તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Police In The Neighboring State Of Mizoram Lodged An Official Complaint Against Himant Biswa Sarma; Assassination And Conspiracy Clauses Apply

આસામના CM વિરુદ્ધ FIR:મિઝોરમની પોલીસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા સામે જ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો; ષડયંત્રની કલમો પણ લગાવી

2 મહિનો પહેલા

પૂર્વોત્તર રાજ્યો વચ્ચે ચાલી રહેલા સીમાવિવાદ વચ્ચે મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા વિરુદ્ધ FIR નોંધી છે. એના સિવાય આસામના 4 સિનિયર પોલીસ અધિકારી અને 2 એડમિન ઓફિશિયલ્સ સહિત 200 અજ્ઞાત પોલીસકર્મી વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.

મિઝોરમના પોલીસ હેડ ક્વોટર જોન નેહલિયાએ શનિવારે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું હતું કે તે દરેક પર હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર સહિત અન્ય આરોપો પ્રમાણે કેસ કરવામાં આવ્યો છે. કોલાસિબ જિલ્લાના વેરેંગટે પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે FIR નોંધાઈ છે.

IG, DIG પર પણ FIR
નેહાલિયાએ જણાવ્યું હતું કે જે પોલીસકર્મીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમાં આસામ પોલીસ IG અનુરાગ અગ્રવાલ, DIG દેવજ્યોતિ મુખર્જી, SP ચંદ્રકાંત નિમ્બાલકર અને ઢોલઈ પોલીસ સ્ટેશનના પ્રભારી સાહેબ ઉદ્દીનનો સમાવેશ થાય છે. આ જ આરોપમાં કછારના ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લી અને કછાર ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર શનિદેવ ચૌધરી સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
સોમવારે હિંસા ફાટી નીકળી હતી
બંને રાજ્યોમાં દાયકાઓથી સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. આ અઠવાડિયે ફાટી નીકળેલા વિવાદે નવો આકાર લીધો છે. સોમવારે આ રાજ્યોના સરહદી વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં આસામના છ પોલીસકર્મી માર્યા ગયા હતા અને અન્ય અનેક ઘાયલ થયા હતા. બંને પક્ષોએ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

ગૃહમંત્રીએ ત્રણ દિવસ પહેલાં પ્રવાસ પણ કર્યો હતો
અતિક્રમણ દૂર કરવા અંગે બંને રાજ્યોની પોલીસ અને નાગરિકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને બંને બાજુથી લાકડીઓ અને પથ્થરોથી હુમલો શરૂ થયો હતો. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં આસામની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતના 2 દિવસ પછી આ હિંસા સામે આવી છે.

49 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે

  • મિઝોરમ 1972માં કેન્દ્રશાસિત પ્રદેશ અને 1987માં એક રાજ્યના સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી જ મિઝોરમનો આસામ સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે.
  • આસામના બરાક ઘાટીના જિલ્લા કછાર, કરીમગંજ અને હેલાકાંડીએ અને મિઝોરમના ત્રણ જિલ્લા આઇજોલ, કોલાસિબ અને મામિત વચ્ચે164 કિલોમીટર લાંબી બોર્ડર છે.
  • પહેલાં આસામના કછાર જિલ્લામાં જે વિસ્તારને લુશાઇ હિલ્સના નામથી ઓળખવામાં આવતો હતો, એને જ મિઝોરમનો દર્જો આપવામાં આવ્યો છે.
  • લુશાઈ હિલ્સ અને મણિપુરનું સીમાંકન 1933ના જાહેરનામા દ્વારા કરવામાં આવ્યું હતું.
  • મિઝોરમનું એવું માનવું છે કે આ સીમાંકન 1875ના અધિસૂચન પર આધારિત હોવું જોઇએ.
  • મિજો નેતાઓનું કહેવું છે કે 1933માં મિજો સમાજની સલાહ નથી લેવામાં આવી, તેથી ત્યાંના લોકો આ અધિસૂચના વિરુદ્ધ છે.
  • બીજી તરફ આસામ સરકાર 1933ની અધિસૂચનાનું પાલન કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...