• Home
  • National
  • Prime Minister Modi will address the country for the sixth time in corona tenure, find out what announcements have been made so far

PMનું રાષ્ટ્રને સંબોધન / કોરોના કાળમાં દેશને છઠ્ઠી વખત સંબોધન કરશે વડાપ્રધાન મોદી, જાણો અત્યાર સુધી શું જાહેરાતો કરી

Prime Minister Modi will address the country for the sixth time in corona tenure, find out what announcements have been made so far
X
Prime Minister Modi will address the country for the sixth time in corona tenure, find out what announcements have been made so far

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 10:52 AM IST

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વાર દેશને સંબોધન કરવાના છે. દેશમાં કોરોના વાઈરસના વધતા કેસની સ્પીડ અને સીમા પર ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે દરેકની નજર વડાપ્રધાન મોદીના સંબોધન પર છે. દેશમાં જ્યારથી કોરોના વાઈરસનું સંકટ આવ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ ઘણી વાર દેશને સંબોધન કર્યું છે. આજે તેમનું છઠ્ઠું સંબોધન છે. આ પહેલાં જનતા કર્ફ્યૂની જાહેરાતથી લઈને 20 લાખ કરોડ સુધીના પેકેજ સુધી વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન કર્યું છે.

કોરોના સંકટમાં ક્યારે ક્યારે રાષ્ટ્રને સંબોધન કર્યું?

19 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ પર પહેલીવાર આ જ દિવસે સંબોધન કર્યું હતું અને આ દિવસે તેમણે 22 માર્ચે જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી.

24 માર્ચ: બીજા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. જે 25 માર્ચથી શરૂ થઈને 21 દિવસ માટે લગાવવામાં આવ્યું હતું.

3 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધનમાં લોકોને દિવો પ્રગટાવવાની અપીલ કરી હતી. દેશમાં કોરોના વોરિયર્સના સન્માનમાં રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દિવો પ્રગટાવવાની અપીલ કરવામાં આવી હતી.

14 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં લોકડાઉન 2.0ની જાહેરાત કરી, જે 3 મેથી શરૂ થયું. ત્યારપછી દરેક લોકડાઉનની જાહેરાત ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.

12 મે: વડાપ્રધાને છેલ્લે 12 મેના રોજ સંબોધન કર્યું. તેમાં તેમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેના અંતર્ગત દેશના નાના વેપારી, શ્રમિક મજૂરો, ગરીબોને આર્થિક મદદ, લોનની મદદની જાહેરાત કરવામાં આવી હતી.

30 જૂન: આજે સાંજે 4 વાગે વડાપ્રધાન દેશને સંબોધન કરવાના છે.

નોંધનીય છે કે, દેશમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને હવે તે સંખ્યા 6 લાખ નજીક પહોંચી ગઈ છે. આ દરમિયાન સોમવારે જ સરકારે અનલોક 2ની માહિતી આપી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી