• Gujarati News
  • National
  • PM's Office Is Constantly In Touch With The Ministry Of External Affairs, Necessary Documents Are Being Prepared

17 તારીખથી ખૂલશે કરતારપુર કોરિડોર:ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી જાણકારી આપી; 17 તારીખે રજિસ્ટ્રેશન શરૂ થશે, પહેલા જૂથમાં 250 લોકો પાકિસ્તાન જશે

18 દિવસ પહેલા

પંજાબમાં ચૂંટણી માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વથી બે દિવસ પહેલાં કરતારપુર કોરિડોર ખોલવાની ઘોષણા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ટ્વીટ કરીને આ બાબતે જાણકારી આપી. ગુરુ નાનક દેવનું પ્રકાશ પર્વ 19 નવેમ્બરે છે. કરતારપુર જવા માટે 17 નવેમ્બરથી જ રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. પહેલા જૂથમાં 250 શ્રદ્ધાળુ પાકિસ્તાન જશે.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2020થી કરતારપુર કોરિડોર બંધ છે. પાછલા દિવસોમાં પાકિસ્તાનને કેટેગરી-Cમાં રાખીને કરતારપુર કોરિડોર ખોલવાના સંકેત આપ્યા હતા, જોકે ભારતે આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નહોતો. કોરોનાની અસર સમાપ્ત થયા બાદ CM ચરણજિત ચન્ની, શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રધાન બીબી જાગીર કોર અને અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે આને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પણ ડેરા બાબા નાનક ગયા અને કરતારપુર કોરિડોર ખોલવાની અરજી કરી.

છેલ્લા ત્રણ દિવસથી BJPનું પંજાબ સ્થિત એક મંડળ પ્રદેશ અધ્યક્ષ અશ્વિની શર્માની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ આ મુદ્દે મળ્યા હતા.

કોરોના નિયમોનું પાલન જરૂરી
આશરે 20 મહિના પછી કરતારપુર કોરિડોર ખોલવામાં આવ્યો છે. તો એના માટે કડક ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. કોરોના વેક્સિનના બે ડોઝ લગાવ્યા સિવાય RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પણ હોવો જોઈએ.

શીખો માટે મહત્ત્વપૂર્ણ કરતારપુર સાહિબ
કરતારપુર સાહિબ એક પવિત્ર યાત્રાધામ છે. આ શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવનું નિવાસસ્થાન છે અને અહીં જ તેમનું અવસાન થયું હતું. તેમણે તેમના જીવનનાં લગભગ 17-18 વર્ષ અહીં વિતાવ્યા હતા. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવેલું છે અને ભારતીય સરહદથી 3-4 કિમીના અંતરે આવેલું છે. વિભાજન સમયે આ જગ્યા પાકિસ્તાનમાં ગઈ હતી. ત્યારથી લોકો આ પવિત્ર સ્થળને ડેરા બાબા નાનકમાં લાગેલી દૂરબીનથી દર્શન કરતા હતા.

કરતારપુર કોરિડોર 2019માં શરૂ થયું હતું
કરતારપુર કોરિડોરનું ઉદઘાટન 9 નવેમ્બર 2019ના રોજ કરવામાં આવ્યું હતું. ભારતમાં પંજાબના ડેરા બાબા નાનકથી ઈન્ટરનેશનલ બોર્ડર સુધી કોરિડોર બનાવવામાં આવ્યો છે. એ જ સમયે પાકિસ્તાન સરહદથી નારોવાલ જિલ્લામાં સ્થિત ગુરુદ્વારા સુધી કોરિડોર બનાવવામાં આવ્યો છે. આને કરતારપુર સાહિબ કોરિડોર કહેવામાં આવે છે.

દર્શન માટે વિઝા વિના જઈ શકાય છે
કરતારપુર કોરિડોરના નિર્માણને કારણે શ્રદ્ધાળુઓ વિઝા વિના ગુરુદ્વારાનાં દર્શન કરવા જઈ શકશે. આ માટે માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આ કોરિડોરને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવાની દિશામાં એક પગલા તરીકે જોવામાં આવે છે. કોરિડોર ખૂલવાથી ભારત અને પાકિસ્તાન બંનેના પ્રવાસનને પણ ફાયદો થશે. આ કોરિડોરને કારણે પાકિસ્તાન અને ભારતના સરહદી વિસ્તારોના લોકોને રોજગારીની તકો પણ ઉપલબ્ધ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...