તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી રેમડેસિવિરે યુવકને અનાથ બનાવ્યો:ફોટો જોઈને યુવકે સપ્લાયરને ઓળખ્યો, પોલીસે કહ્યું- ઇન્જેક્શન લગાવ્યા પછી મિત્રનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના સુરતમાંથી પકડાયેલા નકલી રેમડેસિવિર વેચનાર આરોપીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુજરાતના સુરતમાંથી પકડાયેલા નકલી રેમડેસિવિર વેચનાર આરોપીની ફાઈલ તસવીર.

ભારતમાં કોરોના મહામારીને કારણે અત્યારે સ્વાસ્થ્યસંબંધી સેવાઓ પણ પૂરતી માત્રામાં પ્રાપ્ત થઈ રહી નથી. એવામાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં નકલી રેમડેસિવિરનો ડોઝ લેતાં પતિ અને પત્નીનાં મૃત્યુ થયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે નકલી રેમડેસિવિરથી પ્રથમ મોતનો બનાવ સામે આવ્યો છે. આરોપીનો ફોટો વાઈરલ થતાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. જે વ્યક્તિએ ઈન્જેક્શન ખરીદ્યું હતું તેણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. ઈન્દોરના વિજયનગર વિસ્તારમાં 11 ઓરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 6 પર રસુકાનની કાર્યવાહી કરવામાં આવી છે.

યુવકે ફોન કરીને ઘટનાની માહિતી આપી
નકલી રેમડેસિવિર કેસ અંગે એક યુવકે ફોન કરીને પોલીસને જણાવ્યું હતું કે એના દોસ્તનાં માતા-પિતાએ રેમડેસિવિરનો ડોઝ નંબર 246039A લીધો હતો. ત્યાર પછી ગણતરીના સમયમાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં. તેણે સમાચારપત્રમાં એક નકલી રેમડેસિવિર વેચતી ગેંગનો ફોટો જોયો હતો. આ આરોપીઓ પાસેથી જ તેણે રેમડેસિવિરનાં ઈન્જેક્શન ખરીદ્યાં હતાં. અત્યારે તો પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને તેમણે મૃતક દંપતીનું નામ જાહેર કર્યું નથી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ આરોપીઓ વિશે પૂછપરછ કરી રહ્યા છે, જેના આધારે પોલીસ તપાસ આગળ વધારશે. આ તપાસમાં પોલીસ ઈન્દોરના વિવિધ વિસ્તારોમાં ક્યાં ક્યાં ઇન્જેક્શન મોકલવામાં આવ્યાં છે અને કઈ હોસ્પિટલમાં એ ગયાં છે એની માહિતી મેળવી રહ્યા છે.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રોમાં પણ આ અંગે તપાસ હાથ ધરીને અમે જરૂરી માહિતી મેળવી રહ્યા છીએ. જો કોઈપણ બીજા દર્દીનું પણ આ રેમડેસિવિરથી મૃત્યુ થયું હશે, તો આરોપીઓ પર 304A અંતર્ગત ગુનો નોંધવામાં આવશે.

નકલી ઈન્જેક્શન વેચનારના ઘર પણ તોડી પડાશે
રવિવારે IGએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે નકલી ઈન્જેક્શન વેચનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની સંપત્તિનું આંકલન પણ કરવામાં આવશે. આરોપીઓનાં ઘરોને પણ તોડી નાખવામાં આવશે. જિલ્લા પ્રશાસન દ્વારા સતત ગુનામાં સંડોવાતા ઓરોપીઓ પર NSA (National security act) અંતર્ગત વધુ કડક કાર્યવાહી પણ હાથ ધરાશે.

ઈન્દોરમાં અત્યારસુધી રેમડેસિવિર વેચતા આટલા ઓરોપીઓ પકડાયા

  • વિજયનગરના સૂરજે 11 નકલી ઈન્જેકશનના આરોપીઓને ઈન્દોર લાવીને પકડ્યા હતા. જેમાંથી 6 પર NSA (National security act) લગાવવામાં આવ્યો છે.
  • STFએ નકલી રેમડેસિવિર ઈન્જેક્શનને વિજયનગરમાં આવેલા રાજ મેડિકલના અનુરાગ પાસેથી ખરીદ્યા હતા. આ ત્રણેય આરોપી પાસેથી 12 ઈન્જેક્શન જપ્ત કરાયાં હતાં.
  • પીથમપુરમાં આવેલી ફાર્મા કંપની ઈપોકના માલિક ડૉકટર વિનય શંકર પાસેથી 20 લાખ રૂપિયાનાં 400 ઈન્જેક્શન જપ્ત કરાયાં હતાં. તે હિમાચલથી ગેરકાયદે ઈન્જેકશન બનાવીને અહીં વેચવા માટે આવ્યો હતો.
  • સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક પરિવારે નર્સ પર નકલી ઈન્જેક્શન વેચવાનો આક્ષેપ મૂક્યો હતો. આ કેસનો વીડિયો વાઈરલ થયો હતો, પરંતુ આ અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ નથી.
  • રાજેન્દ્રનગર પોલીસે નિલેશ નામની વ્યક્તિને ઈન્જેક્શનનાં કાળાં બજાર કરતાં પકડ્યો હતો. તેણે એક પરિવાર પાસેથી 22 હજાર રૂપિયા ઈન્જેક્શન માટે માગ્યા હતા.
  • રાજેન્દ્રનગરની પોલીસે બારોડ હોસ્પિટલની નર્સ, ડોકટર અને MDની ધરપકડ કરી હતી. નર્સે એક ઈન્જેક્શન 35 હજારમાં વેચ્યું હતું.
  • કનાડિયા વિસ્તારમાં નકલી રેમડેસિવિરનાં 2 ઈન્જેક્શન સાથે લેબ-ટેક્નિશિયનને ઝડપ્યો હતો, તે આને 52 હજારમાં વેચતો હતો.
અન્ય સમાચારો પણ છે...