તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Prime Minister Modi Will Respond In The Lok Sabha Today, After Which Rahul Gandhi Is Likely To Speak

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદીના ભાષણ વખતે 8 વખત હોબાળો:લોકસભામાં PMએ કહ્યું- ખેડૂતોના પવિત્ર આંદોલનને આંદોલનજીવી અપવિત્ર કરી રહ્યા છે, તેનાથી દેશને બચાવવો પણ જરૂરી

નવી દિલ્હી21 દિવસ પહેલા
વડાપ્રધાને કહ્યું હતું કે માત્ર જનસંખ્યાના આધારે જ અમે વિશ્વમાં પોતાની મજબૂતીનો દાવો નહીં કરી શકીએ. એ એક તાકાત છે, પરંતુ માત્ર આટલેથી જ નહીં ચાલે.
  • વડાપ્રધાન મોદી આજે લોકસભામાં જવાબ આપશે, એ પછી રાહુલ ગાંધી બોલે એવી શકયતા છે

વડાપ્રધાન મોદીએ બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો. આ વચ્ચે કોંગ્રેસના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કરી દિધું. મોદીના દોઢ કલાકના ભાષણમાં વિપક્ષે 8 વખત હોબાળો કર્યો. છઠ્ઠી વખતના હોબાળા બાદ મોદી ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે આ વધુ પડતું થઈ રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું, 'ખેડૂત આંદોલનની પવિત્રતા છે. ભારતમાં આંદોલનનું મહત્વ છે, પરંતુ જ્યારે આંદોલનજીવી પવિત્ર આંદોલનને પોતાના લાભ માટે બરબાદ કરવા નીકળે છે તો શું થાય છે? રમખાણ કરનારા લોકો, સંપ્રદાયવાદી, નક્સલવાદી જેઓ જેલમાં બંધ છે, ખેડૂત આંદોલનમાં તેમની મુક્તિની માગ કરવી ક્યાં સુધી યોગ્ય છે.'

'આ દેશમાં ટોલ પ્લાઝાને તમામ સરકારે સ્વીકાર્યો છે. તે ટોલ પ્લાઝા પર કબજો કરવો, તેને ન ચાલવા દેવા, આવી રીતે પવિત્ર આંદોલનને અપવિત્ર કરવાનો પ્રયાસ નથી? જ્યારે પંજાબમાં ટેલીકોમ ટાવર તોડી નાખવામાં આવે તો તે ખેડૂતોની માગ સાથે કઈ રીતે જોડાયેલા છે? ખેડૂતોના આંદોલનને અપવિત્ર કરવાનું કામ આંદોલનજીવીઓએ કર્યું છે. દેશને આંદોલનજીવીઓથી બચાવવો જરૂરી છે.'

મોદીએ કહ્યું- વિપક્ષ વિકાસ પર ચર્ચા નથી કરતો
મોદીએ કહ્યું, 'વિપક્ષના મુદ્દે કેટલાં બદલાય ગયા છે. જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે દેશના વિકાસના મુદ્દે અને ભ્રષ્ટાચારના મુદ્દે સરકારે ઘેરતા હતા. આજે આશ્ચર્ય થાય છે કે વિકાસના મુદ્દે કોઈ ચર્ચા જ નથી કરતા. અમે રાહ જોતા રહીએ છીએ કે તેઓ કંઈક બોલે તો અમે જવાબ આપીએ.'

કોંગ્રેસના વોકઆઉટ પર કહ્યું- તેઓ પોતાના સમયની ગઝલ સંભળાવતા રહે છે
મોદીએ કહ્યું કે જ્યારે પણ દેશની સામે કોઈ પડકાર આવે છે તો દેશને નીચા જોવાપણું નથી થતું. આપણાં ફૌજી તેવું થવા જ નથી દેતા. અમને દેશની સેના પર, વીરો પર ગર્વ છે. દેશ હિંમતની સાથે પોતાના નિર્ણયો કરે છે. મેં ક્યારેક એક ગઝલ સાંભળી હતી. આમ તો વધુ રૂચિ નથી. તેમાં લખ્યું હતું કે- હું જેને ઓઢું છું- પાથરું છું, તે ગઝલ તમને સંભળાવું છું. આ સાથી જે જતા રહ્યાં (કોંગ્રેસનો વોકઆઉટ), તેઓ આ ગઝલને જ સંભળાવતા રહે છે, જે તેમના સમયમાં તેઓએ જોયું. અમે દેશના એજન્ડા પર ચાલીએ છીએ. ખેડૂતોને આગ્રહ કરીશ કે, આવો અને મળીને ચર્ચા કરો.

તેઓએ કહ્યું, 'આ કોરોના કાળમાં 3 કૃષિ કાયદાઓ પણ લાવવામાં આવ્યા. આ કૃષિ સુધારા માટે ઘણું જ જરૂરી છે. વર્ષોથી આપણાં કૃષિ ક્ષેત્રે પડકારો જ જોવા મળતા હતા, અમે તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. ભવિષ્યના પડકારો સામે આપણે અત્યારથી તૈયાર રહેવું પડશે. હું જોઈ રહ્યો હતો કે અહીં કોંગ્રેસના સાથીઓએ ચર્ચા કરી કે તેઓ કાયદાના કલરને લઈને ચર્ચા કરી રહ્યાં હતા. બ્લેક છે કે વ્હાઈટ. સારું હોત જો તેઓ કન્ટેન્ટ પર, તેના ઈન્ટેન્ટ પર ચર્ચ કરતા કે જેથી દેશના ખેડૂતો સુધી યોગ્ય વાત પહોંચી શકી હોત.

દાદા (અધીર રંજન ચૌધરી)એ પણ ભાષણ આપ્યું અને થયું કે તેઓ ઘણો અભ્યાસ કરીને આવ્યા હશે. પરંતુ વડાપ્રધાન બંગાલની યાત્રા કેમ કરી રહ્યાં છે, તેઓ તે વાતમાં જ રચ્યાપચ્યા રહ્યાં. દાદાના જ્ઞાનથી વંચિત રહી ગયા. ચૂંટણી પછી તમારી પાસે તક હશે તો... આ (બંગાળ) કેટલો મહત્વપૂર્ણ પ્રદેશ છે, તેથી તો કરી રહ્યાં છીએ. તમે એટલું પાછળ છોડી દીધું, તેથી અમે તેને પ્રમુખતા આપવા માગીએ છીએ.'

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, 'જ્યાં સુધી આંદોલનનો સવાલ છે, તો તેઓ ખોટી માન્યતાઓનો શિકાર બન્યાં છે. (હોબાળો થવા લાગ્યો તો વડાપ્રધાને કહ્યું....) મારું ભાષણ પૂરું થાય તે પછી આ બધું કરજો, તમને તક મળી હતી. તમે ખેડૂતો માટે કોઈ પણ ખોટા શબ્દો બોલી શકો છે, અમે ન બોલી શકીએ. (રોક-ટોક થવા લાગી તો મોદીએ કહ્યું...) જુઓ હું કેટલી સેવા કરું છું. તમારે જ્યાં રજિસ્ટર કરાવવાનું હતું, ત્યાં થઈ ગયું.'

'ખેડૂતો સાથે સતત વાતચીત ચાલી રહી છે'
મોદીએ કહ્યું કે સતત ખેડૂતો સાથે વાતચીત થઈ રહી છે. જ્યારે પંજાબમાં આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે પણ ચર્ચાઓ થઈ. વાતચીતમાં ખેડૂતોી શંકાઓ શોધવાનો પણ ઘણો જ પ્રયાસ કરવામાં આવ્યો. કૃષિ મંત્રીએ આ અંગે જણાવ્યું પણ છે. અમે માનીએ છીએ કે આમાં સાચે જ કોઈ ઉણપ છે તો તેમાં ફેરફાર કરવામાં શું વાંધો છે. જો કોઈ નિર્ણય છે તો તે ખેડૂતો માટે છે. અમે રાહ જોઈ રહ્યાં છીએ કે તેઓ કોઈ સ્પેસિફિક વાત જણાવે તો અમને કોઈ જ સંકોચ નથી. (આ મુદ્દે ફરી હોબાળો થયો અને મોદી હસવા લાગ્યા, અને કોઈ આરોપ પર કહ્યું) આ ક્રેડિટ પણ તમે મને જ આપી.

હોબાળો વધ્યો તો સ્પીકરને મધ્યસ્થી કરવી પડી
ટીઆર બાલુ વિરોધ કરવા લાગ્યાં તો મોદીએ કહ્યું, 'અધ્યાદેશથી કાયદો લાગુ થયો, પછી સંસદમાં આવ્યો. કાયદો લાગુ થયા બાદ દેશમાં કોઈ મંડી બંધ થઈ નથી, ન તો MSP બંધ થઈ છે. આ સત્ય છે, જેને છુપાવવાનો કોઈ અર્થ જ નથી. MSPની ખરીદી પણ કાયદો બનાવવામાં આવ્યા બાદ વધી છે.' મોદીએ આ કહેતાં જ જોરદાર હોબાળો થવા લાગ્યો. જેના પર સ્પીકરે મધ્યસ્થી કરવી પડી. તેઓ સીટ પરથી ઊભા થઈ ગયા અને કહ્યું કે મેં તમામને પર્યાપ્ત સમય આપ્યો છે. વડાપ્રધાનનો જવાબ સાંભળો.

અત્યાર સુધી હસી-મજાક કરતાં મોદીના તેવર બદલાયા હતા અને ગુસ્સો દાખવતા બોલ્યા કે, 'આ હોબાળો, આ અવાજ, આ અડચણ નાખવાનો પ્રયાસ એક સમજી-વિચારીને નક્કી કરાયેલી રણનીતિ અંતર્ગત છે. વિચારીને તૈયાર કરેલી રણનીતિ એ છે કે જૂઠાંણા ફેલાવ્યા છે, તેનો પર્દાફાશ થઈ જશે. તેથી જ હોબાળાની રમત ચાલતી રહે છે. પરંતુ તેનાથી તમે લોકોનો વિશ્વાસ નહીં જીતી શકો. નવા કાયદાથી જે વ્યવસ્થા ચાલતી હતી, તેને કોઈએ ઝુંટવી લીધી છે શું? કોઈ કાયદાનો વિરોધ તો ત્યારે માન્ય રહે છે જ્યારે તે અનિવાર્ય હોય, આ તો ઓપ્શનલ છે. જ્યાં વધુ ફાયદો થાય, ત્યાં ખેડૂત જઈ શકે છે, આ વ્યવસ્થા કરવામાં આવી છે. અધીર રંજનજી, હવે વધુ પડતું થઈ રહ્યું છે. હું તમારું સન્માન કરનારો માણસ છું.' PMએ વધુમાં કહ્યું, 'બંગાળમાં પણ તૃણુમૂલથી વધુ પબ્લિસિટી તમને મળી જશે. મેં જણાવી દિધું કે તમને પબ્લિસિટી મળી જશે.' (આવું કહીને મોદી ફરી હસવા લાગ્યા) 'તમે આવું પહેલાં કરતા ન હતા, આજે આટલું કેમ કરો છો? હદથી વધારે શું કામ કરી રહ્યાં છો?'

ગૃહમાં મહિલા સાંસદોની ભાગીદારી વધુ હતી
મોદીએ કહ્યું, 'આ ગૃહમાં 15 કલાકથી પણ વધુ ચર્ચા થઈ ચે. સભ્યોએ ચર્ચાને જીવંત બનાવી છે. તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું. હું વિશેષ રૂપે મહિલા સાંસદોનો આભાર વ્યક્ત કરું છું. તેમની ભાગીદારી પણ વધુ હતી. રિસર્ચ કરીને મુદ્દાઓ રાખવાનો તેમનો પ્રયાસ હતો. પોતાની વાતોને તૈયાર કરીને તેઓએ આ ગૃહ અને ચર્ચાને સમૃદ્ધ કરી છે. તેથી તેમની તૈયારી, તેમના તર્ક અને તેમની દિર્ધદ્રષ્ટી માટે હું વિશેષ રૂપે મહિલા સાંસદોનો આભાર વ્યક્ત કરું છું.'

વડાપ્રધાને વધુમાં કહ્યું, 'ભારત આઝાદીના 75માં વર્ષને દસ્તક આપી રહ્યું છે. આઝાદીનું 75મું વર્ષ દરેક ભારતીય માટે ગર્વનો વિષય છે. સમાજ વ્યવસ્થામાં આપણે ગમે ત્યાં હોઈએ, દેશના કોઈ પણ ખૂણામાં હોઈએ. આપણે બધાંએ મળીને આઝાદીના આ પર્વમાંથી એક નવી પ્રેરણા પ્રાપ્ત કરીને 2047માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરાં કરશે ત્યારે આપણો દેશ ક્યાં હોય તે માટેનો સંકલ્પ લેવાનું કામ આ પરિસરનું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અંગ્રેજ કહેતા હતા કે ભારત અનેક દેશોનો એક દ્વીપ છે અને કોઈ પણ તેને એક ન કરી શકે, પરંતુ આજે 75 વર્ષની યાત્રામાં આપણે વિશ્વ માટે એક આશાનું કિરણ બનીને ઊભા છીએ.'

કોરોના કાળમાં ભારતે વિશ્વને સંભાળવામાં મદદ કરી
મોદીએ કહ્યું કે કોરાના કાળમાં ભારતે પોતાને સંભાળ્યું, સાથે જ વિશ્વને સંભાળવામાં પણ મદદ કરી. ભાષણની શરૂઆતમાં વડાપ્રધાને કહ્યું, 'દાદા સ્વસ્થ છો?' તેનો ઈશારો અધીર રંજન ચૌધરી તરફ હતો. જે બાદ મોદીએ કહ્યું, 'રાષ્ટ્રપતિ જીનું ભાષણ ભારતના 130 કરોડ નાગરિકોની સંકલ્પ શક્તિના પરિચાયક છે. વિકટ અને વિપરીત કાળમાં પણ આ દેશ કયા પ્રકારથી પોતાનો રસ્તો પસંદ કરે છે, નક્કી કરે છે અને માર્ગમાં એચિવ કરીને આગળ વધે છે, આ તમામ વાતો વિસ્તારથી રાષ્ટ્રપતિ જીએ પોતાના અભિભાષણમાં કહી છે. તેમનો એક એક શબ્દ દેશવાસીઓમાં એક નવો વિશ્વાસ ઊભો કરનારો છે. અમે તેમનો જેટલો આભાર વ્યક્ત કરીએ, એટલો ઓછો છે.'

મંગળવારે ભાવુક થઈ ગયા હતા મોદી
વડાપ્રધાન મોદી મંગળવારે રાજ્યસભામાં ભાવુક થઈ ગયા હતા. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની વિદાઈ દરમિયાન તેમણે એક આતંકી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તે પછી તેમને આંખો ભરાઈ ગઈ હતી. તેમણે પાણી પીધુ અને આઝાદને સલામ કર્યા.

રાજ્યસભામાં ખેડૂતોને આંદોલન ખત્મ કરવાની અપીલ કરી હતી
8 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં બોલતા મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે કૃષિ કાયદાઓને પરત લેવામાં આવશે નહિ. તેમણે ખેડૂતોને આંદોલન ખત્મ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે MSP હતુ, MSP છે અને MSP રહેશે. ખેડૂતોએ આંદોલન ખત્મ કરવું જોઈએ. સંસદમાં માત્ર આંદોલનની વાત થઈ છે. કાયદામાં શું ખામી છે અને તેમાં સુધારો કઈ રીતે કરી શકાય તે અંગે કોઈએ ચર્ચા થઈ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો