તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • PM Narendra Modi At West Bengal And Assam, WB Assembly Election 2021, Assam Assembly Election 2021 Live Latest Updates 

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 રાજ્યમાં ચૂંટણીની જાહેરાત ક્યારે?:એક મહિનામાં ત્રીજી વખત બંગાળ પહોંચ્યા મોદી, મમતાના વિરોધ વચ્ચે વડાપ્રધાને કહ્યું- બંગાળે હવે 'પોરિબર્તન' નક્કી કરી લીધું છે

3 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મહિનામાં ત્રીજી વખત પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. હુગલીમાં તેમણે કહ્યું હતું કે હવે પશ્ચિમ બંગાળ પોરિબર્તનનું મન બનાવી ચૂક્યું છે. TMC પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે મા, માટી, માનુષની વાત કરનાર બંગાળના વિકાસ આગળ દીવાલ બનીને ઊભા થઈ ગયા છે. બંગાળના મુખ્યમંત્રીએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો.

બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. અહીં વડાપ્રધાન મોદીએ નવી યોજનાઓ બનાવવાની સાથે ટીએમસી પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

હુગલીની સભામાં મોદીના ભાષણના મુખ્ય અંશો

  • તમારા લોકોનો આ ઉત્સાહ કોલકાતાથી દિલ્હી સુધી બહુ મોટો મેસેજ આપી રહ્યા છે. હવે પશ્ચિમ બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું છે. આજે આ વીર ધરાથી પશ્ચિમ બંગાળ તેમના વિકાસના સંકલ્પને સિદ્ધ કરવા માટે મોટું પગલું ઉઠાવવાના છે.
  • આજે હુગલીના પશ્ચિમ બંગાળની રેલ અને મેટ્રો કનેક્ટિવિટીના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મહત્ત્વની યોજનાઓ માટે, બંગાળના ઉજ્જવળ ભવિષ્ય માટે તમને ખૂબ શુભેચ્છાઓ આપું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ અને બંગાળની મુલાકાતે ગયા હતા. અહીં બંને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પહેલા તેઓ આસામ પહોંચ્યા હતા. અહીં ધેમાજીના સિલપાથરમાં તેમણે ઘણા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ અહીં કહ્યું હતું કે માર્ચના પહેલા સપ્તાહમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, જોકે અત્યારસુધી ચૂંટણીની તારીખો ચૂંટણીપંચ દ્વારા જ જાહેર કરવામાં આવી છે. આ સંજોગોમાં મોદીના આ અંદાજથી રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.

મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે મને ખબર છે કે તમે ચૂંટણીની રાહ જોઈ રહ્યા છો. ગયા વખતે ચૂંટણી જાહેર થઈ ત્યારે 4 માર્ચ હતી. આ વખતે પણ મને અંદાજ છે કે માર્ચના પહેલા સપ્તાહમાં ચૂંટણી જાહેર થઈ શકે છે. આ ઈલેક્શન કમિશનનું કામ છે અને તે જ કરશે, પરંતુ મારા પ્રયત્ન એવા છે કે ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં જેટલીવાર શક્ય બને એટલીવાર આસામ આવું, બંગાળ જઈ શકું, તામિલનાડુ જઈ શકું, પુડુચેરી જઈ શકું. હું એ માટે પૂરતો પ્રયત્ન કરીશ.

મોદીનો 2 માર્ચ સુધી 5 ચૂંટણી રાજ્યોનો પ્રવાસ ફિક્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 માર્ચ સુધી 5 ચૂંટણી રાજ્યોમાં મુલાકાત ફિક્સ છે. આ દરમિયાન તેઓ ઘણી યોજનાઓનું લોકાર્પણ કરશે અને આધારશિલા મૂકશે. વડાપ્રધાન 27 ફેબ્રુઆરીએ કેરળ, 28 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ, 1 માર્ચે તામિલનાડુ અને 2 માર્ચે આસામની મુલાકાત કરશે. ત્યાર પછી 7 માર્ચે કોલકાતા બ્રિગેડ ગ્રાઉન્ડમાં એક મોટી જનસભાને સંબોધન કરશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપની પાંચેય પરિવર્તન યાત્રાઓનું સમાપન કરશે.

આસામમાં આ યોજનાઓનું ઉદઘાટન-શિલાન્યાસ
મોદીએ આસામના બોગાઈગામમાં ઈન્ડિયન ઓઈલની ઈન્ડમેક્સ (INDMAX), દીબ્રુગઢના મધુબનમાં ઓઈલ ઈન્ડિયા લિમિટેડની સહાયક ટેન્ક ફાર્મ અને તિનસુકિયાના હેબેડા ગામમાં ગેસ-કમ્પ્રેસર સ્ટેશનનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાને ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું પણ ઉદઘાટન કર્યું. એ સાથે જ સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજમાં પણ આધારશિલા મૂકી હતી.

ગઈ સરકારોએ આસામ સાથે સાવકા જેવો વ્યવહાર કર્યો
મોદીએ કહ્યું- બ્રહ્મપુત્રની આ જ નોર્થ બેન્કથી 8 દશકા પહેલાં અસમિયા સિનેમાની યાત્રા શરૂ કરી હતી. ભારત રત્ન ભૂપેન હઝારિકાએ લખ્યું હતું કે બ્રહ્મપુત્રના બંને કિનારા દીવાઓથી ઝગમગતા કરવામાં આવશે. મેં સોશિયલ મીડિયામાં જોયું કે તમે કેવી રીતે દિવાળી ઊજવી, કેવા દીપ પ્રગટાવ્યા. આ આસામના વિકાસની તસવીર છે. આસામના વિકાસનો આધાર અહીંના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે, પરંતુ પહેલાંની સરકારોએ અહીં નોર્થ બેન્ક સાથે સાવકા જેવો વ્યવહાર કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે કામ કરતી અમારી સરકારે દરેક ભેદભાવ દૂર કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો