• Gujarati News
  • National
  • PM To Hand Over First World Class Railway Station To Country, Also Attend Tribal Convention

વર્લ્ડ ક્લાસ સ્ટેશનનું ઉદ્ઘાટન:PM બોલ્યાં- આજે ગૌરવપૂર્ણ ઈતિહાસ અને વૈભવશાળી ભવિષ્યનો સંગમ થયો, રાની કમલાપતિના નામથી ગોંડ રેલવે સાથે જોડાયું

મધ્યપ્રદેશ2 મહિનો પહેલા
  • દેશમાં 750 જેટલી એકલવ્ય મોડલ શાળાઓ ખોલવાનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભોપાલમાં 100 કરોડના ખર્ચે બનેલ રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન (હબીબગંજ)નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાણી કમલાપતિના નામના ઉમેરાને કારણે ગોંડ ગૌરવ ભારતીય રેલવે સાથે સંકળાયુ છે. આજનો દિવસ ગૌરવપૂર્ણ ઈતિહાસ અને દેશ માટે ઉજ્જવળ ભવિષ્યના સંગમનો દિવસ છે. ભારતીય રેલવેનું ભવિષ્ય કેટલું આધુનિક છે. કેટલું તેજસ્વી ભોપાલના આ ભવ્ય રેલ્વે સ્ટેશનની મુલાકાત લેનાર કોઈપણને તેનું પ્રતિબિંબ દેખાશે. ભોપાલનું આ ઐતિહાસિક રેલ્વે સ્ટેશન ન માત્ર નવસર્જન થયું છે, પરંતુ ગિન્નૌરગઢની રાણીના નામના ઉમેરા સાથે તેનું મહત્વ વધી ગયું છે.

તેમણે કહ્યું કે 6 વર્ષ પહેલા સુધી, જે કોઈ ભારતીય રેલવે સાથે જોડાતું હતું. તો, તે ભારતીય રેલવેને વધુ કોસતા જોવા મળતા હતા. સ્ટેશન પર ભીડ, ગંદકી. ખાવા-પીવામાં મુશ્કેલી. ટ્રેનમાં ગંદકી. સુરક્ષા અંગે પણ ચિંતાઓ હતી. લોકો બેગને સાંકળોથી બંધ કરી દેતા હતા. અકસ્માતનો ભય પણ હતો.

તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે રેલ્વે પ્રોજેક્ટ્સને ડ્રોઇંગ બોર્ડમાંથી જમીન પર ઉતરવામાં વર્ષો લાગતા હતા. જ્યારે મેં તાજેતરમાં સમીક્ષા કરી, ત્યારે એક પ્રોજેક્ટ 40 વર્ષથી કાગળ પર છે. હવે આ કામ મારે જાતે કરવું પડશે, અને હું કરીશ, હું તમને ખાતરી આપું છું. અમારું ધ્યાન VIP (વેરી ઈમ્પોર્ટન્ટ પર્સન) થી EPI (એવરી પર્સન ઈમ્પોર્ટન્ટ) સુધી છે. આ પહેલા લગભગ 15 મિનિટ સુધી વડાપ્રધાને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમને સ્ટેશન વિશે સંપૂર્ણ માહિતી આપી.

મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે આજનો દિવસ ભોપાલ, મધ્યપ્રદેશ અને સમગ્ર દેશ માટે ઘણો જ મહત્વનો છે. મોદીએ કહ્યું કે એક સમય એવો હતો કે લોકોએ રેલવેમાં સુધારા થવાની આશાઓ છોડી દીધી હતી, પરંતુ અમે તે આશાઓને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છીએ.

આ સ્ટેશનની વિશેષતા એ છે કે અહીં પ્રવેશ કરતાં જ એરપોર્ટ જેવો અનુભવ થશે. અહીં એક સાથે લગભગ 2000 લોકો એક સાથે બેસી શકશે. મોર્ડન ટોયલેટ, ક્વોલિટી ફૂડ, મ્યુઝિયમ અને ગેમિંગ ઝોનની પણ અહીં સુવિધાઓ છે.

મોદીએ ભોપાલના જંબૂરી મેદાન ખાતે આદિવાસી સમ્મેલનમાં સંબોધન કર્યું હતુ
અમર શહીદ બિરસા મુંડાની જયંતિ પર વડાપ્રધાન મોદીએ ભોપાલના જંબૂરી મેદાન ખાતે આદિવાસી ગૌરવ દિવસ સમ્મેલનમાં સંબોધન કર્યું હતું. મોદીએ સંબોધન કરતાં વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે આઝાદી બાદની સરકારોએ આદિવાસીઓ બાબતે દેશને અંધારામાં રાખ્યો. આદિવાસીઓના સમૃદ્ધ વારસા બાબતે અગાઉની સરકારોએ દેશને કશું જ જણાવ્યુ ન હતું. વડાપ્રધાન મોદીએ સમ્મેલનમાં આવેલા લાખો આદિવાસી લોકોનું તેમની જ ભાષામાં સ્વાગત કરતાં કહ્યું હતું કે હું તમારું સ્વાગત કરું છું. મોદીએ એક મિનીટ સુધી આદિવાસી ભાષામાં જ સંબોધન કર્યું હતું.

આ પહેલાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યપાલ મંગુભાઈ પટેલ સહિત બીજેપીના અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે ભાજપના નેતા લક્ષ્મીનારાયણ ગુપ્તાનું સન્માન કર્યું હતું. ગુપ્તા હિંદુ મહાસભા તરફથી મધ્યપ્રદેશની પ્રથમ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મંચ પર વડાપ્રધાન પરંપરાગત આદિવાસી જેકેટ અને ઝાબુઆથી લાવવામાં આવેલી આદિવાસી પાઘડીમાં સજ્જ હતા. જ્યારે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને આદિવાસી નેતા ઓમપ્રકાશ ધુર્વે સ્વાગત દરમિયાન તેમના પગ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વડાપ્રધાને તેમને રોક્યા હતા.

આદિવાસી કલાકારોએ પારંપરિક નૃત્ય સાથે મોદીનું સ્વાગત કર્યું
આ તરફ જંબુરી મેદાન ખાતે મોટી સંખ્યામાં આદિવાસી લોકો પહોંચ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાર્યક્રમમાં રાજ્યના લગભગ 2 લાખ આદિવાસી લોકો સામેલ થયા છે. આદિવાસીઓમાં પણ આ કાર્યક્રમ બાબતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદિવાસી લોકો જંબુરી મેદાનમાં પારંપરિક નૃત્ય કરી રહ્યા હતા. અહીં આદિવાસી કલાકારોએ પારંપરિક નૃત્ય સાથે મોદીનું સ્વાગત કર્યું હતું. ઝાબુઆથી આવેલા આદિવાસીઓએ ભગોરિયા નૃત્ય રજૂ કર્યું હતું.

મોદીના સંબોધનની મહત્ત્વની વાતો

વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે આજનો દિવસ સમગ્ર દેશ માટે મોટો દિવસ છે. આજે ભારત એનો પ્રથમ આદિવાસી ગૌરવ દિવસ ઊજવી રહ્યો છે. આઝાદી પછી દેશમાં પ્રથમ વખત આટલા મોટા પાયા પર સમગ્ર દેશમાં આદિવાસી સમાજની કલા, સંસ્કૃતિ, સ્વતંત્રતા ચળવળ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ગર્વ સાથે યાદ કરવામાં આવી રહ્યું છે.

મારો અનુભવ છે કે મેં મારા જીવનનો નોંધપાત્ર સમયગાળો આદિવાસીઓ વચ્ચે વિતાવ્યો છે. જીવન જીવવાનું કારણ, જીવન જીવવાનો આશય આદિવાસી પરંપરાએ ખૂબ જ સારી રીતે રજૂ કર્યો છે.

મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે ધરતી, ખેતરો કોઈનાં નથી, મનમાં અભિમાન કરવું વ્યર્થ છે. આ ધન-દોલત કોઈ કામની નથી. તેને અહીં જ છોડીને જવું પડશે. તમે જુઓ, જેઓ આદિવાસી સંગીતમાં નૃત્યમાં જે શબ્દોમાં કહેવામાં આવ્યું છે એ જીવનનું શ્રેષ્ઠ જ્ઞાન મારાં આદિવાસી ભાઈઓ અને બહેનોએ આત્મસાત કર્યું છે.

હવે જ્યારે ગામમાં તમારા ઘરની નજીક સસ્તું રાશન પહોંચશે, તો તમારો સમય પણ બચશે અને વધારાના ખર્ચમાંથી પણ મુક્તિ મળશે.

મને ખુશી છે કે મધ્યપ્રદેશમાં આદિવાસી પરિવારોમાં પણ ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે. વિશ્વના ભણેલા-ગણેલા દેશોમાં પણ વેક્સિનેશન પર સવાલ ઉઠાવતા સમાચારો સામે આવી રહ્યા છે, પરંતુ, મારાં આદિવાસી ભાઈઓ અને બહેનો વેક્સિનેશનનું મહત્ત્વ સમજે છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે શિક્ષિત લોકોએ આદિવાસીઓ પાસેથી શીખવું જોઈએ.

આજે અહીં ભોપાલ આવતાં પહેલાં રાંચીમાં બિરસા મુંડા સ્વાતંત્ર્યસેનાની મ્યુઝિયમનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આઝાદીના વીરોની શૌર્ય ગાથાઓને દેશની સામે લાવવાની આપણી ફરજ છે. ગુલામીના સમયગાળા દરમિયાન વિદેશી શાસન સામે મિઝો આંદોલન, કોલ આંદોલન સહિત ઘણા સંગ્રામ થયા. ગોંડ મહારાણી વીર દુર્ગાવતીની બહાદુરી હોય કે મહારાણી કમલાપતિનું બલિદાન, દેશ તેમને ક્યારેય ભૂલી શકશે નહીં. મહારાણા પ્રતાપના સંઘર્ષની કલ્પના ભીલ બહાદુરો વિના કરી શકાતી નથી.

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ મેં ત્યાંના આદિવાસી સમાજમાં પરિવર્તન માટે ઘણાં અભિયાનો શરૂ કર્યાં હતાં. 2014માં જ્યારે દેશે મને તમારી સેવા કરવાનો મોકો આપ્યો ત્યારે મેં આદિવાસી સમાજનાં હિતોને સર્વોચ્ચ અગ્રતા પર રાખ્યાં. આજે આદિવાસી સમાજને ખરા અર્થમાં દેશના વિકાસમાં સહભાગીદારી આપવામાં આવી રહી છે.

પહેલાંની સરકારોમાં આદિવાસી સમાજની આગળ વધારવા માટેની જરૂરી રાજકીય ઈચ્છાશક્તિ ન હતી, ખૂબ જ ઓછી હતી. આદિવાસી સર્જનને બજાર સાથે જોડાવામાં આવ્યું નહોતું. અગાઉની સરકારો દ્વારા માત્ર 8-10 વન પેદાશો પર એમએસપી આપવામાં આવતી હતી, આજે 90 પર અમારી સરકાર આપી રહી છે.

અમારી સરકારે જંગલો બાબતે સંવેદનશીલ પગલાં ભર્યાં. રાજ્યમાં જમીનની લીઝ આપીને આદિવાસી ભાઈઓની ચિંતા દૂર કરી. આદિવાસીના વિકાસ અને શિક્ષણ પર પર ભાર આપવામાં આવી રહ્યો છે.

આજે મને અહીં 50 એકલવ્ય મોડલ શાળાઓ ખોલવાની તક મળી. અમારો ટાર્ગેટ દેશમાં લગભગ સાડાસાતસો શાળાઓ ખોલવાનો છે.

સાત વર્ષ પહેલાં દરેક વિદ્યાર્થી પર સરકાર લગભગ 40 હજારનો ખર્ચ કરતી હતી, જે આજે વધીને એક લાખથી વધુ થઈ ગયો છે. એમાં આદિવાસી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વધુ સુવિધા મળી રહી છે. કેન્દ્ર સરકાર પણ દર વર્ષે સ્કૉલરશિપ આપી રહી છે. ઉચ્ચ શિક્ષણ અને રિસર્ચ સાથે જોડાવા માટેના મહત્ત્વપૂર્ણ કામ કરવામાં આવી રહ્યાં છે.

આદિવાસી સમાજનાં બાળકોને એક મોટી મુશ્કેલીઓ ભાષાની હતી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એ સ્થાનિક ભાષામાં હશે. આપણાં બાળકોને આનો લાભ ચોક્કસ મળશે.

તેમણે સંબોધન કરતાં વધુમાં કહ્યું હતું કે આદિવાસી સમાજના આત્મવિશ્વાસ માટે, અધિકારો માટે અમે દિવસ-રાત કામ કરીશું. અમે એ સંકલ્પને પુનરાવર્તિત કરીએ છીએ કે જેમ આપણે ગાંધીજયંતી, સરદાર પટેલની ઉજવણી કરીએ છીએ, એવી જ રીતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી દર વર્ષે સમગ્ર દેશમાં આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઊજવવામાં આવશે.

શિવરાજના સંબોધનની મહત્વની વાતો

  • મુખ્યમંત્રીએ 20 મિનીટ સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનની શરૂઆત ભારત માતાના જયનાદ સાથે ભગવાન બિરસા કહીને કરી હતી. તેમણે રાણી કમલાપતિ વિષે પણ વાત કરી હતી. તેમણે વેક્સિન, પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ડ્યૂટી ઘટાડવા, ફ્રી રાશન બાબતે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
  • શિવરાજ સિંહે પોતાના સંબોધનમાં 30થી વધુ વખત વડાપ્રધાનનો ઉલ્લેખ કર્યો હતો. કોરોના વેક્સિનેશન બાબતે શિવરાજે કહ્યું હતું કે આ વેક્સિનનો ડોઝ નહીં, પણ વડાપ્રધાને જિંદગીનો ડોઝ આપ્યો છે. તેમણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો તેમનં ગામે ગામ વીજળી પહોંચાડવાને ચમત્કાર ગણાવ્યો હતો.
  • શિવરાજ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાણી કમલાપતિના ગૌરવશાલી ઇતિહાસને અંગ્રેજોએ અને કોંગ્રેસે ક્યારેય સામે આવવા દીધા ન હતા. કોંગ્રેસે હંમેશા એક પરિવારને શ્રેય આપ્યો છે. શિવરાજ સિંહે રાશન તમારા દ્વાર યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ યોજનાથી ગ્રામજનોને રાશન માટે કતારમાં ઉભું નહીં પડે.

સીએમ શિવરાજે કમલનાથ-દિગ્વિજય પર સાધ્યું નિશાન
મુખ્યમંત્રી શિવરાજ સિંહે સંબોધન કરતાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય પર નિશાન સાધતાં પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બે-બે પૂર્વ મુખ્યમંત્રીઓ અમારા પર પ્રહાર કરી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે ભાજપ આદિવાસી વિરોધી છે, આજે એ જ લોકો આ આદિવાસી સંમેલનનને નકામો ખર્ચ કહી રહ્યા છે.

પીએમ મોદીએ બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પીએમ મોદીએ બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભૂરીભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છબિની ભેટ આપી હતી.
ભૂરીભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છબિની ભેટ આપી હતી.
સીએમ શિવરાજ સિંહે પીએમને કમલાપતિની પ્રતિમા ભેટ આપી હતી.
સીએમ શિવરાજ સિંહે પીએમને કમલાપતિની પ્રતિમા ભેટ આપી હતી.
સિંધિયા જંબુરી મેદાન પર પહોંચ્યા હતા અને અલગ અંદાજમાં દેખાયા. તેણે આદિવાસી વાદ્ય પર હાથ અજમાવ્યો હતો.
સિંધિયા જંબુરી મેદાન પર પહોંચ્યા હતા અને અલગ અંદાજમાં દેખાયા. તેણે આદિવાસી વાદ્ય પર હાથ અજમાવ્યો હતો.
જંબુરી મેદાનમાં દરેકને ચેકિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે.
જંબુરી મેદાનમાં દરેકને ચેકિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે.
રાણી કમલાપતિ સ્ટેશન (હબીબગંજ)ની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
રાણી કમલાપતિ સ્ટેશન (હબીબગંજ)ની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
કાર્યક્રમમાં લગભગ 2 લાખ આદિવાસી સામેલ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમમાં લગભગ 2 લાખ આદિવાસી સામેલ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મેદાનમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક
જ્યારે જંબુરી મેદાનમાં દરેજ જગ્યા પર આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી છે. મેદાનમાં ચારેય તરફ આદિવાસી યોદ્ધાઓનાં કટઆઉટ્સ લગાવવામાં આવ્યાં છે, સાથે જ દરેજ જગ્યાએ એલઇડી ટીવી પણ લગાવવામાં આવ્યાં છે, જ્યાંથી બેસીને દર્શકોએ સીધું જ વડાપ્રધાનનું ભાષણ સાંભળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...