તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Police Arrested The Father Within An Hour, Saying The Terrorists Had Infiltrated The Hotel Taj

14 વર્ષના બાળકે ફોન કર્યો:હોટેલ તાજમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હોવાની વાત કહી, પોલીસે એક કલાકમાં પિતા અને બાળકની ધરપકડ કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

મુંબઈમાં શનિવારે હોટલ તાજ (કુલાબા)ના રિસેપ્શન પર એક અજાણી વ્યક્તિએ ફોન કરી કહ્યું હતું કે તાજના પાછળના ગેટ પર સુરક્ષા વધારવામાં આવે, કારણ કે ત્યાંથી માસ્ક પહેરેલા બે વ્યક્તિ ગન લઈ અંદર આવનારા છે. આ ફોન બાદ સિક્યોરિટી એલર્ટ કરવામાં આવી હતી. તમામ એન્ટ્રી અને એક્ઝિટ ગેટની સુરક્ષા કડક કરી સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા મુંબઈ સાઈબર સેલ અને ક્રાઈમ બ્રાંચની ટીમે આ અંગે તપાસ શરૂ કરી હતી અને થોડી વારમાં જ જાણ થઈ હતી કે આ એક ફેક કોલ હતો અને એક 14 વર્ષના છોકરાએ આ હરકત કરી હતી. આ છોકરો મહારાષ્ટ્રના કરાડનો રહેવાસી છે, અત્યારે તેની તથા તેના પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ ઘટના બપોરે 3.30 વાગ્યા આસપાસ બની હતી અને પોલીસે ફક્ત એક કલાકમાં જ આ ઘટનાને ક્રેક કરી બે વ્યક્તિની ધરપકડ કરી હતી. છોકરાના પિતાએ જણાવ્યું હતું કે તેમના દિકરાની આ હરકત અંગે કોઈ જાણકારી આપી ન હતી. સગીર દ્વારા આમ શા માટે કરવામાં આવ્યું તે અંગે જાણી શકાયું નથી.

અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી
આવી જ અન્ય એક ઘટના ગયા વર્ષે જૂન મહિનામાં સામે આવી હતી. એક વ્યક્તિએ પોતાને લશ્કર-એ-તોઈબાનો આતંકવાદી હોવાનું કહી હોટેલમાં બે વખત ફોન કર્યો હતો અને હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ હોટેલની બહાર સુરક્ષા દળોને ગોઠવી દેવામાં આવ્યા હતા અને તમામ એન્ટ્રી પોઈન્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ફક્ત હેલ્થ વર્કર્સ માટે ખુલી છે હોટેલ
અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર,2008માં અનેક આતંકવાદીઓએ તાજ હોટેલ સહિત મુંબઈમાં વિવિધ સ્થળો પર હુમલા કર્યાં હતા. પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદીઓના હુમલામાં અનેક ભારતીય નાગરિકો તથા વિદેશી પર્યટકોના મોત નિપજ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજ હોટેલ ફક્ત કોવિડ પેશન્ટની સેવા કરી રહેલા ડોક્ટર્સ માટે જ ખોલવામાં આવી છે. અહીંના કિચનમાં બની રહેલું ભોજન મુંબઈની અનેક હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યું છે.