ ત્યાંથી ભાગીને ઘરે પહોંચી ગઈ હતી.
જાન્યુઆરી 1: પોલીસને નગ્ન હાલતમાં લાશ મળી હતી, આરોપીની ધરપકડ
પોલીસે આ કેસમાં પાંચ આરોપી મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ના અને મિથુનની ધરપકડ કરી હતી. કાર પણ જપ્ત કરવામાં આવી હતી. ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે લગભગ 3 વાગે પોલીસને માહિતી મળી કે કંઝાવાલા વિસ્તારમાં એક યુવતી રસ્તાના કિનારે નગ્ન અવસ્થામાં પડી છે. સમાચાર મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવતીની લાશ પડી હતી.
2 જાન્યુઆરી: યુવતીને કારથી ઢસડી જવામાં આવી હોવાના ફૂટેજ સામે આવ્યા
સોમવારે સુલતાનપુરથી કંઝાવાલા વિસ્તારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં યુવતીને કારની નીચે ઢસડાતી જોઈ શકાય છે. આ પછી આમ આદમી પાર્ટી (AAP)એ પ્રદર્શન કર્યું. સીએમ અરવિંદ કેજરીવાલે કડકમાં કડક સજાની માગ કરી છે.
પોલીસે એને અકસ્માત અને પરિવારજનોએ તેને હત્યા ગણાવી હતી
પીડિતાનો પરિવારઃ માતાએ કહ્યું હતું કે તેણે ઘણાં કપડાં પહેર્યાં હતાં, પરંતુ જ્યારે તેનો મૃતદેહ મળ્યો ત્યારે તે સંપૂર્ણ નગ્ન હાલતમાં હતી. શરીર પર એકપણ કપડું નહોતું. આ કેવો અકસ્માત છે?
પોલીસનો દાવોઃ ડીસીપી હરેન્દ્ર સિંહે કહ્યું હતું કે આ સમગ્ર મામલો અકસ્માતનો છે. અકસ્માતને કારણે યુવતીનું શરીર ક્ષતિગ્રસ્ત થઈને લોહીથી લથપથ થઈ ગયું હતું.
3 જાન્યુઆરી: નિધિ તેની સાથે સ્કૂટી પર જોવા મળી હતી, દાવો કર્યો હતો કે અંજલિ ખૂબ જ નશામાં હતી
મંગળવારે આ કેસમાં નિધિ નામની યુવતીની એન્ટ્રી થઈ હતી. 31 ડિસેમ્બરની રાત્રે અંજલિ અને નિધિના ફૂટેજ મળ્યા હતા. તે OYO હોટેલની સામેના હતા. આમાં બંનેને સ્કૂટી પાસે વાત કરતાં જોઈ શકાય છે. આ પછી બંને સ્કૂટી પર ઘરે જવા નીકળે છે.
તપાસમાં જાણવા મળ્યું કે અંજલિ તેના મિત્ર સાથે ન્યૂ યર પાર્ટી માટે હોટલમાં ગઈ હતી. હોટલના મેનેજરે પોલીસને જણાવ્યું હતું કે યુવતીઓની કોઈ વાત મામલે મિત્રો સાથે ઝઘડો થયો હતો, બાદમાં હોટલ સ્ટાફે તેમને ત્યાંથી જવાનું કહ્યું હતું.
નિધિએ દાવો કર્યો, "અંજલિ ખૂબ જ નશાની હાલતમાં હતી. મેં તેને કહ્યું કે મને સ્કૂટી ચલાવવા દે, પરંતુ તેણે મને સ્કૂટી ચલાવવા ન દીધી. કારે તેને ટક્કર મારી, પછી હું એક બાજુ પડી ગઈ અને તે કારની નીચે આવી ગઈ હતી, પછી તે કારની નીચે ફસાઈ ગઈ. કાર તેને ઢસડીને દૂર લઈ ગઈ. હું ડરી ગઈ હતી, માટે ત્યાંથી જતી રહી અને કોઈને કંઈ કહ્યું નહીં."
બીજી તરફ, બપોર સુધીમાં અંજલિના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ બળાત્કાર થયો ન હોવાની પુષ્ટિ થઈ છે, જેમાં તેના શરીર પર 40 ઘા હોવાનું બહાર આવ્યું છે.
4 જાન્યુઆરી: ફોરેન્સિક રિપોર્ટ આવ્યો, નિર્ભયાની માતા અંજલિના પરિવારને મળી
અંજલિની માતાએ આશંકા વ્યક્ત કરી છે કે પોતાને અંજલિની મિત્ર ગણાવતી નિધિ પણ આમાં સામેલ હોઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા મૃતકની માતાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે 10 લાખ રૂપિયા મદદ આપવાની જાહેરાત કરી હતી.
ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો, જેમાં અંજલિ કારની અંદર હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. કહેવાય છે કે અંજલિ કારના આગળના ડાબા ટાયરમાં ફસાઈ ગઈ હતી, આ ટાયરની પાછળ લોહીના ડાઘા મળી આવ્યા છે. કારની નીચે અન્ય ભાગોમાં પણ લોહીના ડાઘા મળી આવ્યા હતા. નિર્ભયાની માતા આશા દેવી અંજલિના પરિવારને મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.