આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉજ્જવલા 2.0 યોજનાની શરૂઆત કરી છે. યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં 1 હજાર મહિલાઓને નવા LPG કેન્ક્શન આપીને કરવામાં આવી છે. આ વીડિયો કોન્ફરન્સિંગમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ મોર્ય અને દિનેશ શર્મા હાજર રહ્યા હતા. આ વખતે આ યોજનામાં સરકાર ફ્રી LPG કનેક્શનની સાથે ભરેલો સિલિન્ડર પણ ફ્રીમાં આપવાની છે.
હજાર મહિલાઓને આપવામાં આવ્યું કનેક્શન
આજે આયોજનના શુભારંભમાં 1 હજાર મહિલાઓને કનેક્શન આપવામાં આવ્યું છે. 2021-22 નાણાકીય વર્ષમાં આ યોજના અંતર્ગત 1 કરોડ LPG કનેક્શન વહેંચવા માટે અલગથી ફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ કનેક્શન ઓછી આવકવાળા તે પરિવારને મોકલવામાં આવશેજે ઉજ્જવલા યોજનાના પહેલાં તબક્કામાં સામેલ થઈ શક્યા નથી.
એડ્રેસ પ્રૂફ વગર મળશે કનેક્શન
PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હવે ઉજ્જવલા 2.0નો લાભ લેવા માટે પ્રવાસીઓને રેશન કાર્ડ અને એડ્રેસ પ્રૂફ જમા કરવાની જરૂર નથી. જરૂરિયાતવાળા પરિવાર હવે જાતે કરેલી ટ્રૂ કોપી અરજી આપીને પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
PM મોદીએ જૂના લાભાર્થીઓ સાથે વાત કરી
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઉજ્જવલા યોજનાના જૂના લાભાર્થી મહિલાઓ સાથે વાત કરીને તેમને પૂછ્યું હતું કે, તેમને લાભ લેવામાં કોઈ મુશ્કેલી તો નથી થઈને. તે સિવાય તેમના સિલિન્ડરનું રિફિલિંગ થયું કે નહીં તે વિશે પણ માહિતી લીધી હતી.
3 કરોડ ગરીબ પરિવારોને વીજ કનેક્શન મળ્યું
આ કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું કે, વડાપ્રધાન આવાસ યોજનામાં 2 કરોડથી વધારે ગરીબોને પાકા ઘર મળ્યા છે. આ ઘરોમાં મોટા ભાગે મહિલાઓનો માલિકી હક છે. તે ઉપરાંત સૌભાગ્ય યોજના દ્વારા અંદાજે 3 કરોડ ગરીબ પરિવારોને વીજ કનેક્શન પણ આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, ઘર, વીજળી, પાણી, શૌચાલય, ગેસ, રસ્તા, હોસ્પિટલ અને સ્કૂલ જેવી ઘણી જરૂરી સેવાઓ માટે દેશના લોકોને ઘણી રાહ જોવી પડી છે. જે ખૂબ દુખની વાત છે. આપણી દીકરીઓ ઘર અને રસોડામાંથી બહાર નીકળીને રાષ્ટ્રનિર્માણમાં ત્યારે જ સહયોગ કરી શકશે જ્યારે રસોડા અને ઘર સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ આવશે. તેથી છેલ્લાં 6-7 વર્ષોથી આવા સમાધાન માટે દરેક મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે.
મેજર ધ્યાનચંદને યાદ કર્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે હું બુંદેલખંડના વધુ એક મહાન સંતાન મેજન ધ્યાન ચંદને યાદ કરી રહ્યો છું. દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર થઈ ગયું છે. આ વખતે અમે જોયું છે કે, ઓલિમ્પિકમાં આપણાં ખેલાડીઓએ મેડલ તો જીત્યા છે, અનેક રમતોમાં દમદાર પ્રદર્શન કરીને ભવિષ્યનો સંકેત પણ આપ્યો છે. છેલ્લાં સાડા સાત દશકાની પ્રગતિને જોતા અમને લાગે છે કે, અમુક સ્થિતિ-પરિસ્થિતિ એવી છે જે ઘણાં દશકાઓ પહેલા બદલાઈ જવાની જરૂર હતી.
જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે પણ જાણી લો.
તમે કેવી રીતે કરી શકો છો અરજી?
ઓનલાઈન અરજી પૂરી થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થશે. તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ કંપનીના ડિસ્ટ્રિબ્યુટર પાસે લઈ જાઓ. ધ્યાન રાખો, તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ હોવા જોઈએ. ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિના વેરિફિકેશન નહીં થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.