તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Pm Narendra Modi Corona Vaccine Included All World Leader Corona Vaccineted Covid 19

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વના નેતાઓ કોરોના વેક્સિનેટેડ થયા:PM મોદી સહિત દુનિયાના આ મોટા નેતાઓએ પણ લગાવી છે કોરોના વેક્સિન, આપી રહ્યા છે આ સંદેશ

2 મહિનો પહેલા
  • ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 6.30 વાગે દિલ્હી AIIMSમાં કોરોના વેક્સિન લીધી

જ્યારે દુનિયાભરમાં કોરોનાની વેક્સિન લોકો સુધી પહોંચવા લાગી છે ત્યારે અનેક દેશના નેતાઓ પણ વેક્સિન લગાવી પણ રહ્યા છે. આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીની AIIMSમાં કોરોનાની વેક્સિન લગાવી છે. આ નેતાઓએ વેક્સિન એટલા માટે મુકાવી, જેથી દેશના લોકોનો વેક્સિન પર વિશ્વાસ જીતી શકાય, સાથે જ દુનિયાભરના લોકોને વિશ્વાસ પાવી શકાય કે કોરોનાની વેક્સિન સુરક્ષિત છે.

આવો જાણીએ... વડાપ્રધાન મોદી સહિત દુનિયાના કયા મોટા નેતાઓએ કોરોનાની વેક્સિન મુકાવી...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1લી માર્ચે લીધી વેક્સિન
કોરોના વેક્સિનેશનનો બીજો ફેઝ આજથી સામાન્ય લોકો માટે શરૂ થાય એ પહેલાં જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી છે. તેમણે આજે સવારે અંદાજે 6.30 વાગે દિલ્હી AIIMSમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વડાપ્રધાને સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે. મોદીએ વેક્સિન લગાવતા સમયની હસતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમ, તેમણે વેક્સિન લઈને સામાન્ય લોકોના મનની શંકાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડન.
અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડન.

અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડન
અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઈડને સોમવારે કોવિડ-19 વેક્સિનનો ચાર સપ્તાહ બાદ બીજો ડોઝ લીધો છે. બાઈડને ફાઇઝર અને બાયોએનટેક વેક્સિન લગાવડાવી છે. તેમણે પહેલો ડોઝ 21 ડિસેમ્બરે લીધો હતો.

અમેરિકાનાં વાઇસ-પ્રેસિડેન્ટ ઇલેક્ટ કમલા.
અમેરિકાનાં વાઇસ-પ્રેસિડેન્ટ ઇલેક્ટ કમલા.

અમેરિકાનાં વાઇસ-પ્રેસિડેન્ટ ઇલેક્ટ કમલા હેરિસ
અમેરિકાના વાઇસ-પ્રેસિડેન્ટ ઇલેક્ટ કમલા હેરિસ (Kamala Harris)એ 29 ડિસેમ્બરે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે આ વેક્સિન લાઈવ ટીવી કાર્યક્ર્મમાં મુકાવી હતી.

અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેન્સ
અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેન્સે 18 ડિસેમ્બરે લાઈવ ટીવી કાર્યક્રમ દરમિયાન કોરોનાવાયરસની વેક્સિનનો પહેલો ડોઝ લગાવ્યો હતો.

ક્વીન એલિઝાબેથ.
ક્વીન એલિઝાબેથ.

ક્વીન એલિઝાબેથ
બ્રિટનનાં ક્વીન એલિઝાબેથે બકિંગહમ પેલેસમાં ગયા 20 ફેબ્રુઆરીના રોજ વેક્સિન લગાવી હતી. તેમને વેક્સિન મહેલના રોયલ ડોક્ટરે લગાવી હતી. બ્રિટનના ક્વીન એલિઝાબેથ આજકાલ લિંડસર કૈસલમાં લોકડાઉન સમય પસાર કરી રહ્યાં છે.

ડ્યુક ઓફ એડિનબર્ગ.
ડ્યુક ઓફ એડિનબર્ગ.

ડ્યુક ઓફ એડિનબર્ગ
બ્રિટનનાં ક્વીન એલિઝાબેથના પતિ ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપે પણ 20 ફેબ્રુઆરીના રોજ વેક્સિન લગાવી છે. તેમને પણ વેક્સિન તે જ ડોક્ટરે લગાવી છે, જેમણે એલિઝાબેથને લગાવી હતી. હાલ તેઓ પણ વિંડસર કૈસલમાં સમય પસાર કરી રહ્યા છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહુ.
ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહુ.

ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહુ
ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ 1 જાન્યુઆરી 2021ના રોજ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. તેમણે આ પહેલાં 20 ડિસેમ્બર 2020ના રોજ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વેક્સિન લેવા માટે બેંજામિન જાતે તેલ અવીવના શેબા મેડિકલ સેન્ટર ગયા હતા. તેઓ આ દેશની પહેલી વ્યક્તિ છે, જેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ સૌથી પહેલા લીધા છે.

ગ્રીસનાં રાષ્ટ્રપતિ કેટેરીના.
ગ્રીસનાં રાષ્ટ્રપતિ કેટેરીના.

ગ્રીસનાં રાષ્ટ્રપતિ કેટેરીના સકેલ્લારોપોઉલોઉ
ગ્રીસના રાષ્ટ્રપતિ કેટેરીના સકેલ્લારોપોઉલોઉએ 27 ડિસેમ્બરે એથેન્સ એવગ્ગેલીસમોસ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. રાષ્ટ્રપતિ કેટેરીના ગ્રીસમાં કોરોના વેક્સિન લગાવનાર અમુક લોકોમાં સામેલ છે.

ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસ.
ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસ.

ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસ
ગ્રીસના વડાપ્રધાન કિરિયોકોસ મિત્સોતાકિસે પણ 27 ડિસેમ્બરે એથેન્સની એટિકોન યુનિવર્સિટી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લીધી છે. તેમણે કહ્યું હતું કે આજે આખું ગ્રીસ માસ્કની પાછળ સ્માઈલ કરી રહ્યું છે, કારણ કે કોરોનાને હરાવવા માટે માસ્ક પછીનું સૌથી મોટું હથિયાર દેશમાં આવી ગયું છે.

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મુત્કુમ.
દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મુત્કુમ.

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મુત્કુમ
દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મત્કુમે 3 નવેમ્બરે જ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો હતો. ે સમયે શેખે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે આ વેક્સિન સમગ્ર દુનિયા સુધી પહોંચે અને દરેકનો ઈલાજ થાય. કોઈ કોરોનાથી સંક્રમિત ના થાય.

જોકો વિડોડો, રાષ્ટ્રપતિ, ઈન્ડોનેશિયા.
જોકો વિડોડો, રાષ્ટ્રપતિ, ઈન્ડોનેશિયા.

જોકો વિડોડો, રાષ્ટ્રપતિ, ઈન્ડોનેશિયા
ચીની દવા કંપની સાઈનોવૈક બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિન સુરક્ષિત છે. એ દર્શાવવા માટે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આ વેક્સિનનો પહેલો ડોઝ 13 જાન્યુઆરીએ લીધો હતો. ચીનની કોરોના વેક્સિનની ક્ષમતા વિશે સમગ્ર દુનિયામાં સવાલો ઊભા થઈ રહ્યા છે. માનવામાં આવે છે કે કોરોના સામે લડવાની એની ક્ષમતા 50 ટકા જ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો