કોરોના વેક્સિનના 12 ડોઝ લેવાનો દાવો કરનાર 84 વર્ષના વૃદ્ધ બ્રહ્મદેવ મંડલના ઘરે પોલીસે સોમવારે દરોડા પાડ્યા છે, પરંતુ તેઓ ઘરે મળ્યા ન હતા. પરિવારના લોકોનો આરોપ છે કે પોલીસવાળા દરવાજો તોડીને ઘરમાં પરાણે ઘુસી ગયા હતા.
બ્રહ્મદેવ મંડલના પત્ની નિર્મલા દેવીએ જણાવ્યું કે પોલીસના ડરથી મારા પતિ અને અમે બધાં પરેશાન છીએ. તેઓએ જણાવ્યું કે કોરોનાની વેક્સિન લીધા પછી પતિના સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો જોવા મળ્યો તે કારણે તેઓ વેક્સિન લગાડવા માટે ગયા. પત્નીએ કહ્યું કે પોતાના સ્વાસ્થ્ય માટે વિચારવું પણ શું ગુનો છે. તેઓ કોઈ ગુનેગાર નથી તેમ છતાં પણ તેમની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.
પાડસોઓનું કહેવું છે કે જે રીતે પોલીસ રાત્રે દરોડા પાડ્યા તે કોઈ પણ રીતે યોગ્ય નથી. તેઓ કોઈ ગુનેગાર નથી. એસપી રાજેશ કુમારે જણાવ્યું કે બ્રહ્મદેવ વિરૂદ્ધ છેતરપિંડી, સંપત્તિ નષ્ટ કરવા અને સરકારી આદેશોની અવગણના કરવી જેવા કેસ નોંધાયા છે.
વૃદ્ધે કહ્યું- ભૂલ સ્વાસ્થ્ય વિભાગની છે
કેસ દાખલ થયા પછી બ્રહ્મદેવ મંડલે કહ્યું, 'વેક્સિનેશનથી મને ફાયદો થયો છે. તેથી વારંવાર વેક્સિન લીધી છે. જેમાં સ્વાસ્થ્ય વિભાગની બેદરકારી છે, જેઓએ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર મને 12 વખત વેક્સિન આપી. પોતાની બેદરકારીને છુપાવવા માટે જ મારા વિરૂદ્ધ FIR કરવામાં આવી છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.