26મી જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર પરેડ અંગે સસ્પેન્શ:ખેડૂત નેતાનો દાવો- દિલ્હી પોલીસે મંજૂરી આપી, પોલીસે કહ્યું- વાતચીત અંતિમ તબક્કામાં છે

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પંજાબના પટિયાલામાં ખેડૂતોએ ટેક્ટર પરેડની રિહર્સલ કરી હતી. - Divya Bhaskar
પંજાબના પટિયાલામાં ખેડૂતોએ ટેક્ટર પરેડની રિહર્સલ કરી હતી.

કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓએ દાવો કર્યો છે કે પોલીસે 26 માર્ચના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કાઢવા માટે મંજૂરી આપી છે. જોકે, પોલિસે કહ્યું છે કે વાતચીત અંતિમ તબક્કામાં છે. જ્યારે ખેડૂતો અમને રેલી માટેનો રુટ લેખિતમાં જણાવશે ત્યારે તે અંગે કોઈ નિર્ણય લેશું.

ખેડૂત નેતાનો દાવો- 3 સીમા પરથી પરેડ શરૂ કરશું
ખેડૂત આંદોલન સાથે જોડાયેલા સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે ખેડૂત 26 જાન્યુઆરીએ પરેડ કાઢશે. બેરિકેડ્સ હટાવાશે અને અમે દિલ્હીમાં એન્ટ્રી કરીશું. પોલીસ સાથેની વાતચીતમાં ટ્રેક્ટર પરેડનો રૂટ પર સહમતિ બની ગઈ છે. ફાઈનલ ડિટેઈલ ટૂંક સમયમાં તૈયાર કરાશે.બીજી બાજુ ખેડૂત નેતા અભિમન્યુ કોહરે કહ્યું છે કે ગાજીપુર, સિંઘુ અને ટીકરી બોર્ડર પરથી ટ્રેક્ટર પરેડ શરૂ થશે.

ગાજીપુર બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો.
ગાજીપુર બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો.

ટ્રેક્ટર પરેડની તૈયારીઓ તેજ
ખેડૂતો એક મહિનાથી ટ્રેક્ટર પરેડની તૈયારી કરી રહ્યા છે. પંજાબના ઘણા શહેરો અને ગામમાં તેની રિહર્સલ કરાઈ રહી છે. ઘણા ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હી રવાના થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...