તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Police Issues Notice Asking Narayan Rane To Come To Nashik On September 2, Jan Ashirwad Yatra Postponed For Two Days

રાણેને કોર્ટ તરફથી રાહત:નાસિકમાં નોંધાયેલી FIR પર 17 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી નહીં કરવા આદેશ, પુણેમાં નોંધાયેલા કેસ અંગે સુનાવણી મોકૂફ રખાઈ

એક મહિનો પહેલા
નારાયણ રાણે વિરુદ્ધ કુલ 4 એફઆઈઆર નોંધવવામાં આવી છે.
  • આજે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે નારાયણ રાણે

CM ઉદ્ધવ ઠાકરે માટે થપ્પડવાળું વિવાદાસ્પદ નિવેદન આપનારા નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. બુધવારે કોર્ટે કહ્યું કે રાણે સામે નાસિકમાં નોંધવામાં આવેલ FIR અંગે 17 સપ્ટેમ્બર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ સાથે જ પુણેમાં નોંધવામાં આવેલા કેસની સુનાવણીને પણ મોકૂફ રાખવામાં આવી છે.

મંગળવારે નાસિક પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમના જામીન મળ્યા હતા. હવે નાસિક પોલીસે પોતાને ત્યા નોંધાયેલ કેસમાં રાણેને નોટિસ મોકલીને તેમને 2 સપ્ટેમ્બરના રોજ હાજર થવા કહેવામાં આવ્યું છે.રાણે સામે પ્રથમ કેસ નાસિકમાં નોંધાયો હતો અને ત્યાંથી જ તેમની સામે વોરન્ટ ઈસ્યુ થયું હતું.

રાણેની જન આશીર્વાદ યાત્રા બે દિવસ માટે મોકૂફ
આ દરમિયાન રાણેની જન આશીર્વાદ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. રાણે તરફથી તેમની વિરુદ્ધ નોંધવવામાં આવેલા 4 કેસ રદ કરવા માટે આજે મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવે એવી શક્યતા છે.

રાણેની ધરપકડ પછી નાશિકમાં શિવસેનાના કાર્યકર્તાઓએ BJP ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર પછી ભાજપના કાર્યકર્તાઓએ વળતો હુમલો કર્યો હતો. આ હુમલામાં અમુક શિવસૈનિકો ઘાયલ થયા હતા. હવે પોલીસે આ કેસમાં 100થી વધારે લોકો સામે ભદ્રકાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે.

રાણેને કોર્ટે આપ્યા શરતી જામીન
મહાડ કોર્ટે જામીન આપતાં રાણેને 15 હજાર બોન્ડના ભરવા કહ્યું હતું. નાશિક પોલીસ રાણેના ઓડિયોને મુખ્યમંત્રી વિશે આપેલા તેમના નિવેદન સાથે મેચ કરવા માગે છે, તેથી તેમને 2 સપ્ટેમ્બરે નાશિક બોલાવવામાં આવ્યા છે. રાણેને 30 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરે રાયગઢ ગુનાહિત શાખા સામે પણ હાજર થવાનું છે. જામીન આપતી વખતે કોર્ટે રાણેને સખત શબ્દોમાં સૂચના આપી છે કે તેઓ દસ્તાવેજો અને પુરાવા સાથે ચેડાં નહીં કરી શકે.

આજે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે રાણે
નારાયણ રાણે તરફથી તેમની વિરુદ્ધ નાશિક, પુણે, રાયગઢ અને જલગાંવમાં નોંધાયેલા કેસને રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે. થોડા સમય પહેલાં જ નારાયણ રાણેના ઘરેથી વકીલોની એક ટીમ બહાર નીકળી છે. આ વિશે જરૂરી દસ્તાવેજી કાર્યવાહી અને અન્ય ઔપચારિકતાઓ પૂરી કરવા વકીલ અનિકેત નિકમની એક ટીમ અહીં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...