8 તસવીરોમાં ખેડૂતો પર અત્યાચાર:હરિયાણામાં રસ્તો જામ કરી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો, ઘણા ખેડૂતોના માથા ફુટ્યાં; દિલ્હી-હિસાર પર ટ્રાફિક ડાઈવર્ટ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘટનાસ્થળે તૈનાત પોલીસ બળ અને સ્થાનિક અધિકારીઓ - Divya Bhaskar
ઘટનાસ્થળે તૈનાત પોલીસ બળ અને સ્થાનિક અધિકારીઓ

હરિયાણામાં ભાજપના નેતાઓને રોકવાનો પ્રયત્ન કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. કરનાલના ધરોન્ડા પાસે બસતાડા ટોલ પ્લાઝા પર પોલીસે ખેડૂતો પર લાકડી વરસાવી. અહીં ખેડૂતોએ ટોલની બે-બે ક્રોસિંગને છોડીને બાકીના રસ્તાઓને બંધ કરી દીધા હતાં. લાઠીચાર્જમાં ઘણા ખેડૂતોના માથા ફૂટી ગયા છે અને કેટલાય ખેડૂતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસની કામગીરીથી બચવા ખેડૂતો ખેતરમાં ભાગી ગયા હતાં.

રસ્તા પર થયેલા પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ ખેડૂત
રસ્તા પર થયેલા પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ ખેડૂત
હાઈવે જામ કરી રહેલા ખેડૂતો પર લાકડીઓ દ્વારા માર મારતી પોલીસ
હાઈવે જામ કરી રહેલા ખેડૂતો પર લાકડીઓ દ્વારા માર મારતી પોલીસ
પોલીસ લાઠીચાર્જમાં ઘાયસ ખેડૂત
પોલીસ લાઠીચાર્જમાં ઘાયસ ખેડૂત
હિસાર-દિલ્હી હાઈવે પર રામાયણ ટોલ પર ખેડૂતોએ જામ કર્યો
હિસાર-દિલ્હી હાઈવે પર રામાયણ ટોલ પર ખેડૂતોએ જામ કર્યો
લાઠીચાર્જમાં ઘણા ખેડૂતોના માથા ફૂટી ગયા, એક ઘાયલ ખેડૂતને સંભાળતા લોકો
લાઠીચાર્જમાં ઘણા ખેડૂતોના માથા ફૂટી ગયા, એક ઘાયલ ખેડૂતને સંભાળતા લોકો
પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ થયેલ ખેડૂત દર્દથી પીડાઈ રહ્યો છે
પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ થયેલ ખેડૂત દર્દથી પીડાઈ રહ્યો છે
પાણીપત ટોલ પ્લાઝા જામ કરી રહેલા ખેડૂતો અને ઘટનાસ્થળે તૈનાત પોલીસ
પાણીપત ટોલ પ્લાઝા જામ કરી રહેલા ખેડૂતો અને ઘટનાસ્થળે તૈનાત પોલીસ

ખેડૂતોએ હાઈવે જામ કરવાના શરુ કર્યા
ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીના નિવેદન પર હિસાર-દિલ્હી હાઈવે પર ખેડૂતોએ રામાયણ ટોલ જામ કરી દીધો. તેનાથી હાઈવે પર ગાડીઓની લાંબી લાઈનો લાગી ગઈ છે. પોલીસે વાહનોને ખરડ અને રામાયણની તરફ ડાઈવર્ટ કરવાનું શરુ કર્યુ છે. બીજી બાજુ કરનાલમાં જીંદ ચોક, બસતાડા ટોલ, નિસિંગ અને જલમાના ગામમાં જામ કરવામાં આવ્યો છે. રોહતકમાં મકડોલી ટોલ પર ખેડૂતોએ જામ કર્યો.

નરવાના બદોવાલ ટોલ પ્લાઝાને પણ ખેડૂતોએ જામ કર્યો છે. ખેડૂતોએ કૈથલ જિલ્લામાં NH-152 પર તિતરમ બેન્ડ, કૈથલથી ચીકા માર્ગ પર ભાગલ ગામ, પટિયાલા રોડ પર હાંસી-બુટાના નહેરને જામ કર્યા હતાં. ફતેહાબાદના ઢાણી ગોપાલ ચોકમાં ખેડૂતોએ રસ્તો જામ કર્યો હતો. જીંદ-કરનાલ હાઇવે પણ જામ કર્યો હતો. અલેવામાં ખેડૂતો દ્વારા જામ કરાયુ અને ભિવાનીમાં ખેડૂતોએ કિતલાના ટોલને જામ કર્યો હતો.

સિરસામાં ખેડૂતોએ રોડ જામ કરવાના શરુ કર્યા. અંબાલામાં ખેડૂતોએ નેશનલ હાઈવે જામ કર્યો. અમૃતસર- દિલ્હી, દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે જામ કર્યો. જેનાથી હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી. તાત્કાલિક પોલીસે રૂટ ડાઈવર્ટ કર્યો. ફતેહાબાદમાં નેશનલ હાઈવે-9 બાયપાસ પર ખેડૂતોએ જામ લગાવ્યો. રતિયામાં બુઢલાડા રોડને ખેડૂતોએ જામ કર્યો

અન્ય સમાચારો પણ છે...