PM નરેન્દ્ર મોદી સોમવારે યોગી કેબિનેટની સાથે ડિનર કરીશું. જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હોટલ તાજના કેટરર્સને PM મોદી માટે ખાવાનું બનાવવાની જવાબદારી આપવામાં આવી છે. રાજકીય જાણકાર માને છે કે આ ડિનર 2024ની લોકસભા ચૂંટણીને લઈને ઘણી જ ખાસ છે.મોદી માટે ખાસ ગુજરાતી ડિશ બનાવવામાં ાવી રહી છે.
PM મોદી રાત્રે સામાન્ય ખાવાનું ખાય છે. રાતના ભોજનમાં તેઓ ગુજરાતી ખિચડી ઉપરાંત ભાખરી અને દાળ ખાવાનું પસંદ કરે છે. PM મોદી રાત્ર જમવામાં મસાલા વગરનું શાક ખાવાનું જ પસંદ કરે છે. જો કે CM યોગી તરફથી રાતના ખાવામાં PMને તેમનું પસંદગીનું ભોજન સહિત અન્ય શાકાહારી ભોજન પણ પીરસવામાં આવશે.
બે કલાક 15 મિનિટ મીટિંગ કરશે
નરેન્દ્ર મોદી બે કલાક 15 મિનિટ સુધી 5-કાલિદાસ આવાસમાં એક મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં CM યોગી સહિત તેમની આખી કેબિનેટ ઉપસ્થિત રહેશે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ શપથ ગ્રહણ સમારંભ પછી જ્યારે CM યોગી બંને ડેપ્યુટી CMની સાથે દિલ્હી ગયા હતા ત્યારે તમામ મંત્રીઓની સાથે મીટિંગ કરવાનો સમય નક્કી થયો હતો. માનવામાં આવે છે કે યોગી સરકાર-2.0 કેબિનેટમાં તાલમેલને લઈને અંદરોદર ખેંચતાણ જોવા મળે છે. તેને દૂર કરવા માટે પણ PM મોદીની આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે.
ટીમ યોગી સાથે પહેલી બેઠક કરશે મોદી
મોદી નવેમ્બર, 2021માં લખનઉની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ રાજભવનમાં જ રોકાયા હતા. CMએ PMને રાત્રિભોજનનું આમંત્રણ આપ્યું હતું, જેનો તેમને સ્વીકાર કર્યો હતો. યોગી સરકારનો પહેલા કાર્યકાળમાં 20 જૂન, 2017નાં રોજ PMએ CM નિવાસ સ્થાને ડિનર કર્યું હતું. જેમાં વિપક્ષના નેતાઓ, ધર્મગુરુઓ સહિત અન્ય ખાસ મહેમાનને પણ બોલાવવામાં આવ્યા હતા. વિપક્ષથી સપા સંરક્ષક મુલાયમસિંહ યાદવ ડિનરમાં પહોંચ્યા હતા .જો કે અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી આવ્યા ન હતા. તે ડિનર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રામનાથ કોવિંદની ઉમેદવારી માટે આયોજિત કરાયું હતું.
આ વખતનું ડિનર એટલા માટે અલગ છે કેમકે PM મોદીનો યોગી અને તેમના મંત્રીઓની સાથે સીધો સંવાદ હશે. આ દરમિયાન સુશાસન, યોજનાઓના અમલીકરણ અને જન અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મંત્ર પણ PM મંત્રીઓને આપશે.
ડિનરની સાથે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી
યોગી CM બન્યા બાદ UP કેન્દ્રીય યોજનાઓના અમલમાં સતત આગળ રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં પણ મોદીની યોગીના ખભ્ભા પર હાથ રાખીને ચર્ચા કરતી તસવીર ઘણી જ વાયરલ થઈ હતી. PMએ મંચ પરથી 'અબકી બાર યોગી સરકાર'નો નારો પણ આપ્યો હતો. બીજી ઈનિંગ શરૂ કર્યા બાદ CM યોગીના નિર્ણયોમાં પણ અલગ જ આત્મવિશ્વાસ જોવા મળ્યો. IAS અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી લઈને, પરફોર્મન્સ પર યોગ્ય ન ઉતરવા પર DGPને હટાવવાનો નિર્ણય તેના ઉદાહરણ છે. સૂત્રોનું કહેવું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં મોદીના સપનાંને પૂરાં કરવા માટે UPને મજબૂત કરવું જરૂરી છે. તેથી PM મોદી અત્યારથી જ સક્રિય થઈ ગયા છે.
શું છે PMનો લખનઉ પ્લાન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.