તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • PM Narendra Modi Attends An Event Marking The Diamond Jubilee Of High Court Of Gujarat, Through Video Conferencing.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત હાઈકોર્ટના 60 વર્ષ પૂરા:PM મોદીએ કહ્યું - સરકાર અને ન્યાયપાલિકા મળીને દેશમાં વર્લ્ડ ક્લાસ જ્યૂડિશિયરી સિસ્ટમ તૈયાર કરશે

એક મહિનો પહેલા
  • ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1 મે 1960માં થઈ હતી
  • નરેન્દ્ર મોદી આપણા પ્રિય, સૌથી લોકપ્રિય, જીવંત અને દૂરદર્શી નેતા -અેમ. આર. શાહ, જસ્ટિસ, સુપ્રીમકોર્ટ
  • રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય નિભાવી મોદીજીએ સુરક્ષિત વિશ્વનો સંકલ્પ નિભાવ્યો -વિક્રમનાથ, ચીફ જસ્ટિસ, ગુજરાત फHC

ગુજરાત હાઇકોર્ટને 60 વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સથી પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ સહિત સિટિંગ અને નિવૃત્ત જજીસ હાજર રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે આ પ્રસંગે એવું વકતવ્ય આપ્યું હતું કે, આજે ન્યાયનો મંચ છે અને ગુજરાતનો સંદર્ભ છે તો હું એમ કહીશ કે ગુજરાતના લોકપ્રિય નરેન્દ્ર મોદી ન્યાય નિષ્ઠાનું ઉદાહરણ છે. તેમણે માત્ર રાષ્ટ્ર જ નહીં સમગ્ર વિશ્વની સુરક્ષાનો સંકલ્પ ચરિતાર્થ કર્યો છે. જો નેતૃત્વ ન્યાયવાન હોય તો તેમના દળની પ્રતિભાઓને તેમાંથી પ્રેરણા મળે છે. તેમણે ગુજરાત હાઇકોર્ટના જજીસનો ફાળો અને જયુડીશ્યરી વિભાગે આપેલ યોગદાનની પ્રશંસા કરી હતી.

‘કટોકટીના સમયમાં માનવ અધિકારોનું રક્ષણ કર્યું’
સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર શાહે આ પ્રસંગે વકતવ્ય આપતા જણાવ્યુ હતુ કે,ગુજરાત હાઇકોર્ટની સ્ટેમ્પ બહાર પાડવાના પ્રસંગે મને ગર્વ થાય છે કે હું, વાયબ્રન્ટ, પ્રેમાળ,લોકપ્રિય અને દુરંદેશી વડાપ્રધાનની સાથે આ પ્રસંગે હાજર છું. તમારા કારણે ગુજરાત હાઇકોર્ટની સ્ટેમ્પ બહાર પડી રહી છે તેના માટે હાઇકોર્ટના જજીસ અને તમામ સ્ટાફ તમારા આભારી છે. કટોકટીના સમયમાં પણ ગુજરાત હાઇકોર્ટના જજીસે હંમેશા માનવ અધિકારોનું રક્ષણ કર્યુ છે. આપણા દેશમાં ગુજરાત હાઇકોર્ટે કોર્ટ કાર્યવાહીનું સૌથી પહેલા જીવંત પ્રસારણ શરૂ કર્યુ છે. ગુજરાત હાઇકોર્ટ હંમેશા સ્વતંત્ર ન્યાયપ્રણાલી અને માનવ અધિકારીઓના રક્ષણ માટે ખડે પગે રહી છે.

આ પ્રસંગે રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે, અગાઉ ડાક વિભાગે બોમ્બે, કલકત્તા, અલાહાબાદ હાઇકોર્ટની સ્ટેમ્પ પણ બહાર પાડી છે. ગુજરાતે ગાંધીજી, સરદાર પટેલ જેવા દિગ્ગજ વકીલો દેશને આપ્યા છે. ગુજરાત હાઇકોર્ટના જજીસ અને વકીલો ખુબ જીંદાદીલ છે.

ડિઝીટલ સિસ્ટમ આપણને આધુનિક બનાવી રહી છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ડિઝીટલ સિસ્ટમ આપણને ઘણી ઝડપથી આધુનિક બનાવી રહી છે. ઈ-પ્રોસીડિંગ્સમાં વધારો થયો છે.સુપ્રીમ કોર્ટ દુનિયામાં સૌથી વધુ સુનાવણી કરતી કોર્ટ બની ગઈ છે. આજે આપણી કોર્ટમાં એક યૂનીક આઈડેન્ટિફીકેશન નંબર અને QR નંબર પણ આપવામાં આવી રહ્યો છે.જેનાથી નેશનલ ડેટા ગ્રિડ બની રહ્યો છે. આ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ પણ વધ્યો છે. આવનારા દિવસોમાં ભારતમાં ઈઝ ઓફ જસ્ટિસ વધે, તેના માટે સુપ્રીમ કોર્ટની કમિટિ કામ કરી રહી છે.

ન્યાય દરેક ભારતીયનો અધિકાર છે-પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણા બંધારણમાં ન્યાયની જે ધારણાં કરવામાં આવે છે તે ન્યાય દરેક ભારતીયનો અધિકાર છે. તેથી સરકાર અને ન્યાયપાલિકા બંનેની ફરજ છે કે, આપણે દુનિયાના સર્વોત્તમ ન્યાય વ્યવસ્થાને જાળવી રાખીએ. તેમણે કહ્યું કે, આપણી ન્યાય વ્યવસ્થા એવી હોવી જોઈએ જ્યાં દરેક વ્યક્તિને ન્યાય મળવાની ગેરંટી હોય અને છેવાડાના પણ દરેક વ્યક્તિને ન્યાય મળી શકે.

રૂલ ઓફ લો સદીઓથી સભ્યતા અને સંસ્કારમાં રહ્યો છે
વડાપ્રધાને કહ્યું કે, ભારતીય સમાજમાં રૂલ ઓફ લો સદીઓથી સભ્યતા અને આપણા સંસ્કારનો આધાર રહ્યો છે. પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે સ્વરાજ્યના મૂળ ન્યાયમાં છે. આ વિચાર આદિ કાળથી આપણા સંસ્કારનો ભાગ રહ્યાં છે. આ મંત્રએ આપણા સ્વતંત્રતા સંગ્રામને પણ નૈતિક રીતે શક્તિ આપી છે. આ વિચાર આપણા બંધારણ નિર્માતાઓએ બંધારણ બનાવતી વખતે સૌથી આગળ રાખ્યો. બંધારણની પ્રસ્તાવનામાં રૂલ ઓફ લોને સૌથી આગળ રાખવામાં આવ્યો છે.આપણને સૌને આના માટે ગર્વ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણી ન્યાયપાલિકાએ મુશ્કેલ સમયમાં બંધારણીય મુલ્યોની રક્ષા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, રુલ ઓફ લો આપણાં સંસ્કારનો અધિકાર છે. તેમણે કહ્યું કે, આપણી ન્યાયપાલિકાએ બંધારણની રક્ષાના દાયિત્વને દ્રઢતાથી નીભાવ્યું છે. ન્યાયપાલિકાએ બંધારણની રચનાત્મક અને સકારાત્મક વ્યાખ્યા કરીને જાતે બંધારણને મજબૂત કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, ભલે પછી તે અંગત સ્વતંત્રતા હોય, દેશવાસીઓના અધિકારની વાત હોય તો ન્યાયપાલિકાએ તેને સમજી છે અને નિભાવી છે.

66 લાખ 85 હજાર કેસની ઓનલાઈન સુનાવણી થઈ
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણ કાર્યક્રમને સંબોધિત કર્યો. તેમણે જણાવ્યું કે, કોરોના દરમિયાન દેશભરમાં 66 લાખ 85 હજાર કેસની ડિઝીટલ સુનાવણી થઈ. જેમાં ગુજરાત હાઈકોર્ટની ભૂમિકા ઘણી મહત્વની રહી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગુજરાતની ધરતી હંમેશાથી પ્રેરણાદાયક રહી છે. ઈમર્જન્સી દરમિયાન પણ ગુજરાત હાઈકોર્ટે જ સાહસ દેખાડી સામાન્ય લોકોના હિતોની રક્ષા માટે નિર્ણય આપ્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, કોરોના કાળમાં પણ ન્યાયપાલિકાએ સમર્પણ દાખવ્યું છે અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી ચાલુ રાખી છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં ઈઝ ઓફ જસ્ટિસ અને જીવન સ્તરના સુધારા છે અને ઈઝ ઓફ જસ્ટિસ સુધરવાથી પોતાના દેશમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. કોઈ પણ સમાજમાં નીતિ અને નિયમોની સાર્થકતા ન્યાયથી જ થાય છે.

નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. જ્યારે મુંબઈથી રાજ્ય અલગ થઈને ગુજરાતની સ્થાપના થઈ હતી. સૌ પહેલાં ગુજરાત હાઈકોર્ટની સ્થાપના નારોલમાં કરવામાં આવી હતી. ત્યારપછી અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તારમાં હાઈકોર્ટ શિફ્ટ કરવામાં આવી હતી. હવે વર્ષ 1998થી ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના સોલા કેમ્પસમાં ચાલી રહી છે.

ગુજરાતમાં કુલ 24 ચીફ જસ્ટીસ કામગીરી કરી ચૂક્યાં છે
ગુજરાત હાઈકોર્ટના આજે 61 વર્ષ પુરાં થઈ રહ્યાં છે. હાઈકોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 24 ચીફ જસ્ટીસ કામગીરી કરી ચૂક્યાં છે. જ્યારે હાલમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ હાલમાં કાર્યરત છે. જ્યારે હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યારે 1 મે 1960ના રોજ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ પ્રથમ ચીફ જસ્ટીસ બન્યાં હતાં. તેમનો કાર્યકાળ 25 જાન્યુઆરી 1961 સુધીનો હતો. તે ઉપરાંત જસ્ટીસ અકિલ કુરેશી અને જસ્ટીસ અનંત કુમાર દવે હાઈકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટીસ તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં હાઈકોર્ટમાં 30 જસ્ટીસ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો