• Gujarati News
  • National
  • Police Arrest Former CM At Home Just Before PDP Youth Convention, Citing Corona Protocol

મહેબૂબા મુફ્તી ઘરમાં નજરકેદ:PDPના યુવા સંમેલન પહેલા જ પોલીસે પૂર્વ CMને ઘરે નજરકેદ કર્યા, કોરોના પ્રોટોકોલનો હવાલો આપ્યો

જમ્મુ કાશ્મીર5 મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને શ્રીનગરના ગુપકાર રોડ ખાતેના તેમના ઘરે નજરકેદ કરવામાં આવ્યા છે.આ સાથે જ શ્રીનગર ખાતેના PDP (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના કાર્યાલયને પણ પોલીસે સીલ કરી દીધું છે અને પાર્ટીના કોઈપણ કાર્યકરોને અંદર જવા દેવામાં આવતા નથી.

12 ડિસેમ્બરે PDPનું યુવા સંમેલન યોજાવાનું છે, આ પહેલા જ જમ્મુ કાશ્મીર તંત્ર દ્વારા કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં લેતા સખ્ત પગલાં ભરવામાં આવ્યા છે.

યુવાનોને રોકવા માટે નવી રીત અપવાની રહી સરકાર
મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે આ ખાલી ખુરશીઓ જમ્મુ કાશ્મીરની સ્થિતિની તસવીર દર્શાવી રહી છે. કોરોનાનું બહાનું કરીને સરકાર અમારો અવાજ દબાવી રહી છે. યુવાનોને ઘરેથી બહાર નીકળવા અને રાજકારણમાં જતાં અટકાવવા માટે સરકાર આ નવી રીત અપનાવી રહી છે.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવકતા મોહિત ભાણે શ્રીનગરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના ઓર્ડરની કોપી ટ્વીટ કરી હતી. તંત્રએ કહ્યું કે કોરોના બાબતના પ્રતિબંધો ચાલુ છે. માટે PDP ગુપકાર રોડ પર યૂથ કોન્ફરન્સનો કાર્યક્રમ કરી શકશે નહીં. મંજૂરી વગર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવા દેવામાં આવશે નહીં.

ગુપકાર જતાં તમામ રસ્તા બંધ
PDPના પ્રવક્તા નાજમુ સાકિબે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે પીડીપીના નિર્ધારિત કાર્યક્રમ યુવા સંમેલન યોજવા દેવામાં ન આવે તે માટે ગુપકાર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પછી અમે નક્કી કર્યું કે અમે પાર્ટી કાર્યાલયમાં આ કાર્યક્રમનું આયોજન કરીશું, પરંતુ પ્રશાસને પાર્ટી કાર્યાલયને પણ સીલ કરી દીધું છે.

શ્રીનગરના અનેક વિસ્તારોમાં યૂથ કન્વેન્શનના બેનર લગાવવામાં આવ્યા છે.
શ્રીનગરના અનેક વિસ્તારોમાં યૂથ કન્વેન્શનના બેનર લગાવવામાં આવ્યા છે.

જાણકારી મુજબ, શ્રીનગરના પનથા ચોક પર અનેક વાહનોને રોકવામાં આવી રહ્યા છે. PDP દ્વારા છેલ્લા કેટલાક દિવસથી 12 ડિસેમ્બરના રોજ યુવા સંમેલનનું આયોજન કરવા માટેની તૈયારીઓ કરી રહી છે.

ઘાટીમાં રાજકીય પ્રવૃત્તિઓ શરૂ
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર કર્યાના લગભગ 2 વર્ષ બાદ કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે. છેલ્લા 1-2 મહિનાથી નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને PDP જેવી પાર્ટીઓ જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પાર્ટીનું સંમેલન​​​​​​​​​​​​​​ યોજવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...