તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • PM Narendra Modi Mann Ki Baat Live | PM Narendra Modi 69th Mann Ki Baat Today Speech Live News

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન કી બાત:વડાપ્રધાન મોદીએ કહ્યું- નવા ખેડૂત બિલથી ખેડૂતોને ફાયદો થશે, જ્યાં સારા ભાવ મળશે ત્યાં ફળ-શાકભાજી વેચી શકશે

નવી દિલ્હી8 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 69મી વખત મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યાં છે. આ દરમિયાન કોરોના સંકટ દરમિયાન સાવચેતી રાખવા, બાળકોનું ધ્યાન રાખવા અને ખેડૂત બિલ પર તેમનું ધ્યાન હતું. તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ખેડૂત બિલથી ખેડૂતોને જ ફાયદો થશે. જ્યાં સારા ભાવ મળશે ત્યાં પોતાનો પાક અને ફળ વેચી શકશે. વડાપ્રધાને ઈશારામાં ચીન અને પાકિસ્તાનને સંકેત પણ આપ્યો.

મોદીની મુખ્ય વાતો
કોરોના વચ્ચે પોતાનું અને બાળકોનું ધ્યાન રાખો

 • કોરોનાના પગલે બે ગજનું અંતર જરૂર રાખવું બની ગયું છે. જોકે તે પરિવારના લોકોને જોડવા અને નજીક લાવવાનું પણ કામ કરી રહ્યો છે. આ દરમિયાન ઘણા પરિવારોને મુશ્કેલીઓ આવી રહી છે. પરિવારના વૃદ્ધોએ બાળકોને વાર્તાઓ કહીને સમય વિતાવ્યો, જોકે દેશમાં આ પરંપરા ખતમ થઈ રહી છે.
 • વડાપ્રધાને કહ્યું કે, કહાનીઓ સંવેદનશીલ પક્ષોને સામે લાવે છે. જ્યારે માતા બાળકને જમાડવા માટે કહાની સંભળાવે છે, તો તેને જોવું રસપ્રદ હોય છે.લાંબા સમય સુધી હું ફરતો રહ્યો. ઘણા ઘરે જતો હતો. હું બાળકોને વાર્તાઓ સંભળાવતો હતો. તેઓ કહેતા હતા કે, અંકલ જોક્સ સંભળાવો. હું ચોંકી ગયો કે ઘરોમાં વાર્તાની પરંપરા ખતમ થઈ ગઈ.
 • આપણા અહીંયા તો હિતોપદેશ, પંચતંત્ર જેવી કહાનીઓની પરંપરા રહી છે. દક્ષિણ ભારતમાં જ આવી પરંપરા છે, જેને વિલ્લૂપાટ કહે છે. ઘણા લોકો તેને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમર વ્યાસ વાર્તાઓને આગળ વધારવાના પ્રયાસમાં લાગી ગયા છે.
 • મોદીએ સ્ટોરી ટેલર અપર્ણા અત્રેયા સાથે વાત કરી હતી. અપર્ણાએ કહ્યું હું બેંગલોર સ્ટોરી ટેલિંગ સોસાયટી તરફથી આપને શુભેચ્છા પાઠવવા માગું છું. મારા પતિ એરફોર્સમાં છે, હું પેશનેટ સ્ટોરી ટેલર છું. મને બાળકોને કહાની દ્વારા શિક્ષણ આપવાની તક મળી છે. દાદી પાસેથી કહાની સાંભળતી વખતે જ મને લાગ્યું કે બાળકો સાથે આવું કરવું કેટલું રસપ્રદ હશે. અપર્ણા સાથે તેમની ટીમની ઘણી મહિલાઓએ મોદી સાથે સ્ટોરી ટેલિંગ અંગે ચર્ચા કરી. અપર્ણાએ મોદીને વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવ રાય અને તેમના મંત્રી તેનાલીરામની કહાની સંભળાવી.
 • વડાપ્રધાને કહ્યું ‘પરિવારમાં દર સપ્તાહે વાર્તાઓ કહેવા માટે સમય કાઢો. જેના માટે કરુણા, વીરતા, પ્રેમ જેવા વિષય પણ નક્કી કરો. હું દરેક સ્ટોરી ટેલરને કહેવા માગું છું કે અમે આપણે 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીથી માંડી અત્યાર સુધીની ઘટનાઓને કહાનીઓમાં વર્ણવી શકો છો શું?’

ખેડૂતોનો વિશ્વાસ- ખેડૂત બિલ તેમનો જ ફાયદો કરશે

 • મને ખેડૂતો, સંગઠનોની ચિઠ્ઠી મળી છે ખેતીમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે? હરિયાણાના ખેડૂત કંવર ચૌહાણે જણાવ્યું કે, તેમને મંડીઓની બહાર ફળ-શાકભાજી વેચવામાં તકલીફ પડતી હતી. ગાડીઓ જપ્ત થઈ જતી હતી. 2014માં APMC એક્ટમાં ફેરફાર થયા. તેમણે એક સમૂહ બનાવ્યું. હવે તેમની વસ્તુઓ ફાઈવ સ્ટાર હોટલમાં સપ્લાઈ થઈ રહી છે. અઢી ત્રણ કરોડ વર્ષે કમાણી કરી રહ્યા છે. આ શક્તિ દેશના અન્ય ખેડૂતોની શક્તિ છે.
 • ઘઉં, અનાજ, શેરડી કોઈ પણ પાક હોય જ્યાં મન થાય ત્યાં વેચવાની શક્તિ મળી ગઈ છે. પૂણે, મુંબઈમાં ખેડૂતો સાપ્તાહિક બજાર જાતે ચલાવી રહ્યા છે. જેનો સીધો લાભ થાય છે. નવા ખેડૂત બિલથી ખેડૂતોને ફાયદો થશે. જ્યાં સારા ભાવ મળશે, ખેડૂત ત્યાં ફળ શાકભાજી વેચી શકશે.

શહીદોથી માંડી સર્જિકલ સ્ટ્રાઈક સુધીનો ઉલ્લેખ

 • 1919માં જલિયાંવાલા હત્યાકાંડ પછી એક બાળક ત્યાં ગયો હતો. બાળક ચોંકી ગયો હતો કે કોઈ કેવી રીતે આવું કરી શકે?તેને અંગ્રેજી સામ્રાજ્યને ઉખાડી ફેંકવાની કસમ ખાધી. તે બાળક મહાન શહીદ ભગત સિંહ હતા. આવતીકાલે 28 સપ્ટેમ્બરે તેમની જયંતી છે. ભગતસિંહ અને તેમના સાથીઓએ જે કામોને અંજામ આપ્યો, તેમની આઝાદીની લડાઈમાં મહત્વનું યોગદાન છે. ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ જેવા ઘણા ક્રાંતિકારીઓનો એક જ હેતું હતો, ભારતને આઝાદ કરાવવાનો.
 • આપણે ભલે ભગત સિંહ ન બની શકીએ, પણ તેમના રસ્તે ચાલવાનો તો પ્રયાસ કરી જ શકીએ છીએ. ચાર વર્ષ પહેલા સપ્ટેમ્બરમાં ભારતે POKમાં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આપણા જવાનોએ જીવની ચિંતા કર્યા વગર અદભૂત સાહસિકતાનો પરિચય આપ્યો હતો.

ગાંધી, શાસ્ત્રી અને જેપીને યાદ કર્યા, આગામી મહિને તેમનો જન્મદિવસ છે.

 • આવતા મહિને આપણે ઘણી મહાન હસ્તીઓના જન્મદિવસ ઉજવીશું. 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી અને લાલબહાદૂર શાસ્ત્રીની જયંતી છે.
 • બાપૂના આર્થિક ચિંતનમાં ભારતની નસ નસની સમજણ હતી. તેમનું જીવન એ જ જણાવે છે કે આપણું કાર્ય એવું હોય કે ગરીબથી ગરીબ વ્યક્તિનું સારું થઈ શકે. શાસ્ત્રીજીનું જીવન વિનમ્રતા અને સાદગીનો સંદેશ આપે છે.
 • 11 ઓક્ટોબરે જયપ્રકાશન નારાયણ અને નાનાજી દેશમુખની જયંતી છે. જ્યારે જેપી ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે પટનામાં તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને નાનાજીએ પોતાની પર લઈ લીધો હતો.
 • 12 ઓક્ટોબરે રાજમાતા વિજયારાજે સિંધિયાનો જન્મદિવસ છે. રાજપરિવારમાંથી આવ્યા છતા પોતાનું જીવન લોકો માટે સમર્પિત કરી દીધું.
 • જ્યારે હું પ્રચારક હતો, ત્યારે ઠંડીના દિવસોની વાત છે. હું ગ્વાલિયરમાં હતો. અમે રાતે ક્યાંક પહોંચ્યા હતા, સવારે ફરી જવાનું હતું હું મોડી રાતે સૂવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે જ કોઈ કે દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલ્યો તો રાજમાતા ઊભા હતા. તેમને મને હળદર વાળું દૂધ આપ્યું અને કહ્યું કે, પીને સુઈ જાવ. સવારે જોયું તો તે તમામ કાર્યકર્તાઓ પર માતૃત્વ વરસાવી રહ્યા હતા.

અપર્ણાએ મોદીને તેનાલીરામની કહાની સંભળાવી
મોદીએ સ્ટોરી ટેલર અપર્ણા અત્રેયા સાથે વાત કરી હતી. અપર્ણાએ કહ્યું હું બેંગલોર સ્ટોરી ટેલિંગ સોસાયટી તરફથી આપને શુભેચ્છા પાઠવવા માગું છું. મારા પતિ એરફોર્સમાં છે, હું પેશનેટ સ્ટોરી ટેલર છું. મને બાળકોને કહાની દ્વારા શિક્ષણ આપવાની તક મળી છે. દાદી પાસેથી કહાની સાંભળતી વખતે જ મને લાગ્યું કે બાળકો સાથે આવું કરવું કેટલું રસપ્રદ હશે. અપર્ણા સાથે તેમની ટીમની ઘણી મહિલાઓએ મોદી સાથે સ્ટોરી ટેલિંગ અંગે ચર્ચા કરી. અપર્ણાએ મોદીને વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવ રાય અને તેમના મંત્રી તેનાલીરામની કહાની સંભળાવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો