તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Police In Pulwama Foiled A Major Conspiracy, Speeding Up Explosives From A Vehicle Jammu Kashmir

કાશ્મીરમાં આતંકી કાવતરું નિષ્ફળ:પુલવામા જેવા મોટા હુમલાની ફિરાકમાં હતા આતંકીઓ, સેનાએ 20 કિલો એક્સપ્લોસિવ ભરેલી કાર શોધીને ઉડાવી દીધી

શ્રીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામા જેવા હુમલાને નિષ્ફળ કર્યો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) ઝડપી લીધી છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી છે.

સફેદ રંગની સેન્ટ્રો કાર, હિજબુલ મુઝાહિદ્દીનનો આતંકી ચલાવી રહ્યો હતો
સફેદ રંગની સેન્ટ્રો કાર, હિજબુલ મુઝાહિદ્દીનનો આતંકી ચલાવી રહ્યો હતો

સૂત્રોના આધારે ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, પુલવામામાં પોલીસને મોડી રાતે માહિતી મળી કે, અમુક આતંકીઓ એક વિસ્ફોટક ભરેલી કાર લઈ જઈ રહ્યા છે. તેના દ્વારા અમુક લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. તેથી સેનાએ અમુક રુટ્સ તુરંત સીલ કરી દીધા હતા. આ દરમિયાન જ એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. તેને રોકતા અમુક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી ગયો. સેનાએ આ ગાડી કબજે કરી લીધી હતી.

રાજપુરા રોડ પર શાદીપુરા પાસે આ ઘટના બની
રાજપુરા રોડ પર શાદીપુરા પાસે આ ઘટના બની
બ્લૂ રંગના ડ્રમમાં વિસ્ફોટક મળ્યા
બ્લૂ રંગના ડ્રમમાં વિસ્ફોટક મળ્યા

પાછળની સીટ પર ડ્રમ પડ્યા હતા

સુરક્ષાદળોએ કારની પાસે જઈને જોયું તો પાછળની સીટ પર વિસ્ફોટક ભરેલા લીલા રંગના ડ્રમ પડ્યા હતા. સુરક્ષાબળોએ સમગ્ર રાત કારની વોચ રાખી. પછીથી આસપાસના ઘરોને ખાલી કરવી દીધા. બાદમાં વાહનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓનું કોઈ મોટું કાવતરું હતું. કાર પર સ્કૂટરની નંબર પ્લેટ લાગડવામાં આવી હતી, તેનું રજિસ્ટ્રેશન કઠુઆ જિલ્લાનું મળ્યું છે.

CRPFએ ટીમને શૂભેચ્છા પાઠવી

અન્ય સમાચારો પણ છે...