• Gujarati News
 • National
 • PM Narendra Modi Mann Ki Baat Live | PM Narendra Modi 71th Mann Ki Baat Today Speech Live News

આતે કેવો વિરોધાભાસ:મન કી બાતમાં PM મોદીએ કહ્યું- કૃષિ બિલથી ખેડૂતોને લાભ થશે; દિલ્હીની સરહદે પ્રદર્શન કરનાર ખેડૂતોએ કહ્યું- લાભ નહીં નુકસાન થશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં કહ્યું કે, ભારતમાં ખેતી અને તેની સાથે જોડાયેલી ચીજ વસ્તુઓ સાથે નવી આયાત જોડાઈ રહી છે. ગત દિવસો થયેલા કૃષિ સુધારાઓએ ખેડૂતો માટે નવી સંભાવનાઓના દ્વાર પણ ખોલ્યા છે. વર્ષોથી ખેડૂતોની જે માંગ હતી, જે માંગને પુરી કરવા માટે એક સમયમાં દરેક રાજકીય પક્ષે તેમને જે વાયદો કર્યો હતો, તે માંગ પુરી થઈ છે. ઘણા વિચાર-વિમર્શ પછી સંસદે કૃષિ સુધારાને કાયદાકીય રૂપ આપ્યું. આ સુધારાથી માત્ર ખેડૂતોના બંધન ખતમ નથી થયા પણ તેમને અધિકાર અને અવસર પણ મળ્યા છે. બીજી તરફ કૃષિ બિલને પરત લેવાની માંગ સાથે છેલ્લા ચાર દિવસથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ દિલ્હીની સરદહે ધામા નાખ્યા છે. તેઓનું કહેવું છે કે આ બિલથી કંપનીઓને લાભ થશે અને ખેડૂતોને નુકસાન થશે.

મોદીના સંબોધનની મુખ્ય વાતો

 • કૃષિનો અભ્યાસ કરીને યુવાન પોતાની આસપાસના ખેડૂતોને તેમની સાથે જોડાયેલી વાતો સમજાવે. આનાથી ખેડૂતોને ફાયદો થશે. લગભગ એક વર્ષ પહેલા અમને કોરોના વિશે ખબર પડતી હતી. હવે વેક્સિનની ચર્ચા થવા લાગી છે, પરંતુ બેદરકારી જોખમી છે.
 • કોરોના કાલખંડ છતા આપણે હેરિટેઝ વીકની ઉજવણી થતા જોઈ. દિલ્હીમાં આપણા સંગ્રહાલયમાં ઘણા પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યા છે. હવે તમે ઘરે બેઠા જોઈ શકશો. તાજેતરમાં એક રસપ્રદ ફેક્ટ વાંચ્યું. નોર્વેના સ્વાલબર્ડ દ્વીપમાં બહુમૂલ્ય ડેટાને એવી રીતે રાખવામાં આવ્યો છે કે માનવીય આપદાઓથી આના પર પ્રભાવ ન પડે.
 • અંજતાની ગુફાઓની પેઈન્ટિંગ્સને સજાવવાનું કામ ચાલી રહ્યું છે. પ્રકૃતિને જોવાની નજરમાં બદલાવ આવ્યો છે. ઈન્ટર ચેરીથી ફુલ છે. શિલોન્ગની તસવીરો છે. ડો. સલીમ અલીની 125મી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે પક્ષીઓ માટે ઘણું કામ કર્યું છે. ભારતમાં ઘણી બર્ડ વોચિંગ સંસ્થાઓ સક્રિય છે.
 • ગત દિવસો મને પણ પક્ષીઓ વચ્ચે સમય પસાર કરવાની તક મળી હતી. ઘણા લોકો પંખીઓની શોધમાં ભારત આવ્યા અને અહીંયાના થઈને રહી ગયા. જેમાંથી જોનસ છે જે બ્રાઝિલમાં લોકોને ઉપનિષદ ભણાવે છે. સ્ટોકથી માંડી સ્પ્રિચુઅલિટી સુધી તેમની યાત્રા રહી. તે 4 વર્ષ તમિલનાડુના ગુરુકુળમાં રહ્યાં. તે તેમના મેસેજને આગળ પહોંચાડવા માટે ટેક્નોલોજીનો પ્રયોગ કરે છે. તે 1.5 લાખ વિદ્યાર્થીઓને ભણાવી ચુક્યા છે.
 • હાલ એક સમાચારની તમને ખબર હશે. ન્યૂઝીલેન્ડના એક સાંસદ ગૌરવ શર્માએ દુનિયાની સૌથી પ્રાચીન ભાષામાંથી એક સંસ્કૃતમાં શપથ લીધા હતા. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે નવી સિદ્ધીઓ હાંસિલ કરશે. કાલે ગુરુનાનક દેવ જીની 551મો પ્રકાશ દિવસની ઉજવણી કરીશું. દુનિયાભરમાં તેમના સંદેશ સાંભળવા મળે છે. તેઓ કહેતા હતા કે સેવકનું કામ સેવા કરવાનું છે.
 • ગત વર્ષોમાં સેવા કરવાની ઘણી તક મળી અને ગુરુ સાહેબે આપણી પાસેથી ઘણી સેવાઓ લીધી.ગુરુ સાહબેની કૃપા રહી કે તેમને મને સેવા માટે લગભગ નજીકથી જોડ્યો. કચ્છના લખપત ગુરુદ્ધારાની મરામત કરાવવામાં આવી. તેની યૂનેસ્કોએ પ્રશંસા કરી. આનાથી ગુરુદ્ધારમાં અસીમ શાંતિ મળે છે.
 • ગત દિવસોમાં ઘણી યુનિવર્સિટીઝની એજ્યુકેશન એક્ટિવિટીથી જોડવાની તક મળી. વિશ્વવિદ્યાલય મિની ઈન્ડિયાની જેમ હોય છે. ત્યાં વિવિધતાની સાથે ન્યૂ ઈન્ડિયા(ઈનોવેશન)પણ જોવા મળે છે. એક વાત જાણવામાં મારી આ રૂચિ રહે છે કોઈ સંસ્થાના એલ્યુમિનાઈ કોણ છે? શાળામાંથી નીકળ્યા પછી બે વસ્તુઓ ક્યારેય ખતમ નથી થતી. શાળા-કોલેજનો પ્રભાવ અને તે સંસ્થા પ્રત્યે લાગણી.
 • આનાથી એ વાતનો જન્મ થાય છે કે આપણે આપણી સંસ્થા માટે કઈક કરવા માંગીએ છીએ. આજે એલ્યુમિનાઈ પોતાની સંસ્થાને ઘણું બધું આપી રહ્યાં છે. આ તમામ ચીજો વર્તમાન વિદ્યાર્થીઓના જ્ઞાનને સમુદ્ધ કરે છે. જ્યારે કંઈક પાછું કરવાની વાત આવે તો કંઈ નાનું મોટું નથી હોતું. બિલ્ડીંગ બનાવવાનું હોય, સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું હોય આમા જૂના વિદ્યાર્થી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે.
 • ગત વર્ષે કરતારપુર કોરિડોર ખુલવો ઐતિહાસિક રહ્યું. આ સૌભાગ્ય છે કે આપણે દરબાર સાહિબની સેવા કરવાની તક મળી. આનાથી દુનિયાભરની સંગત પાસે આવી ગઈ છે. માનવતાની સેવાની આ પરંપરા આપણા માટે પ્રેરણાનું કામ કરે છે.
 • આ પહેલા મોદીએ કહ્યું કે, દેશના લોકોને એક ખુશખબરી આપવા માંગુ છું. માતા અન્નાપૂર્ણાની પ્રતિમા કેનેડાથી ભારત આવી રહી છે. આ 100 વર્ષ પહેલા 1913માં વારાણસીથી ચોરીને મોકલવામાં આવી હતી. હું કેનેડા સરકારનો આભાર વ્યક્ત કરું છું. માતા અન્નપૂર્ણાનો કાશી સાથે ઊંડો સંબંધ છે. આ પ્રતિમાનું પાછું આવવું આપણા માટે સુખદ છે. આવું કરનારી ગેંગ પર સખતાઈ કરવામાં આવી રહી છે. ભારત પ્રતિમાઓ પાછી લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.