પોલીસને શ્રદ્ધા હત્યા કેસના આરોપી અને તેના લિવ-ઈન પાર્ટનર આફતાબના ઘરમાં કિચનમાંથી લોહીના નિશાન મળ્યાં છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પોલીસ ક્રાઈમ સીન રિક્રિએશન માટે સોમવારે રાત્રે આફતાબને તેના ફ્લેટ પર લઈ ગઈ હતી. આ દરમિયાન, તેના રસોડામાં લોહીનાં નિશાન મળી આવ્યાં હતાં.
દિલ્હી પોલીસ બુધવારે આફતાબના નાર્કો ટેસ્ટ કરાવી શકે છે. અહેવાલ મુજબ સાકેત કોર્ટે આફતાબના નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.
આફતાબના ફ્લેટમાંથી મળી આવેલાં બ્લડ સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવી રહ્યાં છે. જો તે બ્લડ માણસનું હશે, તો પોલીસ DNA મેચિંગ માટે શ્રદ્ધાના પિતાને પણ દિલ્હી બોલાવી શકે છે. અગાઉ, પોલીસને મૃતદેહના 13 ટુકડા મળ્યા હતા, જે માનવના હોવાના જણાતા હતા.તેની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.
બાથરૂમમાં મૃતદેહના 35 ટુકડા કર્યા હતા, ગટરમાં લોહી વહી ગયું
ન્યૂઝ એજન્સીએ પોલીસ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે આફતાબે ફ્લેટના બાથરૂમમાં શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ દરમિયાન તે શાવર ચાલુ રાખતો હતો જેથી શરીરમાંથી નીકળતું લોહી ગટરમાં વહી જાય. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે આફતાબે ફ્રિજને પણ કેમિકલથી સાફ કરી દીધું હતું જેથી પુરાવાનો નાશ થઈ જાય.
શ્રદ્ધા હત્યા કેસમાં પોલીસ હત્યા કરવામાં આવી તે હશિયાર અને શ્રદ્ધાનું માથું શોધી રહી છે. હત્યારા આફતાબ અમીન પુનાવાલાએ જણાવ્યું હતું કે તેણે સૌથી છેલ્લે શ્રદ્ધાનું માથું ફેંક્યું હતું. મંગળવારે પણ પોલીસ તેને જંગલમાં લઈ ગઈ હતી અને શોધખોળ કરી હતી.
43 એકરમાં ફેલાયેલા આ જંગલમાં લગભગ 5 કલાક સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે 13 ટુકડા મળી આવ્યા છે, જે માનવ અંગ લાગે છે. આ ટુકડાની પુષ્ટિ કરવા માટે DNA તપાસ કરવામાં આવશે.
28 વર્ષીય આફતાબે 18 મેના રોજ 27 વર્ષીય શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી. શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. તેને રાખવા માટે 300 લિટરનું ફ્રિજ ખરીદ્યું. 18 દિવસ સુધી દરરોજ રાત્રે 2 વાગ્યે તે તેને ફેંકવા માટે જંગલમાં જતો હતો.
શ્રદ્ધા હત્યા કેસમાં આજના અપડેટ્સ...
દિલ્હી પોલીસે ડેટિંગ એપ બમ્બલ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. પોલીસે બમ્બલને પૂછ્યું છે કે આફતાબે અત્યાર સુધીમાં કેટલી છોકરીઓનો સંપર્ક કર્યો છે. દિલ્હી પોલીસ બુધવારે આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવી શકે છે. આફતાબ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રદ્ધાના નજીકના મિત્ર લક્ષ્મણને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. લક્ષ્મણે દાવો કર્યો હતો કે તેણે જુલાઈમાં શ્રદ્ધા સાથે વાત કરી હતી. આફતાબે જણાવ્યું કે તે ઘણી વખત ફ્રિજમાંથી શરીરનાં અંગોને કબાટમાં શિફ્ટ કરતો હતો, જેથી ફ્રિજ ખોલવા પર કોઈને શંકા ન થાય.
શ્રદ્ધા હત્યા કેસમાં અત્યાર સુધી સામે આવેલી નવી વાતો...
1. મકાનમાલિકે આફતાબનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હતું
27 વર્ષની શ્રદ્ધાની હત્યા કેસમાં અનેક દાવાઓ અને અહેવાલો સામે આવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, 28 વર્ષીય આફતાબે 15 મેના રોજ મહેરૌલીમાં જંગલ પાસે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. જેનો હેતુ શ્રદ્ધાના શરીરનાં અંગોનો સરળતાથી નિકાલ કરવાનો હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લેટના માલિકે ભાડું લીધા બાદ આફતાબનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હતું. પોલીસ તેની તપાસ કરી રહી છે કે આફતાબે ફ્લેટ ભાડે લેતી વખતે તેણે પોતાનો ધર્મ છુપાવ્યો હતો?
2. શંકા ન જાય તે માટે નોકરી પર જતો રહ્યો હતો, શ્રદ્ધાનું સોશિયલ મીડિયા એક્ટિવ રાખ્યું
આફતાબ ગુરુગ્રામમાં એક કંપનીમાં નોકરી કરતો હતો. શ્રદ્ધાની હત્યા કર્યા પછી પણ તે રોજ નોકરી પર જતો હતો, જેથી કોઈને શંકા ન જાય. જોકે, શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેણે કોઈને તેના ફ્લેટમાં આવવા દીધા ન હતા. હત્યા બાદ પરિવારજનો અને મિત્રોની નજર શ્રદ્ધાને જીવંત બતાવવા માટે આફતાબ તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અને એકાઉન્ટ અપડેટ રાખતો હતો. તે દરરોજ કંઈક પોસ્ટ કરતો રહ્યો હતો.
3. રોજ રાત્રે 2 વાગે જંગલમાં લોકેશન મળ્યું, અહીંથી જ પકડાયો
જ્યારે શ્રદ્ધાના પિતા વિકાસે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી ત્યારે આફતાબ શંકાના દાયરામાં આવ્યો હતો. તેનું લોકેશન દરરોજ રાત્રે 2 વાગે મહેરૌલીનાં જંગલોમાં મળતું હતું. એક પોલીસ અધિકારીએ કહ્યું- પહેલા તો આફતાબ કહેતો રહ્યો કે શ્રદ્ધા દિલ્હી છોડીને જતી રહી છે. પણ જ્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી, ત્યારે તેણે હત્યાની કબૂલાત કરી હતી અને આખી કહાની જણાવી હતી.
4. ક્રાઈમ શો વેબ સિરીઝ જોયા બાદ ક્રાઈમ છુપાવવાનો આઈડિયા આવ્યો
એક પોલીસ અધિકારીએ કહ્યું- આફતાબને વેબ સિરીઝ અને ખાસ કરીને ક્રાઈમ શો જોવાની ટેવ હતી. તે આ જોઈને જ શીખ્યો કે કેવી રીતે પરિવાર અને મિત્રોની નજરમાં શ્રદ્ધાને જીવંત બતાવી શકાય. શ્રદ્ધાના મૃતદેહને આરીથી કાપીને તેના ટુકડા ફ્રિજમાં સાચવી રાખ્યા હતા અને તેને સતત 18 દિવસ સુધી જંગલમાં ફેંકીને ઠેકાણે પાડવાનો વિચાર પણ આ વેબ સિરીઝ અને ક્રાઈમ શો દ્વારા જ આવ્યો. ગૂગલ દ્વારા તેણે લોહીને સાફ કરવાનો રસ્તો પણ શોધી કાઢ્યો હતો.
5. 18 મે પહેલાં હત્યા કરવાનું વિચારી લીધું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે આફતાબે હત્યાના દિવસના એક અઠવાડિયા પહેલાં એટલે કે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. તે દિવસે પણ શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડો થયો હતો. તેણે કહ્યું, 'મેં 11 મેના રોજ જ તેને મારી નાખવાનું વિચારી લીધું હતું પણ તે અચાનક ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. તેથી મેં નક્કી કર્યું કે હવે હું તેને બીજા દિવસે મારીશ.
6. આફતાબ ફ્રિજમાં શ્રદ્ધાનું કપાયેલું માથું જોતો હતો
પોલીસ પૂછપરછમાં આફતાબની ક્રૂરતા અને નિર્દયતા પણ સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબે જે રૂમમાં શ્રદ્ધાના મૃતદેહના ટુકડાને ફ્રિજમાં રાખ્યા હતા, તે સતત 18 દિવસ સુધી એ જ રૂમમાં સૂતો રહ્યો. આટલું જ નહીં તે દરરોજ ફ્રિજ ખોલીને શ્રદ્ધાનું કપાયેલું માથું પણ જોતો હતો.
7. મૃતદેહના ટુકડા કરતી વખતે આફતાબને હાથ પર વાગી ગયું હતું
આરોપી આફતાબ બાબતે ડોક્ટર અનિલ કુમારનું નિવેદન સામે આવ્યું છે. ડૉક્ટરનો દાવો છે કે આફતાબ મે મહિનામાં સવારના સમયે તેમના ક્લિનિક પર આવ્યો હતો. તેના હાથ પર વાગ્યું હતું. તે ખૂબ જ આક્રમક અને બેચેન લાગતો હતો. ડૉક્ટરે કહ્યું, 'જ્યારે મેં ઈજા વિશે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે ફળ કાપતી વખતે તેના હાથમાં વાગી ગયું હતું.
ડોક્ટરે કહ્યું, બે દિવસ પહેલાં પોલીસ આફતાબને લઈને મારા ક્લિનિક પર આવી હતી. મેં તમામ વાતો પોલીસને જણાવી છે.
8. પિતાને ખબર ન હતી કે દીકરી ક્યાં છે...
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં શ્રદ્ધાના પિતા વિકાસે કહ્યું- 'મારી તેની સાથે છેલ્લી મુલાકાત 2021માં થઈ હતી. પછી મેં તેને પૂછ્યું કે તારો લિવ ઈન પાર્ટનર કેવો છે? તેણે વધુ જણાવ્યું નહીં. મને એ પણ ખબર નહોતી કે તે દિલ્હી શિફ્ટ થઈ ગઈ છે. તેની એક મિત્રએ જણાવ્યું હતું કે શ્રદ્ધા બેંગ્લોરમાં નહીં, દિલ્હીમાં છે. આફતાબને પુરાવાનો નાશ કરવા માટે ઘણો સમય મળ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.