તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Police And Intelligence Drug Syndicate Busted 2500 Crore Drug Seized Four Arrest Delhi Police

દિલ્હી:2500 કરોડનું 350 કિલો ડ્રગ્સ સાથે એક મોટું કૌભાંડ પકડાયું, 4 આરોપીની ધરપકડ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે પકડેલા આરોપીઓ. - Divya Bhaskar
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે પકડેલા આરોપીઓ.
  • ચારેય આરોપીઓમાંથી 3 હરિયાણામાંથી પકડાયા, 1ની દિલ્હીથી ધરપકડ કરાઈ

દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે 2500 કરોડનું 350 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. એટલું જ નહીં પોલીસે આ આરોપમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાંથી 3ની હરિયાણાથી અને એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ધરપકડ કરવામાં આવેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે અત્યાર સુધીનો ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો પકડ્યો છે. આ અત્યાર સુધીના સૌથી મોટો ડ્રગ્સ સિન્ડિકેટનો ખુલાસો છે. હેરોઈનની કિંમત અઢી હજાર કરોડ ગણાવવામાં આવી છે. આ કેસ નાર્કો ટેરરિઝમ સાથે જોડાયેલો છે. નાર્કો ટેરરિઝમના એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. આ સિન્ડિકેટ પાકિસ્તાન સાથે પણ જોડાયેલી હોવાની શંકા છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના સીપી નીરજ ઠાકુરે જણાવ્યું છે કે, આ ઓપરેશન મહિનાઓથી ચાલી રહ્યું છે. કુલ 354 કિલો હેરોઈન મળી આવ્યું છે. એક અફઘાનિસ્તાનના નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. હેરોઈનનો જથ્થો કન્ટેનર્સમાં છુપાવીનો દરિયાના રસ્તે મુંબઈથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના શિવપુરી પાસે ફેક્ટરીમાં આ ડ્રગ્સને વધારે સારી ક્વોલિટીનું બનાવવાનું હતું. પછી આ ડ્રગ્સ પંજાબ મોકલવાનું હતું. ફરીદાબાદમાં ડ્રગ્સ છુપાવવા માટે ભાડાનું મકાન લેવાનું હતું. જ્યાં આ ડ્રગ્સ છુપાવીને રાખવામાં આવ્યું હતું. જ્યાં આ ડ્રગ્સ છુપાવીને રાખવાનું હતું. અફઘાનિસ્તાનમાં બેઠેલો આરોપી લિન્ક ઓપરેટ કરતો હતો.

પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ પહેલાં પણ ડ્રગ્સ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બે લોકોની ધરપકડ ફરિદાબાદથી કરવામાં આવી હતી અને કાશ્મીરમાં રહેતા એક વ્યક્તિની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનથી પણ પૈસા આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, કાશ્મીરના અનંતનાગમાં રહેતો વ્યક્તિ ડ્રગ્સ માટે કેમિકલ પુરૂ પાડતો હતો જેનાથી હેરોઈનને પ્રોસેસ કરવામાં આવે છે. પંજાબના બંને આરોપીઓનું કામ પંજાબમાં આ ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું.

આ પહેલાં ગયા મહિને દિલ્હી પોલીસે હેરોઈનનો એક મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે અંદાજે 125 કિલો હેરોઈનના જથ્થા સાથે બે અફધાનીસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા બંને આરોપી પતિ-પત્ની હતા. પશ્ચિમી જિલ્લા પોલીસને સતત ડ્રગ્સની દાણચોરીની માહિતી મળતી હતી. ત્યારપછી પોલીસે કાર્યવાહી કરતાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...