• Gujarati News
  • National
  • PM Narendra Modi Visiting Germany, Denmark And France For Important Bilateral, Multilateral Engagements

PM મોદીની યુરોપ મુલાકાત:ત્રણ દેશ, 65 કલાક, 25 મીટિંગ્સ, 8 મોટા નેતાઓ સાથે મુલાકાત, જાણો કેમ ખાસ છે વડાપ્રધાનની આ મુલાકાત

એક મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ત્રણ દિવસની યુરોપ મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત માટે તેઓ પહેલાં જર્મની પહોંચ્યા છે. ત્યારપછી તેઓ ડેનમાર્ક અને ત્યારપછી ફ્રાન્સની મુલાકાતે જશે. યુરોપના ત્રણ દેશની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુલ 65 કલાકમાં 25 મીટિંગ્સમાં સામેલ થવાના છે. આ દરમિયાન તેઓ 8 વૈશ્વિક નેતાઓની પણ મુલાકાત કરશે.

નોંધનીય છે કે, વર્ષ 2022ની વડાપ્રધાનની આ પહેલી વિદેશ યાત્રા છે. તેમની આ ત્રણ દિવસની વિદેશ યાત્રામાં વડાપ્રધાન મોદી ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ સાથે પણ મુલાકાત કરવાના છે. વડાપ્રધાન મોદી એક રાત જર્મની અને એક રાત ડેનમાર્ક રોકાવાના છે. ત્યારપછી ફ્રાન્સ જઈને ફરી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેંક્રોને પણ મળશે.

વડાપ્રધાન મોદીની આ મુલાકાત ખુબ ખાસ માનવામાં આવે છે. કારણકે યુરોપના મોટા ભાગના દેશો યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાનો વિરોધ કરી રહ્યા છે. આ દેશોએ રશિયા પર ઘણાં પ્રતિબંધો પણ લગાવ્યા છે. જોકે તે વિશે ભારતે અત્યાર સુધી તટસ્થ વલણ અપનાવ્યું છે. જોકે ભારતે રશિયા અને યુક્રેન બંને દેશના રાષ્ટ્રપતિ સાથે વાત કરીને વાતચીતનો ઉકેલ લાવવાની ભલામણ કરી છે.

વડાપ્રધાન મોદી આજે સવારે જર્મની પહોંચી ગયા છે, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
વડાપ્રધાન મોદી આજે સવારે જર્મની પહોંચી ગયા છે, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ત્રણ દેશની યાત્રાનો એજન્ડા શું છે?
વિદેશ યાત્રા દરમિયાન મોદી જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિકસેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેંક્રો સાથે મુલાકાત કરશે. તો મોદીના આ વિદેશ પ્રવાસને સમજીએ કે તેઓ કયા દેશમાં કોને મળશે અને આ ત્રણ દિવસના પ્રવાસનો એજન્ડા શું છે.

જર્મની: મોદી પાટનગર બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે દ્વીપક્ષીય વાર્તા કરવાના છે. પીએમ મોદી શોલ્ઝ છઠ્ઠા ભારત-જર્મની ઈન્ટર ગવર્નમેંટલ કન્સલટેશન (IGC)ની અધ્યક્ષતા કરશે. ઓલાફ શોલ્ઝ ડિસેમ્બર 2021માં જર્મનીના ચાન્સેલર બન્યા હતા. નવી સરકાર બન્યા પછી આ પહેલી IGC થવાની છે. વડાપ્રધાન મોદી અને ચાન્સેલર શોલ્જ એક બિઝનેસ ઈવેન્ટને સંબોધન કરશે. તે સિવાય વડાપ્રધાન મોદી જર્મનીમાં ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે.

ડેનમાર્ક: વડાપ્રધાન મોદી જર્મની પછી ડેનમાર્કની મુલાકાત કરશે. અહીં પાટનગર કોપેનહેગનમાં ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસન અને ક્વિન માર્ગેટ બીજા સાથે વાત કરશે. ત્યાં વડાપ્રધાન મોદી બીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી અહીં ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમની સાથે સાથે ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે. ભારત-નોર્ડિક સમિટમાં વડાપ્રધાન મોદી આઈસલેન્ડના વડાપ્રધાન કેટરિન જેકબ્સડોટિર, નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોર, સ્વીડનના વડાપ્રધાન મેગ્ડેલેના એન્ડરસન અને ફિનલેન્ડના વડાપ્રધાન પીએમ સના મારિન સાથે બેઠક કરશે. પહેલી ભારત-નોર્ડિક સમિટ 2018માં સ્ટોકહોમમાં થઈ હતી.

મોદી ફ્રાન્સમાં ફરી રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ઈમેન્યુઅલ મેન્ક્રોને મળવા ખાસ ફ્રાન્સ જશે
મોદી ફ્રાન્સમાં ફરી રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ઈમેન્યુઅલ મેન્ક્રોને મળવા ખાસ ફ્રાન્સ જશે

ફ્રાન્સ: વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં વડાપ્રધાન થોડા સમય માટે ફ્રાન્સમાં રોકાવાના છે. અહીં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેન્ક્રો સાથે વાતચીત કરશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે આ વર્ષે રાજકિય સંબંધોને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે.

કોરોનાકાળમાં વડાપ્રધાનની આ ચોથી વિદેશ યાત્રા
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી 6 મહિના પહેલાં વિદેશ પ્રવાસે ગયા હતા. આ પહેલાં વડાપ્રધાન છેલ્લે 29 ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર સુધી ઈટાલી અને યુકેના વિદેશ પ્રવાસે ગયા હતા. કોરોના કાળમાં વડાપ્રધાન મોદીની આ ચોથી વિદેશ યાત્રા છે. 2021માં વડાપ્રધાન મોદી ત્રણ વખત વિદેશ યાત્રાએ ગયા હતા. જ્યારે 2020માં તેમણે એક પણ વિદેશ પ્રવાસ કર્યો નહતો.

વિદેશ પ્રવાસે જતા પહેલાં શું કહ્યું વડાપ્રધાન મોદીએ?
વિદેશ પ્રવાસ પર જતા પહેલાં વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મારો યુરોપ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે યુરોપ ઘણી ગંભીર સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યું છે. તેમની ત્રણ દિવસની વિદેશ યાત્રા દરમિયાન ઉર્જા સુરક્ષા, આર્થિક સંબંઘો, વિકાસ, જળવાયું અને હરિત ઉર્જા સહિત ઘણાં મુદ્દાઓ પર ચર્ચા થશે. તેઓ આ મુલાકાત દરમિયાન યુક્રેન-રશિયા યુદ્ધ વિશે ભારતનો મત પણ રજૂ કરશે. ખાસકરીને જ્યારે પશ્ચિમી દેશ રશિયા વિશે ભારતના પક્ષમાં સવાલ ઉભા કરી રહ્યા છે.

આ મુલાકાતમાં દ્વીપક્ષીય સંબંધો પર ભાર મુકાશે
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રા પહેલાં કહ્યું છે કે, વડાપ્રધાન મોદીની યાત્રા દરમિયાન આ દેશોના સાથેના દ્વીપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે ચર્ચા કરાશે. તેમણે એવું પણ કહ્યું છે કે, વાતચીત દરમિયાન યુક્રેન મુદ્દે પણ ચર્ચા કરાશે. ક્વાત્રાએ કહ્યું કે, વર્તમાન રાજકિય પરિસ્થિતિઓમાં ઉર્જા સુરક્ષા મુદ્દો પણ ખૂબ મહત્વનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...