તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Will Virtually Review Amid Questions Raised Against Shriram Janmabhoomi Trust, CM Yogi Will Also Join

મોદીએ નિહાળ્યું અયોધ્યાનું વિકાસ મોડલ:PMએ 45 મિનિટનો રિવ્યૂ કર્યો, કહ્યું- અયોધ્યાના વિકાસનું મોડલ એવું હોય, જેનાથી યુવાનોમાં આધ્યાત્મિકતા અને સારા સંસ્કારોનું સિંચન થાય

અયોધ્યા3 મહિનો પહેલા
  • ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનું મિશન અયોધ્યા
  • આગામી ચૂંટણી પહેલાં અયોધ્યાને ચમકાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર

અયોધ્યાના વિકાસને લઈને બનાવવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટ્સ પર મળેલી વર્ચ્યુઅલ રિવ્યૂ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં યુપીના CM યોગી આદિત્યનાથ, બંને ડેપ્યુટી CM કેશવ મોર્ય અને દિનેશ શર્મા સહિત 13 લોકો સામેલ થયા હતા. વડાપ્રધાન મોદી દિલ્હીથી જ્યારે અન્ય મંત્રી અને અધિકારી CM યોગીના નિવાસસ્થાનેથી મીટિંગમાં જોડાયા હતા. આ મીટિંગથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને દૂર રાખવામાં આવ્યા હતા.

આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી. જેમાં PM મોદીએ અધિકારીઓને ડોક્યુમેન્ટ્સને લઈને કેટલાંક ફીડબેક આપ્યા. આ સાથે જ અધિકારીઓએ પણ PMને સુચન આપવાનો અનુરોધ કર્યો.

રિવ્યૂ બેઠકની મહત્વની વાતો-

  • રિવ્યૂ બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે અયોધ્યાનું વિકાસ મોડલ એવું હોવું જોઈએ, જેથી યુવાઓમાં આધ્યાત્મિકતાનું સર્જન થાય, તેઓ સંસ્કાર સાથે આધ્યાત્મક શિક્ષણ મેળવી શકે.
  • વડાપ્રધાને અયોધ્યા વિકાસ મોડલને સમયસર પૂર્ણ કરવા કહ્યું છે. તેમણે મોડલ તૈયાર કરવા માટે 6 મહિનાથી સખત મહેનત કરી રહલા અધિકારીઓને અભિનંદન આપ્યા હતા અને તેમનું મનોબળ પણ વધાર્યું હતું.
  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમની ભાવનાઓની અનુકૂળ અયોધ્યાના વિશ્વ સ્તરના વિકાસને સપયસર પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
  • અયોધ્યામાં શ્રીરામ એરપોર્ટના આ જ વર્ષના અંત સુધી સંચાલન, દર્શન માર્ગના કાર્યોને પણ જલ્દી પૂરા કરવાની વાત પણ કરી.

બેઠકમાં યોજનાઓને જમીન પર લાવવા બાબતની રણનીતિ પર ચર્ચા
બેઠકમાં બજેટ અનુસાર, યોજનાઓને જમીન પર લાવવાની અને ભવિષ્યમાં એને તૈયાર કરવાની રણનીતિ પર ચર્ચા થશે. આ માટે માત્ર રાજ્ય સરકારે જ એકલા 14 હજાર કરોડની યોજનાઓને તૈયાર કરી છે. કેન્દ્ર સરકારની પણ અનેક યોજનાઓ આ વિઝન ડોક્યુમેન્ટમાં સામેલ છે. ઘણી યોજનાઓ બંને સરકારો દ્વારા સંયુક્ત ભાગીદારી સાથે જોડાયેલી છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં અયોધ્યાને ચમકાવવાની છે કવાયત
ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે તે પહેલાં અયોધ્યાને ચમકાવવાની કવાયત ચાલી રહી છે. તે માટે અયોધ્યા વિકાસ પ્રાધિકરણ તરફથી માસ્ટર પ્લાન તૈયાર કરાયો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મળીને લગભગ 20 હજાર કરોડના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટની સમીક્ષા માટે PM મોદી વર્ચ્યુઅલ મીટિંગ બેઠક કરી. આ મીટિંગમાં પ્રમુખ સચિવ આવાસ વિકાસ અયોધ્યાના વિકાસ કાર્ય અંગે પ્રેઝ્ન્ટેશન આપ્યું.

2024માં મંદિર નિર્માણની સાથે દરરોજ એક લાખ પ્રવાસીઓ આવશે
આગામી 30 વર્ષમાં આયોધ્યામાં દરરોજ લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર વિચાર કરાશે. સર્વે રોપોર્ટમાં જાણવા મળ્યું છે કે 2024 સુધીમાં રામ મંદિર નિર્માણ પૂર્ણ થયા બાદ એક લાખ શ્રદ્ધાળુઓ -પ્રવાસીઓ અયોધ્યા આવશે.

શ્રદ્ધાળુઓના રહેવાની અને થોડા દિવસ માટે અયોધ્યામાં રોકવા માટે અયોધ્યા ધામને વિસ્તારથી આકાર આપવામાં આવશે. તેમાં 84 કોસની સરહદમાં પડતાં અયોધ્યાના તીર્થો, કુંડ વગેરેનો વિકાસ કરીને કરોડો રામ ભક્તોની આકાંક્ષાઓને અનુરૂપ અયોધ્યાનું નિર્માણ કરવામાં આવશે.

અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વિઝન ડોક્યુમેન્ટ હેઠળ એના વિકાસ માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વિઝન ડોક્યુમેન્ટ હેઠળ એના વિકાસ માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

વિઝન ડોક્યુમેન્ટમાં ત્રણ પ્રકારની યોજનાઓ સામેલ છે
મોદીની બેઠક માટે તૈયાર કરવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટમાં ટૂંકી, મધ્યમ અને લાંબા ગાળાની ત્રણ પ્રકારની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ મોટા પ્રોજેક્ટ્સ મધ્યમ અને લાંબા ગાળાના છે. એમાં પસંદ કરાયેલાં મંદિરો અને સંકુલનો જીર્ણોદ્ધાર, પસંદગીના હેરિટેજ સંકુલનું સંરક્ષણ અને ASIના સ્મારકોની સંભાળ રાખવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય પુરાતત્ત્વ સંકુલની પુન:સ્થાપના, મુખ્ય ક્ષેત્ર માર્ગ નેટવર્કનું રેટ્રોફિટિંગ, તમામ આધ્યાત્મિક ક્ષેત્રોના ડોક્યુમેન્ટેશન, વિશ્વકોશનું નિર્માણ, વૈદિક અધ્યયન, ઉપનિષદની રજૂઆત કરનાર વૈદિક યુનિવર્સિટીઓની સ્થાપના, ધાર્મિક અધ્યયન કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના અને પશ્ચિમી મનોરંજક જિલ્લાઓમાં મેળા મેદાનોના વિકાસને સામેલ કરવામાં આવ્યા છે.

વિઝન ડોક્યુમેન્ટમાં આ બાબતોને સામેલ કરવામાં આવી છે

  • ક્રૂઝ ટૂરિઝમ પ્રોજેક્ટ, રામાયણ આધ્યાત્મિક વન અને સરયૂ નદી આઇકોનિક બ્રિજ.
  • એમાં ક્રૂઝ ટૂરિઝમ પ્રોજેક્ટ, રામકી પૈડી પુનર્જીવન પ્રોજેક્ટ, રામાયણ આધ્યાત્મિક વનનો સમાવેશ થાય છે.
  • સરયૂ નદી આઇકોનિક બ્રિજ, આઇકોનિક સ્ટ્રક્ચરનો વિકાસ, ટૂરિસ્ટ સર્કિટનો વિકાસ, બ્રાંડિંગ અયોધ્યા સામેલ છે.
  • 84 કોસી પરિક્રમાની અંદર 208 હેરિટેજ સંકુલનું નવીનીકરણ, સરયૂ ઉત્તરકાંઠાનો વિકાસ.
  • અયોધ્યાનું બ્રાંડિંગ અભિયાન અને ડિજિટલ માર્કેટિંગ, સ્માર્ટ રોડ પર જાહેર ક્ષેત્રનો વિકાસ.
  • જળ સંસ્થાઓ આસપાસ મનોરંજન સ્થળનો વિકાસ સમાવેશ છે.

લઘુ અને ટૂંકા ગાળાની યોજનાઓ
ત્રીજા લક્ષ્યના મુખ્ય પ્રોજેક્ટ્સ લઘુ અને ટૂંકા ગાળાના છે. એમાં સિવિલ લાઇન પુનર્વિકાસ પ્રોજેકટ, મુખ્ય વિસ્તારનો વિકાસ, પાર્કો અને હરિયાળી નેટવર્ક વિકાસ, રામાયણ યુગના વૃક્ષારોપણ, ટીઓડી નોડ્સ અને કોરિડોરનો વિકાસ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ સુવિધાઓનો વિકાસ, સિંગલ બેડ રૂમ રેન્ટલ હાઉસિંગ-સર્વિસનો વિકાસ, એપાર્ટમેન્ટ સામેલ છે. મધ્યમ અને લાંબા ગાળાના પ્રોજેક્ટમાં 103 જળાશયો (કુંડો) નું પુનર્સ્થાપન, સ્વચ્છ ઔદ્યોગિક જિલ્લાઓનો વિકાસ, બુલેવાર્ડસનું નેટવર્ક, સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અયોધ્યાને ચૂંટણી પહેલાં ચમકવા માટે આશરે 20 હજાર કરોડના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આમાં મુખ્યત્વે આ યોજનાઓ સામેલ છે.
અયોધ્યાને ચૂંટણી પહેલાં ચમકવા માટે આશરે 20 હજાર કરોડના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આમાં મુખ્યત્વે આ યોજનાઓ સામેલ છે.

4 લાખ રોજગાર અને 8 લાખ અપ્રત્યક્ષ નોકરીઓ આપવાનો દાવો
સંપૂર્ણ અયોધ્યાને આધુનિક પર્યટન શહેર તરીકે વિકસાવવા અને વ્યાવસાયિક રોજગારનાં સંસાધનો પૂરાં પાડવા માટે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિઝન ડોક્યુમેન્ટને પાંચ હજાર નાગરિકો અને 500 પ્રવાસીના અભિપ્રાયથી તૈયાર કરવામાં આવ્યું છે. વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત 4 લાખ નોકરી અને 8 લાખ અપ્રત્યક્ષ નોકરી આપવાની તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે...