તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે કોન્ટ્રેક્ટ ખેતી આપણા દેશમાં પહેલેથી જ થઈ રહી છે. એગ્રિકલ્ચર સેકટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને લઈને જાહેર ક્ષેત્રનું યોગદાન વધુ છે. હવે સમય આવી ગયો છે કે એમાં પ્રાઈવેટ સેકટરનો હિસ્સો પણ વધે. હોલિસ્ટિક અભિગમ આવશ્યક છે, સંપૂર્ણ સાઇકલ હોવી જોઈએ. આપણે ખેડૂતોને એવા વિકલ્પ આપવા જોઈએ કે તેઓ ઘઉં-ચોખા વાવવા સુધી જ મર્યાદિત ન રહે, વડાપ્રધાન કૃષિક્ષેત્રમાં બજેટ અમલી કરવાને લઈને વેબીનારમાં સંબોધન કર્યું હતું.
વડાપ્રધાએ વધુમાં કહ્યું હતું કે 'આપણે ખેડૂતોને એવી ટેક્નોલોજી, એવાં બીજ ઉપલબ્ધ કરાવવાનાં છે જે જમીન માટે ઉપયોગી હોય અને જેમાં ન્યૂટ્રિશિયનનું પ્રમાણ પણ હોય. આપણે એગ્રિકલ્ચર સેક્ટર સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને વધારવું પડશે, યુવાઓને જોડવા પડશે. કોરોનાના સમયમાં આપણે જોયું છે કે કેવી રીતે સ્ટાર્ટઅપે ફાળો અને શાકભાજીને લોકોનાં ઘર સુધી પહોંચાડ્યા છે. જોવામાં મળી રહ્યું છે કે મોટા ભાગનાં સ્ટાર્ટઅપ યુવાઓએ જ શરૂ કર્યાં છે.
મોદીના ભાષણની મહત્ત્વની વાતો
સરકારનું વિઝન સ્પષ્ટ
માઇક્રો ઇરિગેશન ફંડની રકમ વધારીને બેગણી કરવામાં આવી છે. દેશનાં 1000 માર્કેટોને ઇ-નામ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર નિર્ણયોમાં સરકારની વિચારધારા ઝળકે છે. ઇરાદો અનુભવાય છે અને સરકારના વિઝનને જાણી શકાય છે.
ભારતને ફૂડ પ્રોસેસિંગ ક્રાંતિની જરૂર
મોદીએ કહ્યું હતું કે સતત વધતાં કૃષિ ઉત્પાદનો વચ્ચે 21મી સદીમાં ભારતને ફૂડ પ્રોસેસિંગ ક્રાંતિ અને વેલ્યુ એડિશનની જરૂરિયાત છે. દેશ માટે બહુ સારું થયું હોત, જો આ કામ 2-3 દાયકા પહેલાં જ કરવામાં આવ્યું હોત. હવે જે સમય વીતી ગયો છે એની ભરપાઈ તો કરવાની જ છે, પણ આવનારા દિવસો માટે પણ પોતાની તૈયારી અને ઝડપને પણ વધારવાની છે.
પ્રોસેસિંગ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત
તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે એગ્રિકલ્ચરના દરેક ક્ષેત્રમાં પ્રોસેસિંગ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ માટે જરૂરી છે કે ખેડૂતોએ પોતાના ગામની પાસે જ સ્ટોરેજની સુવિધા મળે. ખેતરમાંથી પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચવાની વ્યવસ્થાના સુધારો કરવો જ પડશે. આપણે સૌ જાણીએ છીએ કે ફૂડ પ્રોસેસિંગ ક્રાંતિ માટે ખેડૂતોની સાથે જ પબ્લિક પ્રાઈવેટ કો-ઓપરેટિવ સેકટરે સમગ્ર તાકાત સાથે આગળ વધવું પડશે.
તેમણે કહ્યું હતું કે આપણે દેશના એગ્રિકલ્ચર સેકટરના પ્રોસેસ ફૂડના વૈશ્વિક માર્કેટમાં વિસ્તાર કરવો જ પડશે. ઓર્ગેનિક ક્લસ્ટર, એક્સપોર્ટ ક્લસ્ટરની પણ આમાં મહત્ત્વની ભૂમિકા હશે. હાલમાં પણ લાખો માઇક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ ચાલી રહ્યા છે, પરંતુ તેમના સામર્થ્યને વધારવું આજે પણ જરૂરી છે.
ફિશરીઝ સેકટરમાં પ્રોસેસિંગનો સ્કોપ
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર ખેતી જ નહીં, અહીં સુધી કે ફિશરીઝ સેકટરમાં પ્રોસેસિંગનું પણ ખૂબ જ મોટો સ્કોપ આપણે ત્યાં છે. ભલે જ આપણે દુનિયાના મોટા ફિશ એક્સપોર્ટમાં હોઈએ, પરંતુ વૈશ્વિક બજારમાં હાજરી ખૂબ મર્યાદિત છે. આ પરિસ્થિતિ બદલવી પડશે. આ માટે જરૂરી સુધારા ઉપરાંત સરકારે આશરે 11000 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજના બનાવી છે, જેનો તમે લાભ લઈ શકો છો.
કિસાન ટ્રેન કોલ્ડસ્ટોરેજ સશક્ત મધ્યમ
ઓપરેશન ગ્રીન્સ યોજના હેઠળ, કિસાન ટ્રેન માટે ફળો અને શાકભાજીના ટ્રાન્સપોર્ટ પર 50% સબસિડી આપવામાં આવી રહી છે. કિસાન ટ્રેન પણ આજે દેશ કોલ્ડસ્ટોરેજનું સશક્ત માધ્યમ પણ બન્યું છે. છેલ્લા 6 મહિનામાં લગભગ 275 કિસાન ટ્રેન ચલાવવામાં આવી ચૂકી છે. આ નાના ખેડૂતો માટે ખૂબ જ મોટું માધ્યમ તો છે જ, ગ્રાહકો અને ઈન્ડસ્ટ્રીને પણ એનો લાભ મળી રહ્યો છે.
નાના ખેડૂતોને લાભ કઈ રીતે મળે એના પર ધ્યાન આપવું પડશે
આત્મનિર્ભર અભિયાન દ્વારા લાખો નાના ફૂડ એન્ડ પ્રોસેસિંગ યુનિટોને મદદ કરવામાં આવી રહી છે. ફૂડ પ્રોસેસિંગની સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે નાનામાં નાના ખેડૂતોને પણ આધુનિક ટેક્નોલૉજીનો લાભ કેવી રીતે મળે. શું ટ્રેકટર અને બીજી મશીનરીને શેર કરવાનો એક સસ્તો વિકલ્પ ખેડૂતોને આપી શકાય છે. આજે જ્યારે વિમાનને કલાક પ્રમાણે ભાડા પર લઈ શકાય છે, તો ખેડૂતો માટે પણ આવી વ્યવસ્થા કરી શકાય છે.
સોઇલ હેલ્થ કાર્ડ ગામેગામ પહોંચાડવાં પડશે
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ખેતી સાથે જોડાયેલું એક મહત્ત્વપૂર્ણ પાસું સોઇલ ટેસ્ટિંગનું છે. ગયાં વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડો ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યાં છે. આપણે હેલ્થ સોઇલ કાર્ડનું ટેસ્ટિંગની સુવિધા ગામેગામ પહોંચાડવાની છે. તેમાં પ્રાઈવેટ પાર્ટી ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાઈ શકે છે. એક વખત ખેડૂતોને સોઇલ ટેસ્ટિંગની આદત થઈ જાય, પોતાની જમીનની ફળદ્રુપતાને લઈને જાગ્રત થશે, તો તેમણે લાભ થશે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.