• Gujarati News
  • National
  • Police Claim Woman Stayed Underground For 2 Days; On The Third Day, She Slept On The Road By Herself

'સ્ક્રિપ્ટેડ ગેંગરેપ'ની 3 દિવસની કહાની:પોલીસનો દાવો- 2 દિવસ સુધી અન્ડરગ્રાઉન્ડ રહી મહિલા; ત્રીજા દિવસે જાતે જ રસ્તા પર સૂઈ ગઈ હતી

એક મહિનો પહેલા

ગાઝિયાબાદમાં 18 ઓક્ટોબરે સવારે સાડાત્રણ વાગ્યે રસ્તા પર એક મહિલા બોરીમાં બાંધેલી હાલતમાં મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે 5 લોકોએ બળાત્કાર કર્યો. પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખ્યો અને પછી હાથ-પગ બાંધીને બોરીમાં ફેંકી દીધો. આ આરોપો એટલા સનસનાટીભર્યા હતા કે દિલ્હીથી લખનઉ સુધી ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ કાંડને દિલ્હીના નિર્ભયા કેસ સાથે સરખાવવામાં આવી રહ્યું છે.

ચારેબાજુ UP પોલીસે 2 દિવસમાં આ કેસની તપાસ કરવાનો દાવો કર્યો છે. પોલીસે આ કેસનો ખુલાસો કર્યો છે, ઘટના પણ ચોંકાવનારી છે. પોલીસનું કહેવું છે કે મહિલા 53 લાખ રૂપિયાની સંપત્તિનો કબજો મેળવવા માગતી હતી, તેથી જેલમાં મોકલવાના ઈરાદાથી તેણે બીજા પક્ષ પર ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. મહિલાના મિત્ર આઝાદ સહિત ગૌરવ શર્મા અને અફઝલની પોલીસે ધરપકડ કરી છે. બીજી તરફ પીડિતાના ભાઈએ પોલીસના આ ખુલાસાને ખોટો ગણાવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાને ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ બનાવવામાં આવી હતી. મહિલાના મિત્ર આઝાદે પોતે પૂછપરછ દરમિયાન આ વાતનો ખુલાસો કરવાનો દાવો કરવામાં આવ્યો છે. તમે પણ વાંચો...

ધરપકડ કરાયેલા ત્રણ આરોપી આઝાદ, અફઝલ અને ગૌરવ.
ધરપકડ કરાયેલા ત્રણ આરોપી આઝાદ, અફઝલ અને ગૌરવ.

ઓટોથી સીધા તેના ફ્લેટ પર ગઈ હતી મહિલા
પોલીસના જણાવ્યા અનુસાર, આઝાદે પૂછપરછમાં જણાવ્યું કે '16 ઓક્ટોબરની રાત્રે મહિલા નર્સનું અપહરણ કરવામાં આવ્યું નહોતું. તે ભાઈની બર્થ ડે પાર્ટી બાદ ગાઝિયાબાદના નંદગ્રામથી ઓટો લઈને સીધી દિલ્હી સ્થિત જનતા ફ્લેટમાં તેના ઘરે ગઈ હતી. તેણે બાળકો તેની બહેનના ઘરે રાખ્યાં હતાં. બહેનને પણ આ બાબતે કંઈ જાણ ન હતી. 16,17 અને 18 ઓક્ટોબરે મહિલા તેના ઘરે અંદર બંધ રહી, જેથી કોઈને જાણ ન થાય. 18 ઓક્ટોબરે સવારે ત્રણ વાગ્યે આઝાદ, ગૌરવ અને અફઝલ મહિલાને તેના ઘરેથી લઈ ગયા. તેઓ તેને લાલ રંગની કારમાં લઈ આવ્યા અને સ્ક્રિપ્ટ મુજબ, નંદગ્રામ વિસ્તારમાં રોડના કિનારે બોરીમાં નાખીને ભાગી ગયા.'

આઝાદે કહ્યું- રસ્તા પર તેના પ્રાઇવેટ પાર્ટમાં કોઈ સળિયો નહોતો
પોલીસ અનુસાર, આઝાદે એ પણ જણાવ્યું કે જ્યારે પોલીસ નંદગ્રામ વિસ્તારમાંથી મહિલાને ઉપાડી અને હોસ્પિટલ લઈ ગઈ ત્યારે પ્રાઈવેટ પાર્ટમાં કોઈ સળિયો નહોતો, કારણ કે આ સ્ક્રિપ્ટનો ભાગ નહોતો. બાદમાં મહિલાએ જાતે વિચાર્યું હશે. આઝાદને પોતે ખાતરી છે કે ગાઝિયાબાદની સરકારી હોસ્પિટલમાંથી GTB હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહી હતી ત્યારે મહિલાએ આવું કર્યું હશે. લોખંડની તીક્ષ્ણ વસ્તુ મળી છે, પોલીસે તેને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપી છે.

આ એ જ જગ્યા છે જ્યાંથી મહિલાએ પોતાનું અપહરણ થયું હોવાની વાત કરી હતી.
આ એ જ જગ્યા છે જ્યાંથી મહિલાએ પોતાનું અપહરણ થયું હોવાની વાત કરી હતી.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવા માટે 5 હજાર આપ્યા
ગાઝિયાબાદ પોલીસે આ પણ દાવો કર્યો છે કે આઝાદે ઘટનાસ્થળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા માટે 5 હજાર રૂપિયા આપ્યા હતા. એ દિવસે ઘટનાસ્થળથી થોડે દૂર એક વ્યક્તિ ઊભી હતી. જ્યારે આઝાદે મહિલાને રસ્તામાં આવી હાલતમાં જોતાં બૂમાબૂમ કરવા લાગ્યો ત્યારે આ વ્યક્તિ અને અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આઝાદે આ વ્યક્તિના મોબાઈલથી મહિલાની વીડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં ગેંગરેપ બતાવી વાઇરલ કરવા માટે કહ્યું હતું. આ કામ માટે તેણે આ વ્યક્તિને 5 હજાર રૂપિયા ઓનલાઈન આપ્યા હતા. પોલીસનો દાવો છે કે આના પુરાવાઓ મળી ચૂક્યા છે.

મહિલાએ કેમ કર્યું આવું, હવે વાંચો (પોલીસના દાવા પ્રમાણે)
પાવર ઓફ એટર્ની મહિલા પાસે, કબજો મેળવવા માટે આ કામ કર્યું
​​​​​​​
40 વર્ષીય આઝાદ દિલ્હીમાં વેલકમ વિસ્તારના કબીરનગરનો રહેવાસી છે. આઝાદે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ મહિલા નર્સના સંપર્કમાં છે. તેના બે મિત્રો છે. દિલ્હીના શાહદરા વિસ્તારમાં જે મકાન પર વિવાદ ચાલે છે એ ઘર આઝાદે સૌપ્રથમ સમીના નામની મહિલા પાસેથી ખરીદ્યું હતું.

ત્યાર બાદ આઝાદે તેનો પાવર ઓફ એટર્ની દીપક જોશીને આપ્યો અને દીપક જોશીએ ફેબ્રુઆરી-2022માં આ એટર્ની મહિલા નર્સના નામે કર્યો. નર્સનું કહેવું છે કે તેના નામ પર રજિસ્ટર છે, પરંતુ બીજો પક્ષ કબજો મેળવવાની મંજૂરી નથી આપતો. દિલ્હીની કર્કડુમા કોર્ટમાં આને લઈ કેસ દાખલ કરાયો છે, જેને પર ચુકાદો આવવાનો બાકી છે.

મેરઠ રેન્જના IG પ્રવીણ કુમારે પ્રેસ-કોન્ફરન્સ દ્વારા આ ખુલાસાની જાણકારી આપી.
મેરઠ રેન્જના IG પ્રવીણ કુમારે પ્રેસ-કોન્ફરન્સ દ્વારા આ ખુલાસાની જાણકારી આપી.

મહિલાએ પહેલાં પણ અનેક આરોપો લગાવ્યા
​​​​​​​
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા નર્સે આ ઘર પર કબજો કરવા માટે બીજા પક્ષ પર અનેક આરોપો અને આક્ષેપો કર્યા, પરંતુ તમામ નિષ્ફળ રહ્યા હતા. છેવટે મહિલાના મિત્ર આઝાદે આ રમતમાં ટ્રમ્પ કાર્ડ ફેંકી દીધું. નક્કી કરવામાં આવ્યું હતું કે જો નર્સ મહિલા બીજા પક્ષ સામે ગેંગ રેપની FIR કરશે તો તેઓ જેલમાં જશે. આ પછી મહિલા અને આઝાદને ઘર પર કબજો કરતા કોઈ રોકી શકશે નહીં. આઝાદે સ્ક્રિપ્ટ લખી હતી, પરંતુ આ સમગ્ર વાર્તા સામે આવી ગઈ છે.

પોલીસે GTB હોસ્પિટલની તપાસ કરી
દિલ્હીના GTB હોસ્પિટલના પ્રવક્તા રજત જામ્બાએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે પીડિતા સાથે યૌન શોષણ થયું હતું. તેને બાહ્ય ઈજાઓ છે. આંતરિક ઈજાઓ વિશે જાણી શકાયું નથી. પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે પ્રાઇવેટ પાર્ટમાંથી કોઈ વસ્તુ મળી આવી છે, જેને પોલીસને સોંપવામાં આવી છે.

ઈજાઓની વાસ્તવિકતા જાણવા માટે ગાઝિયાબાદ પોલીસ SP ક્રાઈમ દીક્ષા શર્મા પોતે GTB હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ સર્વિસમાં જોડાતાં પહેલાં તેઓ પોતે MBBS ડૉક્ટર હતા. એસપી દીક્ષા શર્માએ હોસ્પિટલના તમામ નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી.

પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી ઘટનામાં વપરાયેલી કાર કબજે કરી લીધી છે.
પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી ઘટનામાં વપરાયેલી કાર કબજે કરી લીધી છે.

IG એ કહ્યું- મહિલા પર પણ કાર્યવાહી કરાશે
​​​​​​​
મેરઠ રેન્જના IG પ્રવીણ કુમારે કહ્યું હતું કે 'મુખ્ય આરોપી આઝાદ છે. તેણે જ સામૂહિક બળાત્કારનું કાવતરું ઘડ્યું હતું. આ ષડયંત્રમાં તેના બે સહયોગી હતા, જેમનાં નામ ગૌરવ અને અફઝલ છે. ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે અલગથી કેસ નોંધવામાં આવ્યો છે. GTB હોસ્પિટલમાં દાખલ 164નાં નિવેદનો કોર્ટમાં નોંધવામાં આવશે. બનાવટી કહાણી રચનાર મહિલા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.'

મહિલાના ભાઈએ આ ખુલાસાને ખોટો ગણાવ્યો
​​​​​​​
પોલીસના ખુલાસા પર 'ભાસ્કર' એ મહિલાના ભાઈ સાથે વાત કરી. તેમણે કહ્યું હતું કે પોલીસનો ખુલાસો સંપૂર્ણપણે ખોટો છે. તેણે આરોપ લગાવ્યો હતો કે આરોપી પક્ષના લોકોએ પોલીસને પૈસા આપ્યા હતા, ત્યાર બાદ આ ખુલાસો બીજી તરફ વાળવામાં આવ્યો હતો. મહિલાના ભાઈનું કહેવું છે કે આઝાદ તેની બહેનનો મિત્ર નથી. તે આઝાદને માત્ર પ્રોપર્ટીની ખરીદી અને વેચાણના કારણે જ ઓળખે છે. મહિલાના ભાઈનું કહેવું છે કે આ કેસમાં સત્ય બહાર આવવું જોઈએ, જે હજુ આવવાનું બાકી છે.

અન્ય સમાચારો પણ છે...