યુપીના સહારનપુરમાં શુક્રવારની નમાજ બાદ હોબાળો કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શનિવારે પોલીસ અને પ્રશાસનની ટીમ બુલડોઝર સાથે બે શખસોના ઘરે પહોંચી હતી. તેમના ઘરે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આરોપીઓના નામ રઈસ અને મુઝમ્મિલ છે. રઈસ ખટ્ટા ખેડી અને મુઝમ્મિલ હબીબગઢ વિસ્તારમાં રહે છે. શુક્રવારે થયેલી હિંસામાં પોલીસે બંને આરોપીઓ અંગે પોલીસને જાણ થઈ હતી. સહારનપુર પોલીસે અત્યાર સુધીમાં હિંસાના 56 આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રયાગરાજમાં શિવલિંગ પર ઈંડુ મુક્યું હોવાની ઘટના
યુપીના પ્રયાગરાજમાં શનિવારે ફરી હિંસા ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમુક તોફાની તત્ત્વોએ અહીં શિવકુટીમાં આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરના શિવિંલગ પર ઇંડું મૂક્યું હતું. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે ઇંડું રાતે મૂકવામાં આવ્યું હતું. મંદિરની છ ફૂટ ઊંચી દીવાલ કૂદીને કોઈ અહીં ઇંડું મૂકી ગયું છે. સવારે પૂજા-પાઠ માટે ઊઠ્યો ત્યારે શિવલિંગ પર ઇંડું હતું. અત્યારે ઈંડું હટાવી દેવામાં આવ્યું છે. અમુક લોકો પ્રયાગરાજનું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ અમે અહીંનું વાતાવરણ ખરાબ નહીં થવા દઈએ.
પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. આગચંપી અને પથ્થરમારાને કારણે પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો. આ ફાયરિંગમાં એક 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આ સિવાય મોડી રાત્રે અન્ય એક વ્યક્તિના મોતના સમાચાર પણ છે, જોકે પ્રશાસને એની પુષ્ટિ કરી નથી. અન્ય 7 લોકોને ગોળી વાગી છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
વિરોધ દરમિયાન તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. SSP સહિત 3 પોલીસકર્મી ઘાયલ થયા હતા. રાંચી આવેલા બિહાર સરકારના માર્ગ નિર્માણમંત્રી નીતિન નવીનના વાહન પર પણ તોફાનીઓએ હુમલો કર્યો હતો. તેઓ ભાજપના ક્વોટામાંથી નીતીશ સરકારમાં મંત્રી છે.
પથ્થરમારો દરમિયાન કેટલાક લોકોએ મહાવીર મંદિરમાં સંતાવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તોફાનીઓએ મંદિર પર પણ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી હિન્દુ સંગઠનો પણ નારાજ થયાં અને તેઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ પછી રાંચીમાં સાવચેતી માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. જોકે અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે વહીવટીતંત્રે કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે.
રાંચીમાં ઈન્ટરનેટ સુવિધા શનિવારે સવારે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી હતી. મોડી સાંજે હિન્દુઓએ મહાવીર મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કર્યું હતું. જોકે વહીવટીતંત્રએ વાતચીત કર્યા બાદ આ લોકોને ઘરે પરત મોકલી દીધા હતા.
યુપીનાં 8 શહેરમાં ફરી હિંસાઃ નમાઝ બાદ પ્રયાગરાજ-સહારનપુરમાં પથ્થરમારો, મુરાદાબાદમાં પ્રદર્શન; 136 તોફાનીની અટકાયત
કાનપુરમાં 3 જૂને થયેલી હિંસાના માત્ર 7 દિવસ બાદ જ યુપીના 8 જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી હતી. શુક્રવારની જુમ્માની નમાજ બાદ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. મોહમ્મદ પયગંબર પર બીજેપી નેતા નૂપુર શર્માની ટિપ્પણીથી લોકો નારાજ હતા. પ્રયાગરાજ, મુરાદાબાદ, સહારનપુર, ફિરોઝાબાદ, આંબેડકર નગર, હાથરસ, અલીગઢ, જાલૌનમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. પોલીસ-પ્રશાસન બે દિવસથી એલર્ટ હતું, પરંતુ છેલ્લી ઘડીએ તમામ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ નિષ્ફળ ગઈ હતી.
સૌથી વધુ હોબાળો પ્રયાગરાજમાં થયો હતો. અર્ધલશ્કરી દળોના કેટલાક જવાનો પણ ઘાયલ થયા હતા. એ જ રીતે દેવબંદમાં અલ્લાહ-હુ-અકબરના નારા લાગ્યા હતા. જોકે કાનપુરમાં ભારે પોલીસ-બંદોબસ્તને કારણે બધું નિયંત્રણમાં રહ્યું હતું. સહારનપુરમાં 45, પ્રયાગરાજમાં 37, હાથરસમાં 20, મુરાદાબાદમાં 7, ફિરોઝાબાદમાં 4, આંબેડકરનગરમાં 23ની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારસુધીમાં 136 પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે.
આંબેડકરનગર: લોકો રસ્તા પર ઊતરીને વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા
આંબેડકરનગરના ટાંડામાં શુક્રવારની નમાઝ બાદ મુસ્લિમોએ પ્રદર્શન કર્યું હંતુ. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારની નમાઝની લગભગ 40 મિનિટ બાદ મુસ્લિમ સમુદાયના સેંકડો લોકો રસ્તા પર આવી ગયા હતા.
જાલૌનઃ નૂપુર શર્માની ધરપકડ કરવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
નૂપુર શર્માની ધરપકડ અને કાર્યવાહીને લઈને જાલૌનમાં ભારે હોબાળો થયો હતો. નમાઝ પછી નમાઝીઓએ જોર જોરથી નારા લગાવવાનું શરૂ કર્યું હતું. પછી તેઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. પ્રદર્શન જોઈને એડીજી કાનપુર ઝોન ડીએમ, એસપી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે લોકોના શાંત કર્યા હતા.
જીવ બચાવવા લોકો મહાવીર મંદિરમાં છુપાયા હતા
મહાવીર મંદિર પર પથ્થરમારો દરમિયાન લોકો પોતાનો જીવ બચાવવા મંદિરમાં છુપાઈ ગયા હતા. આ પછી પણ મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને ટિયરગેસના સેલ છોડ્યા હતા. હવામાં ગોળીબાર પણ કર્યો હતો. ટોળાએ અન્ય ધારાસભ્ય અમિત યાદવની કારના કાચ તોડી નાખ્યા હતા.
મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા
મુસ્લિમ સંગઠનો શુક્રવારે ભાજપની હકાલપટ્ટી કરાયેલી પ્રવક્તા નૂપુર શર્માના નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધમાં સવારથી જ ડેઈલી માર્કેટની 3 હજારથી વધુ દુકાનો સવારથી બંધ રહી હતી. શુક્રવારની નમાઝ બાદ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. જ્યારે પોલીસે તેમને અટકાવ્યા તો ભીડ ઉશ્કેરાઈ ગઈ અને તેઓ પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. ઉર્દૂ લાઇબ્રેરી અને મહાવીર મંદિર પાસે દેખાવકારોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી ઉશ્કેરાયેલી ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસને હવામાં ગોળીબાર કરવો પડ્યો, એ દરમિયાન ઘણા અધિકારીઓ અને પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
ફોર્સ ઓછી હતી, પોલીસકર્મીએ મદદ માગી
એક પોલીસકર્મી સિનિયર ઓફિસર સાથે ફોન પર વાત કરતા કહે છે, 'જુઓ, પથ્થરમારો થઈ રહ્યો છે. સાહેબ, પથ્થર ચાલી રહ્યો છે, અમને કમર પર વાગ્યું છે. મારો મોબાઈલ તૂટી ગયો છે. ઝડપથી ફોર્સ મોકલો. સાહેબ, લોકો પથ્થરમારો કરી રહ્યા છે.
મુખ્ય બજારમાં તમામ દુકાનો બંધ, ડ્રોનથી સર્વેલન્સ
ભીષણ હિંસા બાદ રાંચીના ડીઆઈજી અનીશ ગુપ્તાએ આગેવાની લીધી હતી. ટિયરગેસના સેલ સતત છોડવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ જવાનોને મુખ્ય માર્ગ પર તહેનાત કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાઝને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં અડધો ડઝનથી વધુ ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
CMએ કહ્યું- ગભરાવાની જરૂર નથી
ઘટનાના ચાર કલાક પછી ઝારખંડના CM હેમંત સોરેને કહ્યું હતું કે મને અચાનક આ ચિંતાજનક (વિરોધ) ઘટના વિશે માહિતી મળી. ઝારખંડના લોકો હંમેશાંથી ખૂબ જ સંવેદનશીલ રહ્યા છે, ગભરાવાની જરૂર નથી. હું બધાને અપીલ કરું છું કે આવી કોઈપણ ગુનાકીય પ્રવૃત્તિથી લોકો દૂર રહે.
તસવીરોમાં જુઓ હિંસા અને કાબૂ મેળવતી પોલીસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.