તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mehul's Alleged Girlfriend Said Choksi's Kidnapping Theory Is Completely Wrong; He Was On The Verge Of Fleeing Cuba

ચોકસીકેસમાં નવો ઘટસ્ફોટ:મેહુલની કથિત ગર્લફ્રેન્ડે કહ્યું- તે વારંવાર મને ફોન-મેસજ કરતો, કિડનેપિંગ થિયરી સંપૂર્ણ ખોટી; તે ક્યુબા ભાગવાનો હતો

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • બાર્બરાએ કહ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સમાં હું મેહુલની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે, હું સ્પષ્ટ કરવા માગું છું કે હું તેની ગર્લફ્રેન્ડ ન હતી

પંજાબ નેશનલ બેન્ક કોભાંડના આરોપી મેહુલ ચોકસી વિશે નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ વખતે તેના ષડયંત્રનો ઘટસ્ફોટ તેની કથિત ગર્લફ્રેન્ડ બાર્બરા જેબરિકાએ કર્યો છે. બાર્બરાએ મેહુલની કિડનેપિંગની થિયરને ફગાવી છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે મેહુલનો ક્યુબા ચાલ્યા જવાના પ્લાનનો ખુલાસો કર્યો. તેણે કહ્યું હતું કે મેહુલે મને આગામી વખતે ક્યુબામાં મળવાનું કહ્યું હતું.

બાર્બરાએ વધુમાં કહ્યું હતું કે મેહુલે ક્યારેય ભાગવા જેવા શબ્દનો ઉપયોગ કર્યો નથી, જોકે તેણે મને બે વખત પૂછ્યું કે હું ક્યારેય ક્યુબા ગઈ છું. મને એ પણ જણાવવામાં આવ્યું કે આપણે આગામી વખતે ક્યુબામાં મળી શકીએ છીએ. આ કારણે મને લાગે છે કે ડોમિનિકા મેહુલની અંતિમ જગ્યા ન હતી. ક્યુબા મેહુલનું ફાઈનલ ડેસ્ટિનેશન જ રહેશે.

હું તેની ગર્લફ્રન્ડ નથીઃ બાર્બરા
તેણે કહ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સમાં હું મેહુલની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે. હું સ્પષ્ટ કરવા માગું છું કે હું તેની ગર્લફ્રેન્ડ ન હતી. આ સિવાય પણ મારો તેની સાથે કોઈ સંબંધ રહ્યો નથી. મારો પોતાનો બિઝનેસ છે. મને મારી જરૂરિયાતો માટે તેમના પૈસા કે સમર્થન, હોટલ બુકિંગ કે જ્વેલરીની જરૂર નથી.

ધરપકડ પછી ડોમિનિકાની જેલમાંથી મેહુલની આ તસવીર સામે આવી છે. સળિયા પાછળ કેદ ચોકસી સ્કાઇ કલરનું ટી-શર્ટમાં દેખાય છે.
ધરપકડ પછી ડોમિનિકાની જેલમાંથી મેહુલની આ તસવીર સામે આવી છે. સળિયા પાછળ કેદ ચોકસી સ્કાઇ કલરનું ટી-શર્ટમાં દેખાય છે.

મેહુલને પ્રથમ વખત ઓગસ્ટમાં મળી
બાર્બરાએ કહ્યું હતું, હું મેહુલને ગત ઓગસ્ટથી ઓળખું છું અને જોલી હાર્બરમાં તેને મળી હતી. મારી તેની સાથે પ્રથમ મુલાકાત એ સમયે થઈ, જ્યારે મેં એર બીએનબીમાં ઘર ભાડેથી લીધું. મેહુલ પહેલેથી આ જ વિસ્તારમાં રહેતો હતો. તેણે પોતાનો પરિચય રાજ તરીકે આપ્યો.

તેણે જણાવ્યું હતું કે ઓગસ્ટથી એપ્રિલની વચ્ચે તે હંમેશાં મને મેસેજ કર્યા કરતો હતો, જોકે મેં તેને એક કે બે વખત જ રિપ્લાય કર્યો. પછી આ વર્ષે એપ્રિલ-મેની વચ્ચે અમારી વાતચીત વધી. અમે એકસાથે બિઝનેસ કરવા માટે ચર્ચા કર્યા કરતાં હતાં. જ્યારે હું એપ્રિલ-મેમાં આઈસલેન્ડ પર હતી ત્યારે અમારી રોજ વાતચીત થવા લાગી હતી.

કિડનેપિંગના આરોપ પર કર્યો ઘટસ્ફોટ
બાર્બરાએ કહ્યું હતું કે કિંડનેપિંગના મામલામાં કોઈ મારો સંપર્ક કર્યો નથી. અપહરણનો કોઈ સવાલ જ થતો નથી. જે લોકો જોલી હાર્બર વિસ્તારને જાણે છે તેમને ખ્યાલ હશે કે આ સૌથી સુરક્ષિત અને પારિવારિક વિસ્તાર છે. ત્યાં કોઈનું અપહરણ કરવું અશકય છે.

હાથ પર ઈજાનાં નિશાન બતાવતો મેહુલ ચોકસી. તેના વકીલોએ દાવો કર્યો છે કે ચોકસી સાથે મારપીટ કરવામાં આવી છે.
હાથ પર ઈજાનાં નિશાન બતાવતો મેહુલ ચોકસી. તેના વકીલોએ દાવો કર્યો છે કે ચોકસી સાથે મારપીટ કરવામાં આવી છે.

મેહુલને ઓળખવો સરળ નથી
બાર્બરાએ કહ્યું હતું કે મેં મેહુલની જૂની તસવીરો પણ પછી જોઈ. હાલ તે પહેલાં કરતાં બિલકુલ અલગ દેખાય છે. મને લાગે છે કે તેણે વજન ઘણું ઉતાર્યું છે. મને નથી લાગતું કે કોઈ કેરિબિયનમાં રજાઓમાં ફરી રહ્યું હોય તો તે ભારતીય ન્યૂઝને વાંચે. આ કારણે ચોકસી વિશે માહિતી હોવાનો સવાલ જ થતો નથી. મને ગત સપ્તાહ સુધીમાં મેહુલના અસલી નામ અને પુષ્ઠભૂમિ વિશે માહિતી નથી. મને વિશ્વાસ છે કે એન્ટિગુઆમાં મોટા ભાગના લોકોને તેનો ખ્યાલ નહિ હોય.

ડોમનિકા પહોંચતાં પહેલાં એન્ટિગુઆમાં રહેતો હતો ચોકસી
મેહુલ ચોકસી એન્ટિગુઆની નાગરિકતા લઈને 2018થી અહીં જ રહી રહ્યો હતો, જોકે 23 મેના રોજ અચાનક તે ત્યાંથી ગુમ થઈ ગયો. એના 2 દિવસ પછી તે ડોમિનિકામાંથી પકડાયો હતો. એ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં હોસ્પિટલમાં મોકલી દીધો. તેણે જામીન અરજી કરી છે, પરંતુ તેની અંતિમ સુનાવણી ટળી રહી છે.

ભારત સમક્ષ એક નવી શરત મૂકી
ચોકસીએ તાજેતરમાં જ ભારત સમક્ષ એક નવી શરત મૂકી હતી. તેણે કહ્યું હતું કે ભારતીય અધિકારી ડોમિનિકા આવે અને તેની તપાસ સાથે સંકળાયેલા કોઈપણ સવાલ પૂછે. ચોકસીએ દાવો કર્યો કે તેણે ભારત માત્ર સારવાર માટે છોડ્યું હતું. તે કાયદાનું પાલન કરનાર નાગરિક છે. ચોકસીએ આ વાત ડોમિનિકા હાઈકોર્ટમાં મોકલેલા સોગંદનામામાં કહી હતી.