તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • PM Narendra Modi Launches New Scheme You Will Be Able To Get Treatment From Any Doctor; What Is The Disease, What Is The Investigation And What Medicine Is Taken, Everyone Will Have Online Records

હેલ્થ કાર્ડ યોજના:પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવી યોજના શરૂ કરાઈ, એક જ કાર્ડમાં સંપૂર્ણ હેલ્થ રેકોર્ડ હશે, કયો રોગ છે, ક્યાં ટેસ્ટ થયો અને કઈ દવા લીધી તેનો ઓનલાઇન રેકોર્ડ રહેશે

એક મહિનો પહેલા
  • ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને ટેસ્ટ રિપોર્ટ હવે સાચવીને નહીં રાખવા પડે, તમામ માહિતી કાર્ડમાં હશે
  • ગામમાં રહેતા હશો તો ઘેરબેઠાં શહેરના ડોક્ટર પાસે સારવાર કરાવી શકાશે, ઓનલાઇન દવા પણ મગાવી શકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM)ની શરૂઆત કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, આ મિશન દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારક સાબિત થશે. આ અંતર્ગત દરેક નાગરિકને એક ડિજિટલ કાર્ડ મળશે. આ કાર્ડ લોકોને ઘણી સુવિધાઓ આપશે. ઉદાહરણ તરીકે, તમને કયો રોગ થયો છે? તમે પહેલા કયા ડોક્ટરને બતાવ્યું? કયા ટેસ્ટ કરાવ્યા? તમને કઈ સારવાર આપવામાં આવી છે? હવે તમારે કઈ દવા લેવાની જરૂર છે? વગેરે જેવી તમામ માહિતી આ કાર્ડમાં હશે.

યોજનામાં કઈ સુવિધાઓ મળશે?

  • દેશના દરેક વ્યક્તિને એક હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ મળ્યા બાદ તમારે ડોક્ટર્સ અને મેડિકલ ટેસ્ટના તમામ પ્રિસ્ક્રિપ્શન સાચવીને રાખવાની ઝંઝટ નહીં રહે.
  • આ કાર્ડમાં પર્સનલ હેલ્થ રેકોર્ડ રહેશે. તેનાથી કોઈપણ રોગની સારવાર કરતી વખતે સંબંધિત ડોક્ટરને તમારી હેલ્થ હિસ્ટ્રીની જાણ આ સંબંધિત એપ દ્વારા મળી જશે. તેનાથી ડોક્ટરને તમારી સારવાર કરવામાં સરળતા રહેશે. જો કોઈ દવા તમને નુકસાન કરી રહી હશે તો તે આ હેલ્થ હિસ્ટ્રીથી જાણ થઈ જશે.
  • ડિજી ડોક્ટરની સુવિધા મળશે. એટલે કે દેશભરમાં પ્રાઇવેટ અને સરકારી ડોક્ટર પોતાની જાતને રજિસ્ટર્ડ કરાવી શકશે.
  • ટેલિમેડિસિનની સુવિધા મળશે. એટલે કે તમે આ પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ કોઇપણ ડોક્ટર પાસે ઓનલાઇન ટ્રીટમેન્ટ કરાવી શકશે.
  • ઇ-ફાર્મસીની સુવિધા મળશે. એટલે કે તમે આ કાર્ડ દ્વારા ઓનલાઇન દવા મગાવી શકશો.
  • આ યોજનામાં કોઇપણ પોતાની ઇચ્છાથી સામેલ થઈ શકશે. તેમાં તેની પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
  • પૈસા જમા કરવાના હોય, હોસ્પિટલમાં પ્રિસ્ક્રિપ્શન બનાવવા માટેની ભાગદોડ હોય વગેરે જેવી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. આ તમામ વસ્તુઓ હવે એક જ ડિજિટલ કાર્ડથી સંભવ થઈ શકશે.

આ યોજનાનો હેતુ ડિજિટલ હેલ્થ સિસ્ટમ બનાવવાનો છે

  • તેનો મુખ્ય હેતુ સમગ્ર દેશ માટે ડિજિટલ હેલ્થ સિસ્ટમ બનાવવાનો છે. તેનાથી હેલ્થ ડેટા મેનેજ કરી શકાશે.
  • હેલ્થ ડેટા મેનેજ કરવાથી સરકારને આરોગ્યને લગતી યોજનાઓ ઘડવામાં અને તેનો અમલ કરવામાં મદદ મળશે.
  • સરકારે NDHM માટે 470 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી દીધી છે.

ડિજી ડોક્ટરે શું કરવાનું રહેશે?
દેશના તમામ ડોકટર્સને NDHM એપ પર રજિસ્ટ્રેશન કરાવવાની મંજૂરી આપવામાં આવશે. જો તેઓ ઈચ્છે તો તેઓ આ પ્લેટફોર્મ પર પોતાનો મોબાઇલ નંબર પણ આપી શકે છે. તેમને ડિજિટલ સાઇનની સુવિધા પણ આપવામાં આવશે. તેઓ તેનો ઉપયોગ દર્દીને લખેલા ઓનલાઇન પ્રિસ્ક્રિપ્શન પર કરી શકે છે.

એક દિવસમાં 6 લાખ કરતાં વધુ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચશે
વડાપ્રધાન મોદીએ દેશમાં ડિજિટલ સુવિધાઓ માટે કરવામાં આવતા કામોનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને કહ્યું કે, વર્ષ 2014 પહેલાં આપણા દેશમાં 5 ડઝન પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર હતું. જ્યારે પછી 5 વર્ષમાં દોઢ લાખ પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચી ગયું છે. ડિજિટલ ઇન્ડિયામાં ગામડાંઓની ભાગીદારી પણ જરૂરી બની ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને અમે દરેક પંચાયત સુધી પહોંચાડવાનો પ્લાન બનાવ્યો હતો.

અમે નક્કી કર્યું છે કે, 6 લાખ કરતાં વધારે ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડીશું. લાખો કિલોમીટર સુધી ઓપ્ટિકલ ફાઇબર નાખવામાં આવશે. એક હજાર દિવસમાં દેશના 6 લાખથી વધુ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબરનું કામ પૂરું કરી દેવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો