રામ રહિમ કોરોના સંક્રમિત:એક મહિનામાં ત્રીજીવાર હોસ્પિટલમાં સારવાર હેઠળ, પેટમાં દુઃખાવાની ફરિયાદ પછી પોઝિટિવ આવ્યા; મેદાંતામાં દાખલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમની ફાઈલ તસવીર
  • રામ રહીમ 26 દિવસમાં ચોથી વાર જેલની બહાર આવ્યો હતો

રેપ અને હત્યાના કેસમાં સુનારિયા જેલમાં કેદ રામ રહિમ કોરોના સંક્રમિત મળી આવ્યો છે. તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં એનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડેરા પ્રમુખે પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. પીજીઆઈ રોહતકમાં રામ રહીમે કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડી હતી.

મેદાંતા હોસ્પિટલમાં ચેકઅપ પછી રામ રહીમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને પેટમાં દુઃખાવો થયો હતો, તેથી એની સારવાર પીજીઆઈ રોહતકમાં ચાલી રહી હતી. જ્યાં રામ રહીમનું સીટી સ્કેન એન્જિયોગ્રાફી અને ફાઈબ્રોસ્કેન કરવામાં આવ્યું હતું. 26 દિવસોમાં ત્રીજી વેળા રામ રહીમને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

પહેલાં જ CT સ્કેન, એન્જિયોગ્રાફી અને ફાઈબ્રો સ્કેન થઈ ચૂક્યા છે
રવિવારે સવારે 10 વાગ્યે DSP શમશેર સિંહના નેતૃત્વ હેઠળ પોલીસની એક ટીમ રામ રહીમને લઈને સુનારિયા જેલથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ પહોંચી હતી. છેલ્લા કેટલાક દિવસો પહેલા પણ પેટમાં દુઃખાવાને કારણે રામ રહીમને PGIMSમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે CT સ્કેન, એન્જિયોગ્રાફી અને ફાઈબ્રો સ્કેન જેવા ટેસ્ટ કરાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે જે ટેસ્ટ કરવાના હતા, એની સુવિધા PGIMSમાં નહોતી.

જોકે ડૉકટરોની પેનલે AIIMSમાં તપાસ કરાવવાની ટકોર કરી છે, પરંતુ કોરોનાને કારણે અહીંયા કોઈપણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા નથી. આવી પરિસ્થિતિમાં રામ રહિમને મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

જેલ અધિકારીએ વાતની ખરાઈ કરી
આ વાતની ખરાઈ કરતા જેલના અધિકાર સુનીલ સાંગવાને કહ્યું કે કેદી રામ રહીમની સારવાર PGIMSમાં ચાલી રહી છે. પરંતુ આ વેળાએ જે ટેસ્ટ કરવાના છે એની સુવિધા ત્યાં ઉપલબ્ધ નથી. AIIMSમાં અત્યારે આ સુવિધા બંધ છે. તેવામાં ડૉકટરોની કમિટિએ આગળ સારવાર અર્થે ગુરુગ્રામ ખેસડ્યા છે.

એકવાર માતાને મળવા પણ બહાર આવ્યો હતો
રવિવારે ગુરમીત રામ રહીમ સિંહને 26 દિવસમાં ચોથી વેળા જેલની બહાર લવાયો છે. 12 મેના રોજ બ્લડ પ્રેશરની સમસ્યા અને ગભરામણ પછી રામ રહીમને PGIMS લઈ જવાયો હતો. ત્યારપછી 17 મેના રોજ તાત્કાલિક પે-રોલ પર માતાને મળવા માટે ગુરુગ્રામ લઈ જવાયો હતો.

એ સમયે રામ રહીમને 48 કલાકનો પે-રોલ મળ્યો હતો, પરંતુ સુરક્ષાના કારણોસર પોલીસ એને રાત્રી પૂર્વે જ સ્ટેશને પરત લઈ ગઈ હતી. 2 જૂનની રાત્રે પેટમાં અસહ્ય દુઃખાવો થતા રામ રહીમને 3 જૂનની સવારે PGIMSમાં ચેકઅપ અર્થે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...