તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે જ્યારે કોરોના વેક્સિન લગાવવા માટે એઈમ્ પહોંચ્યા તો તેઓએ પોતાના અલગ અંદાજથી વાતાવરણને તણાવગ્રસ્ત કરવાનો પ્રયાસ કર્યો. નેતાઓ અંગે તેમની એક ટિપ્પણી પણ નર્સોએ હસી પડી હતી. જાણો સંપૂર્ણ ઘટના
વડાપ્રધાન સોમવારે સવારે જેવાં જ એઈમ્સ પહોંચ્યા, તેઓને વેક્સિન લગાડવા માટે પુડ્ડુચેરીની નર્સ પી નિવેદા ડ્યૂટી પર હતી. નિવેદાએ તેઓને ભારત બાયોટેકની કોવેક્સિન લગાવી. નિવેદાને આસિસ્ટ કરવા માટે કેરળની નર્સ રોસમ્મા અનિલ પણ હાજર હતી. આ બંને નર્સ છેલ્લાં કેટલાંક વર્ષોથી એઈમ્સમાં કામ કરી રહી છે.
વડાપ્રધાન એઈમ્સ આવવાના છે તે અંગે હોસ્પિટલના સ્ટાફને છેલ્લી ઘડીએ જાણ કરવામાં આવી હતી. આ કારણે વાતાવરણ ભારે ગંભીર હતું. વડાપ્રધાન આ વાત જાણતા હતા કે તેઓ ત્યાં પહોંચ્યા તેના કારણે સ્ટાફ તણાવમાં હશે. તણાવ ઓછો કરવા માટે તેઓએ તાત્કાલિક નર્સોની સાથે વાતચીત શરૂ કરી દીધી. વડાપ્રધાને તેમના નામ પૂછ્યા અને તે જાણ્યું કે તેઓ ક્યાંના રહેવાસી છે?
જે બાદ વડાપ્રધાને હળવા અંદાજમાં પૂછ્યું કે શું તેઓ વેટરનરીમાં ઉપયોગ થનારી સોઈનો ઉપયોગ કરશે? નર્સોએ ઈન્કાર કરી દીધો, પરંતુ તેઓ સમજી નહીં કે અંતે વડાપ્રધાને આવો સવાલ કેમ કર્યો? વડાપ્રધાન તાત્કાલિક બોલ્યા- 'નેતા મોટી ચામડીવાળા હોય છે. તેથી પૂછ્યું કે શું કોઈ ખાસ અને મોટી સોઈ વેક્સિન લગાડવા માટે ઉપયોગ થશે.'
આટલું સાંભળતા જ નર્સોએ હસી પડી હતી અને તેમનો તણાવ ગાયબ થઈ ગયો હતો. જે બાદ વડાપ્રધાને નર્સ નિવેદા અને રોસમ્મા અનિલની સાથે ફોટો પડાવ્યો હતો.
આસામના ગમછામાં જોવા મળ્યા PM
કોરોના વેક્સિન અભિયાનના બીજા તબક્કાની શરૂઆતમાં સોમવારે સવારે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. આ દરમિયાન પીએમ મોદીના ખભા પર આસામનો ગમછો દેખાતો હતો. આ ગમછો આસામની મહિલાઓ તરફથી આશીર્વાદનું પ્રતીક છે. પીએમ મોદી ઘણી વખત આ ગમછા સાથે દેખાયા છે. નોંધનીય છે કે, કેરળ, પુડુચેરી અને આસામમાં માર્ચ-એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે
પુડુચેરી-કેરળની નર્સે વેક્સિન મોદીને આપી
પીએમ મોદીને વેક્સિન આપનાર નર્સ પુડુચેરી અને કેરળની હતી. એકનું નામ પી. નિવેદા, જે પુડુચેરીના છે, જ્યારે કેરળના નર્સનું નામ રોસમ્મા અનિલ છે. પીએમ મોદી વેક્સિનનો ડોઝ લેવા સવાર સવારમાં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચવા માટે મોદીએ સવારનો સમય એટલે પસંદ કર્યો, કારણ કે લોકોને તેમના કાફલાના કારણે તકલીફોનો સામનો ના કરવો પડે. વડાપ્રધાન મોદીએ ભારત બાયોટેકની વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. કોવેક્સિન, સ્વદેશી વેક્સિન છે, જેને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
પીએમ મોદીએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો તે વિશે ટ્વિટર પર માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે મેં એઇમ્સમાં વેક્સિનનો મારો પહેલો ડોઝ લીધો છે. આટલા ઓછા સમયમાં દેશના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ જંગ લડવા માટે વેક્સિન બનાવી છે. આ ઉમદા વાત છે. હું તે દરેક લોકોને અપીલ કરું છું, જે વેક્સિન લેવા યોગ્ય છે, તેઓ વેક્સિનનો ડોઝ ચોક્કસથી લે. આપણે સાથે મળીને ભારતને કોરોનામુક્ત બનાવીશું.
વેક્સિન લગાવી પણ દીધી અને ખબર પણ ના પડી
પીએમ નરેન્દ્ર મોદીને વેક્સિન આપનાર દિલ્હી એમ્સમાં કાર્યરત સિસ્ટર પી નિવેદાએ કહ્યું, સર (પીએમ મોદી)ને ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે. વેક્સિન લીધા પછી તેમણે અમને પુછ્યું હતું કે, અમે કયા રાજ્યના ઠીએ અને અમને કહ્યું- વેક્સિન લગાવી પણ દીધી અને ખબર પણ ના પડી.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
— Narendra Modi (@narendramodi) March 1, 2021
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
બીજા ફેઝમાં કોને-કોને રસી આપવામાં આવશે?
- 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે
- 45 વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતા લોકો રસી આપી શકશે.
- સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
- ગંભીર બીમારીવાળા લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે.
- કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે
બીજા તબક્કામાં 27 કરોડ લોકોને લાભ મળશે
આ નવી ઇમ્યુનાઇઝેશન અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે, 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇમ્યુનાઇઝેશન ઝડપી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ મેક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.
કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોમાં રસીના ભાવ નક્કી કર્યા
- રસીના એક ડોઝ માટે 250 રૂપિયા લેવામાં આવશે.
- એમાં રૂ.150 રસીના અને 100 સર્વિસ ચાર્જ થશે.
- સરકારી હોસ્પિટલોમાં કોરોના રસી વિનામૂલ્યે આપવામાં આવશે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.