• Gujarati News
  • National
  • PM Narendra Modi Is The First Non Congress Prime Minister To Fly The Tricolor A Maximum Of 8 Times On The Ramparts Of The Red Fort; The Record Is In The Name Of Jawaharlal Nehru With Flag Waving 17 Times

આ રીતે ખાસ રહી 15મી ઓગસ્ટ:PM નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર સૌથી વધુ 8 વખત તિરંગો ફરકાવનારા પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન; 17 વખત ધ્વજવંદન સાથે જવાહરલાલ નેહરુના નામે છે રેકોર્ડ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 16 વખત લાલ કિલ્લાના પ્રાચીર પર રાષ્ટ્રધ્વજ ફરકાવેલો
  • લાલ કિલ્લા પરથી લાંબા સમય 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કરવાનો રેકોર્ડ PM મોદીના નામે છે

દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે 8મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. તેઓ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન છે,કે જેમણે સૌથી વધારે એટલે કે 8 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. અગાઉ અટલ બિહારી વાજપેયી 6 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી ચૂક્યા છે, જ્યારે જવાહરલાલ નેહરુએ 17 વખત તિરંગો ફરકાવ્યો હતો. આજે આપણે કયા વડાપ્રધાને લાલ કિલ્લાના પ્રાચીર પરથી કેટલી વખત તિરંગો ફરકાવ્યો અને લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાને લગતા ઈતિહાસ વિશે વાત કરીશું.

કયા વડાપ્રધાને કેટલી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો

  • દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સૌથી વધારે 17 વખત તિરંગો ફરકાવ્યો છે, જે કોઈ વડાપ્રધાન દ્વારા લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યાનો રેકોર્ડ છે.
  • દેશનાં એકમાત્ર મહિલા મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી 16 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી ચૂક્યાં હતાં.
  • દેશના 13મા વડાપ્રધાન મનમોહન સિંહ 10 વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી ચૂક્યા છે.
  • જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે 8મી વખત તિરંગો ફરકાવ્યો હતો.
  • આ અગાઉ અટલ બિહારી વાજપેયી 6 વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો, જેઓ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ બીજા એવા બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા કે જેમણે સૌથી વધારે વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો.

રાજીવ ગાંધીએ 5 વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો.

  • દક્ષિણ ભારતમાંથી આવેલા પ્રથમ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે પણ 5 વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો.
  • દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ 2 વખત, જ્યારે દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ 2 વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો.
  • જ્યારે ચૌધરી ચરણ સિંહ અને વિશ્વનાથ પ્રતાપ સિંહ, એચડી દેવેગૌડા, ઈન્દ્ર કુમાર ગુજરાલે 1-1 વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો.

75મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શા માટે છે ખાસ
દેશના 14મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ એવા બિનકોંગ્રેસી વડાપ્રધાન છે, જેમણે સૌથી વધારે વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. આ ઉપરાંત 15મી ઓગસ્ટ, 2016ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેમણે અત્યારસુધીનું સૌથી લાંબું ભાષણ આપ્યું હતું, તેમણે 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. 15મી ઓગસ્ટ ભારત ઉપરાંત વિશ્વના 5 અન્ય દેશ પણ છે, જેમણે આ દિવસે સ્વતંત્રતા મળી હતી. આ દેશમાં ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, બહેરીન, લિચેંસ્ટીન અને કોંગો દેશનો સમાવેશ થાય છે.