તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેબિનેટ LIVE:પહેલી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળ સાથે કેબિનેટ બેઠક કરી

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • ભારતીય જનતા પાર્ટીનો આજે 40મો સ્થાપના દિવસ છે, મોદીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી
  • મોદીએ કહ્યું- કાર્યકર્તા પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાજીના નિર્દેશનું પાલન કરો, એક થઈને દેશને કોવિડથી મુક્ત કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટની બેઠક શરૂ કરી છે. જેમાં તમામ કેન્દ્રીય મંત્રી પોત પોતાના ઘરો અથવા ઓફિસથી જોડાયા છે. કેબિનેટ સમક્ષ સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન કોરોના પર બ્રિફીંગ આપશે.જેમાં સોશ્યલ ડિસ્ટેસિંગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ બેઠક દરમિયાન એકબીજાથી અંતર રાખીને બેઠા હતા.

ભાજપના સ્થાપના દિવસે PMનો સંદેશ
ભાજપનો આજે 40મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. તેમણે કહ્યું કે કોરોનાવાઈરસ સામેની લડાઈમાં હારવાનું કે થાકવાનું નથી. આ લાંબી લડાઈમાં વિજય પ્રાપ્ત કરવાનો છે. તેમણે ટ્વિટર પર તમામ કાર્યકર્તાઓને પાર્ટીના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી છે. તેમણે એ પણ કહ્યું કે કાર્યકર્તા હાલના કઠણ સમયે જરૂરિયાતમંદોની મદદ કરે અને આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. 

મોદીના સંદેશની મુખ્ય વાતો

ભારતના પ્રયત્નોની પ્રશંસા થઈ
કોરોના સામે લડવાના ભારતના પ્રયત્નોની પ્રશંસા થઈ. વર્તમાન પરિસ્થિતિમાં આપણે ચારે તરફ જોઈ રહ્યાં છે. પછી તે એક દિવસનો જનતા કર્ફ્યુ હોય કે લાંબા સમયનું લોકડાઉન, દેશનો દરેક નાગરિક સાથે છે. 130 કરોડ લોકોના દેશમાં લોકડાઉનના સમયે જે પ્રકારની એકતા જોવા મળી તે અભૂતપૂર્વ છે.

મારી સાથે સમગ્ર દેશ છે 
કાલે આપણે જોયું લોકોએ સારી રીતે સમર્થન આપ્યું. પછી તે ગરીબ હોય કે અમીર, બધાએ એકતા બતાવી. આ લડાઈમાં હું એકલો નથી. તેમાં સમગ્ર દેશ મારી સાથે છે. આ વાત કાલે રાતે લોકોએ સાબિત કરી. મોદીએ કહ્યું આ લાંબી લડાઈ છે, થાકવાનું નથી, હારવાનું નથી, લાંબી લડાઈ બાદ વિજય મેળવવાનો છે. આજે દેશનું એક જ મિશન છે કોરોનાની મહામારી સામેની લડાઈમાં જીત મેળવવી તે.
દેશના આ કઠણ સમયમાં પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પર રાષ્ટ્ર અને માનવ સેવાની જવાબદારી વધી ગઈ છે. પાર્ટીના 40માં સ્થાપના દિવસ પર હું તમને લોકોને આ મહામારીનો સામનો કરવા માટેનું આહ્લાન કરું છું. 

પાંચ આગ્રહ કર્યા  

1.ગરીબોને રેશન આપવાની અવિરત સેવા
જ્યારથી આ સંકટ શરૂ થયું છે ભાજપના લાખો કાર્યકર્તા દિવસ રાત ગરીબોની મદદ કરવા અને રેશન પહોંચાડવામાં જોડાયા છે. ગરીબોની સેવા કરે છે.

2.5 અન્ય ઘરો માટે ખાવાનું બનાવો
પાંચ ઘરો માટે ખાવાનું બનાવો અને જરૂરિયાતમંદ લોકોને આપો. સમાજના તમામ લોકનું મનોબળ વધારવું તે આપણી જવાબદારી છે.

3.ઘરો માટે ધન્યવાદ પત્ર લઈને જાવ
તમારા વિસ્તારમાં જે પણ નર્સ અને સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, બેન્ક અને પોસ્ટ ઓફિસમાં કામ કરનારા લોકો અને સરકારી સેવાઓમાં  લોકો છે, તેમનો આપણે આભાર વ્યક્ત કરવાનો છે. 40 ઘરના 5 અલગ અલગ લોકો આ ધન્યવાદ પત્ર પર સહી કરે. આપણે જેટલું સાથે મળીને કામ કરીશું આ મહામારીને એટલી ઝડપથી હરાવી શકીશું.

4.આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને ઓછામાં ઓછા 40 લોકોના મોબાઈલમાં તેને ડાઉનલોડ કરાવો.

5.વડાપ્રધાન રાહત કોષમાં મદદ કરો
મહામારીની વિરુદ્ધ આ યુદ્ધ માનવતા માટે છે. યુદ્ધના સમયે દેશના લોકો માટે આપણે દાન કરીએ છીએ. હાલના સમયે લાખો લોકો પીએમ કેર્સ ફન્ડમાં દાન કરે છે. પ્રત્યેક કાર્યકર્તાએ પોતે પણ સહયોગ કરવો જોઈએ અને બીજેપીના 40 સાથીઓને પણ સહયોગ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.

વડાપ્રધાને ટ્વિટ પણ કર્યું

શાહ અને નડ્ડાને શુભેચ્છા પાઠવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી. કહ્યું ભારતના લોકતંત્રની સાચી વાહક ભાતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે સમસ્ત કાર્યકર્તાઓ અને દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. પોતાની રાષ્ટ્રવાદી વિચારધારા અને સિદ્ધાંતોથી ભાજપે કાયમ રાષ્ટ્રહિત માટે તેનું સર્વસ્વ અર્પણ કર્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું ભાજપના 40માં સ્થાપના દિવસના પ્રસંગે હું તમામ કાર્યકર્તાઓને કોવિડ-19ની વિરુદ્ધની લડાઈમાં અદારણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા અને આપણા સ્વાસ્થ્ય માટે 24 કલાક અને સાત દિવસ કામ કરનાર વ્યક્તિઓનો ઉત્સાહ વધારવાનો અનુરોધ કરું છું. ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. અમે લોકોની સેવા માટે સમર્પિત છે.   

અન્ય સમાચારો પણ છે...