ડોર્નિયરે PAK જહાજને ઊભી પૂંછડીયે ભગાડ્યું:PNS આલમગીરે ગુજરાત સાથે જોડાયેલી ભારતીય દરિયાઈ સીમામાં ગયા મહિને ઘૂસણખોરી કરેલી

ગાંધીનગર2 મહિનો પહેલા

પાકિસ્તાનના જંગી જહાજે ગયા મહિને ગુજરાતને અડીને આવેલા ભારતીય સમુદ્રી સીમામાં ઘૂસણખોરી કરી હતી. આ ઘૂસણખોરીને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ડોર્નિયર સર્વિલન્સ પ્લેને નિષ્ફળ બનાવી પરત ફરવા મજબૂર કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની નૌકાદળના જહાજ PNS આલમગીરએ ગુજરાત સાથે જોડાયેલી ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશ કર્યો હતો. આ સંજોગોમાં દરિયાઈ સીમાની સુરક્ષા માટે કાર્યરત ડોર્નિયર એરક્રાફ્ટે તેને ભારતીય સીમામાંથી નીકળી જવા માટે કડક ચેતવણી આપી હતી. ત્યારબાદ ઉડ્ડાન ભરીને ડોર્નિયરે તેને પરત ફરવા માટે મજબૂર કર્યું હતું.

ભારતીય સરહદમાં પાકિસ્તાની વૉરશિપ આલમગીરએ ઘૂસણખોરી કરી તેની ભારતીય ડોર્નિયર પ્લેનને ભાળ મળી ગઈ હતી. ડોર્નિયરે આલમગીરને પરત ફરવા માટે ચેતવણી આપી, જોકે તેણે આ ચેતવણીનો કોઈ જવાબ આપ્યો નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોર્નિયરે પાકિસ્તાનના જહાજનો ઈરાદો જાણવા માટે રેડિયો સંચાર સેટ પર કૉલ કર્યો, પણ પાકિસ્તાની જહાજના કેપ્ટને કોઈ જ જવાબ આપ્યો નહીં.

આ પાકિસ્તાની નૌકાદળના જહાજ PNS આલમગીરની ફાઈલ તસવીર છે. તેણે ગયા મહિને ભારતીય દરિયાઈ સરહદમાં ઘુસણખોરી કરી હતી (ફાઈલ તસવીર)
આ પાકિસ્તાની નૌકાદળના જહાજ PNS આલમગીરની ફાઈલ તસવીર છે. તેણે ગયા મહિને ભારતીય દરિયાઈ સરહદમાં ઘુસણખોરી કરી હતી (ફાઈલ તસવીર)

ડોર્નિયરે આક્રમક ઉડાન ભરી જહાજને ભગાડ્યું
જ્યારે પાકિસ્તાની જહાજનો ઈરાદો શંકાસ્પદ જણાયો તો ડોર્નિયરે તેની સામે બેથી ત્રણ વખત એગ્રેસિવ ફોર્મેશનમાં ઉડાન ભરી. જેને પગલે જહાજને ડોર્નિયર આક્રમક સ્વરૂપમાં હોવાનું માલુમ થઈ ગયું અને તે ભારતીય સીમા છોડી પરત જતુ રહ્યું. ત્યારબાદ ડોર્નિયરને દૂર જતા પાકિસ્તાનના જહાજ ઉપર નજર રાખી હતી.

ભારતીય કોસ્ટલ ગાર્ડ અને નૌસેના દરિયાઈ સરહદની દેખરેખ માટે ડોર્નિયર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે (ફાઈલ તસવીર)
ભારતીય કોસ્ટલ ગાર્ડ અને નૌસેના દરિયાઈ સરહદની દેખરેખ માટે ડોર્નિયર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે (ફાઈલ તસવીર)

કેટલાક દિવસ અગાઉ પોરબંદર પહોંચ્યા હતા કોસ્ટ ગાર્ડના DG
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ વી.એસ.પઠાનિયાએ કેટલાક દિવસ અગાઉ પોરબંદર ક્ષેત્રનો પ્રવાસ કર્યો હતો. તે સમયે તેમણે તટીય વિસ્તારની દેખરેખ માટે નવા કોસ્ટ ગાર્ડમાં ધ્રુવ હેલિકોપ્ટર્સને સામેલ કર્યાં હતા. એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર્સ સાથે કોસ્ટ ગાર્ડના અનેક જહાજ દિવસ-રાત દરિયાઈ સરહદની દેખરેખ કરે છે. તેનું કામ આવનારા જોખમો ઉપર નજર રાખવાનું છે.

અન્ય સમાચારો પણ છે...