• Gujarati News
  • National
  • PM Narendra Modi Fit India Dialogue 2020 Live Updates: Modi Speaks Milind Soman, Virat Kohli

ફિટ ઇન્ડિયા મુવમેન્ટને એક વર્ષ:મોદીએ વિરાટ કોહલીને યોયો ટેસ્ટ વિશે પૂછ્યું, કોહલીએ કહ્યું- ફિટનેસ માટે એ જરૂરી છે કે હું પણ આમાં ફેલ થઈશ તો સિલેક્શન નહીં થાય

નવી દિલ્હીએક વર્ષ પહેલા

ફિટ ઈન્ડિયા મુવમેન્ટનું એક વર્ષ પૂરું થવા પર વડાપ્રધાન મોદી ખેલાડીઓ અને અન્ય સેલિબ્રિટી સાથે વાત કરી રહ્યા છે. ક્રિકેટર વિરાટ કોહલી સાથેની ચર્ચામાં મોદીએ પૂછ્યું કે ટીમ માટે યોયો ટેસ્ટ થઈ રહ્યો છે, શું કેપ્ટને પણ કરવો પડે છે? આ અંગે કોહલીએ કહ્યું કે અમે અમારું લેવલ વધારવા માગીએ છીએ, એટલા માટે યોયો ટેસ્ટ જરૂરી છે. હું પણ આમાં નાપાસ થઈશ તો મારું સિલેક્શન નહીં થઈ શકે.

મોદીની વિરાટ સાથે વાતચીત
મોદી- દુબઈથી સમય કાઢીને જોડાયા. તમારું નામ જ વિરાટ છે. ફિટનેસ માટે શું કહેશો?

વિરાટ- મિલિંદજીએ પણ ઘણી સારી વાતો કહી છે. મને પણ જીવનમાં ટ્રાન્જિશન જોવા મળ્યું. મને અનુભવ થયો, જે રુટિન બની ગયો છે, એ સાચું ન હતું, કારણ કે ગેમ આગળ વધી ગઈ હતી, જે સેલ્ફ રિયલાઈઝેશનની વાત હતી. મને પણ લાગ્યું કે ફિટનેસ પ્રાયોરિટી હોવી જોઈએ. પ્રેક્ટિસ છૂટી જાય તો ખરાબ નથી લાગતું, પણ ફિટનેસ સેશન મિસ થઈ જાય તો ખરાબ લાગે છે.

મોદી- દિલ્હીના છોલે-ભટૂરેને મિસ કરો છો?
વિરાટ- જ્યાંથી આવું છું ત્યાંની ખાણીપીણીની ખાસ અસર નથી થતી. જોકે હવે ફિટનેસ માટે ઘણુંબધું બદલવું પડ્યું છે. જો આપણે ફિટનેસને ઈમ્પ્રૂવ નહીં કરીએ તો ગેમમાં પાછળ રહી જઈશું. શરીર અને મગજ બન્ને સ્વસ્થ રહેવાં જરૂરી છે. રાતે મીઠું ખાઈને કોઈપણ એક્ટિવિટી વગર સૂઈ જાઓ એ ખોટું છે. મગજમાં એ વાત સ્પષ્ટ રાખજો કે તમારે શેના માટે ફિટ રહેવાનું છે.

આ પહેલાં મોદીએ અભિનેતા મિલિંદ સોમણ સાથે વાતચીતમાં તેમના ગીત ‘મેડ ઈન ઈન્ડિયા’નો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને સોમણને ઉંમર વિશે પૂછ્યું તો અભિનેતાએ જણાવ્યું કે લોકો મને કહે છે કે 55 વર્ષમાં આટલું કેવી રીતે દોડી લો છો? હું તેમને કહું છું કે મારી મમ્મી 81 વર્ષનાં છે. એ પણ આ બધું કરી લે છે. મારા દાદાજી પણ એકદમ ફિટ હતા. બેસી રહેવાથી તમે નબળા પડી જાઓ છે. કોઈપણ વ્યક્તિ એક્સરસાઈઝથી 3 કિમીથી માંડી 100 કિમી સુધી દોડી શકે છે.

મને એક્સરસાઈઝ કરવાનું ગમે છે. જેટલો સમય મળે છે, હું એ સમયમાં એક્સરસાઈઝ કરું છું. જિમમાં નથી જતો, મશીનોનો ઉપયોગ નથી કરતો. હું 10 ફૂટના રૂમમાં રહી શકું છું. હું જ્યારે દોડું છું તો જૂતાં નથી પહેરતો. તમારી પાસે જે કંઈ પણ છે તેની સાથે તમે પોતાને ફિટ રાખી શકો છો. તમે પોતાની જ એક્સરસાઈઝ બનાવી શકો છો. લોકોને સમજાવું જોઈએ કે ફિટ રહેવું જરૂરી છે. એ જાણવું જરૂરી છે કે તમારે શેના માટે ફિટ રહેવાનું છે, રમતગમત, પર્વતારોહણ કે સામાન્ય જીવન માટે. 40,50,60ની ઉંમરમાં જીવન ખતમ નથી થઈ જતું. તમે નવી શરૂઆત કરી શકો છો. મન કૌર 104 વર્ષનાં છે, તેમણે 90 વર્ષની ઉંમરમાં દોડવાનું શરૂ કર્યું હતું.

લોકો ઘણી વખત કહે છે કે આ ના કરશો, આ ખોટું કરી રહ્યા છો. આ ખોટું છે. તમે આ બધી વાતોને હેન્ડલ કેવી રીતે કરો છો. મોદીજી, અમારે અહીં કહેવાય છે કે ‘નિંદક નિયરે રાખીએ, આંગન કૂટી છવાય. બિનુ પાની-સાબુન બિના,નિર્મલ કરે સુહાય’ જો કામ સારો ભાવ રાખીને કરો છો તો ઊર્જા મળે છે. પ્રતિસ્પર્ધાને આપણે પજવણી ન ગણવી જોઈએ. પ્રતિસ્પર્ધા તંદુરસ્તીની નિશાની છે. આ તંદુરસ્તી ત્યારે જ આવશે, જ્યારે પોતાની સાથે પ્રતિસ્પર્ધા થશે. આપણી રેખા લાંબી કરવા વિશે વિચારવું જોઈએ.

ઋજુતા દિવેકર સાથેની વાતચીતમાં મોદીએ હેલ્થી ફૂડ વિશે જણાવ્યું હતું. ઋજુતાએ કહ્યું કે આજકાલ અમેરિકામાં ઘી શબ્દ સૌથી વધુ ગૂગલમાં સર્ચ કરવામાં આવી રહ્યો છે. મોદીએ કહ્યું કે હું સરગવાના પરાઠા ખાઉં છું. સપ્તાહમાં બે વખત મમ્મી સાથે વાત થાય છે. તે એક જ વાત પૂછે છે, હળદર લે છે ને.

સ્વામી શિવધ્યાનમ સ્વામી સાથે વાતચીત
સ્વામીજી ગુરુકુલમાં નાની ઉંમરથી બાળકો આવીને રહે છે, ત્યાં રહેવાલાયક વાતાવરણ ઊભું થાય છે. આશ્રમમાં પણ આ જ પદ્ધતિ છે. યોગ માત્ર અભ્યાસ નહીં, જીવન જીવવાની કળા છે. આશ્રમ એ વાતાવરણ આપે છે કે યોગના શિક્ષણને જીવનમાં ઉતારી શકે. આશ્રમમાં તમામ લોકો પોતાનું કામ જાતે કરે છે. છોકરા-છોકરીઓ આવે છે, તેમણે પહેલાં કોઈ કામ નથી કર્યું. જતી વખતે કહે છે કે અમારું જીવન બદલાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...