તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરનાલ:ખેડૂતો પર ડંડાવાળી કરનાર પોલીસ જવાનોને ભરપેટ જમાડાયા, હૃદયસ્પર્શી વીડિયો વાઇરલ

8 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ દિલ્હી કૂચ કરી રહેલા પંજાબના ખેડૂતોને રોકવા હરિયાણા પોલીસે કેવો બળપ્રયોગ કર્યો તે જોઈ શકાય છે. આ જ અરાજકતા વચ્ચે હરિયાણાના કરનાલનો હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે. અહીં એક લંગરમાં ખેડૂતો પર બળપ્રયોગ કરનાર પોલીસકર્મીઓને જમાડવામાં આવી રહ્યા છે. જો કે, એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, આ ગુરુદ્વારા આંદોલનકારી ખેડૂતો સાથે જોડાયેલ છે કે નહીં. વીડિયોમાં જોઈ શકાય છે કે, સંખ્યાબંધ પોલીસકર્મીઓ સામસામે પંગતમાં બેસી ગયા છે. જેને વોલેન્ટિયર્સ ભોજન પીરસી રહ્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ધન્યવાદ, ધન્યવાદ જેવા શબ્દો સાંભળી શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...