તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાણા:ગૌતસ્કરી કરીને ભાગતી ટ્રકનું ટાયર ફાટ્યું, પોલીસે પીછો કરી 15 ગાયોને બચાવી

23 દિવસ પહેલા

આ વીડિયો હરિયાણાનો છે. અહીં રોહતકમાં પોલીસે ટ્રકનો પીછો કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, ગૌતસ્કર ટ્રકમાં ગાયો લઈને જઈ રહ્યા છે. એ પછી પોલીસ અને ગૌરક્ષોએ ટ્રકનો પીછો કર્યો હતો. નેશનલ હાઇવે પર પીછો કરતી વખતે ટ્રકનું ટાયર ફાટીને નીકળી ગયું, છતાં ડ્રાઇવર ટ્રક ચલાવતો રહ્યો હતો. થોડાંક કિલોમીટર આ ફિલ્મી દૃશ્યો જોવા મળ્યા બાદ ડ્રાઇવર ટ્રક સાઇડમાં ઊભી રાખીને ભાગી ગયો હતો. આ દરમિયાન ગૌરક્ષકોએ ટ્રક ડ્રાઇવરને પકડી પોલીસને સોંપ્યો હતો. મહત્ત્વનું છે કે, પોલીસે 15 ગાયને છોડાવીને ગૌશાળામાં મોકલી દીધી છે. જેમાંથી બે ગાયના મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...