તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Narendra Modi Live | PM Modi Latest News Updates; PM Narendra Modi Address Nation Today After Coronavirus Cases In All India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનમાં PM મોદીનુ ચોથું સંબોધન:ભારતમાં 3 મે સુધી લોકડાઉન વધારાયું, કોરોના પર વિજય મેળવવા સાત વચન માંગ્યા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
 • મોદીએ કહ્યું- તમે દેશ માટે એક સિપાહીની જેમ કર્તવ્ય નીભાવી રહ્યા છો, બંધારણમાં જે ‘વી ધ પીપલ’ નો ઉલ્લેખ છે તે આ જ શક્તિ છે.
 • જ્યારે આપણાં ત્યાં એક પણ કેસ નહતો, તે પહેલાં જ ભારતે બહારથી આવતા યાત્રીઓનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ શરૂ કરી દીધું હતું
 • જ્યારે આપણાં ત્યાં માત્ર 550 કેસ હતા ત્યારે જ ભારતે 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉનનો કડક નિર્ણય લઈ લીધો હતો

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પુરા થઈ ગયા છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન શરૂ કર્યું છે. કોરોના વાઈરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે. આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.

 • વડાપ્રધાને તેમના ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, નમસ્તે મારા પ્યારા દેશવાસીઓ, કોરોનાના વિરુદ્ધ ભારતની લડાઈ ઘણી મજબૂતાઈ સાથે આગળ વધી રહી છે. આપ તમામ દેશવાસીઓની તપસ્યા અને ત્યાગના કારણે ભારત અત્યાર સુધી કોરોનાથી થનારા નુકસાનને ઘણી હદ સુધી ટાળવામાં સફળ રહ્યો છે. તમે લોકોએ કષ્ટ સહન કરીને પણ આપણા દેશ અને ભારત વર્ષને બચાવ્યું છે. હું જાણું છું કે તમને કેટલી મુશ્કેલીઓ પડી છે. કોઈને જવા આવવાની તકલીફ, કોઈ ઘર-પરિવારથી દૂર છે. પરંતુ તમે લોકો દેશ માટે એક અનુશાસિત સિપાહીની જેમ તમારું કર્તવ્ય નિભાવી રહ્યા છો. હું આપ સૌને આદરપૂર્વક નમન કરું છું.
 • આપણા બંધારણમાં જે વી ધ પીપલ ઓફ ઈન્ડિયાની શક્તિની વાત કહેવામાં આવી છે, આ એ જ તો છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતી પર આપણે ભારતવાસીઓ તરફથી આપણી સામૂહિર શક્તિનું પ્રદર્શન અને સંકલ્પએ જ બાબા સાહેબને શ્રદ્ધાજંલિ છે. બાબા સાહેબનું જીવન આપણને દરેક પડકારને પોતાની સંકલ્પ શક્તિ અને પરિશ્રમના આધારે પાર કરવાની નિરંતર પ્રેરણા આપે છે. હું તમામ દેશવાસીઓ તરફથી બાબા સાહેબને નમન કરું છું.
 • સાથીઓ દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ તહેવારોનો પણ સમય ચાલી રહ્યો છે. આમ પણ ભારત ઉત્સવોથી ભરેલો દેશ છે. ઉત્સવ વચ્ચે ઝળહળતો દેશ છે. વૈશાખી જેવા તહેવાર સાથે ઘણા રાજ્યોમાં નવા વર્ષની શરૂઆત થઈ છે. લોકડાઉનના બંધન વચ્ચે દેશના લોકો જે પ્રકારે નિયમનું પાલન કરી રહ્યા છે. જેટલા સંયમથી પોતાના ઘરોમાં રહીને તહેવાર સાદગીથી ઉજવી રહ્યા છે, આ બધું ઘણું પ્રેરક અને પ્રશંસનીય છે. હું નવા વર્ષ પર તમારા અને તમારા પરિવારજનોના ઉત્તમ સ્વાસ્થ્યની મંગલ કામના કરું છું.
 • સાથીઓ આજે આખા વિશ્વમાં કોરોના મહામારીની જે સ્થિતિ છે, આપણે સૌ તેનાથી પરિચિત છીએ. અન્ય દેશોની સરખામણીમાં ભારતે જે પ્રકારે સંક્રમણ રોકવાનો પ્રયાસ કર્યો છે. આપ સૌ તેના સહભાગી અને સાક્ષી પણ છો. જ્યારે આપણા દેશમાં કોરોનાનો એક પણ કેસ ન હતો, એ પહેલા પણ ભારતે કોરોના પ્રભાવિત દેશોમાં આવતા જતા યાત્રિઓની એરપોર્ટ પર સ્ક્રિનીંગ શરૂ કર્યું હતું. કોરોનાના દર્દી 100 સુધી પહોંચ્યા, એ પહેલા જ ભારેત વિદેશથી આવેલા દરેક યાત્રિ માટે 14 દિવસનું આઈસોલેશન ફરજીયાત કરી દીધું હતું. મોલ, થિયેટર, ક્લબ, જીમ બંધ કરી દેવાયા હતા.
 • સાથીઓ જ્યારે આપણી દેશના કોરોનાના માત્ર 550 કેસ હતા, ત્યારે ભારતે 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનનું મહત્વનું પગલું ભર્યું હતું. ભારતે સમસ્યા વધવાની રાહ નહોતી જોઈ. પરંતુ જેવી જ સમસ્યા જોવા મળી, ફટાફ નિર્ણય લઈને તેને રોકવાના પ્રયાસ શરૂ કરી દીધા. આ એવું સંકટ છે, જેમાં કોઈ પણ દેશની તુલના કરવી યોગ્ય નથી. તેમ છતા આપણે અમુક સત્યને નકારી ન શકીએ. આ પણ એક સત્ય છે કે દુનિયાના મોટા મોટા દેશોમાં કોરોનાના આંકડા જોવામાં આવે તો તેમની સરખામણીએ ભારત હજુ સારી સ્થિતિમાં છે.
 • ક્યાંય પણ કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થઈ જાય છે તો આપણી ચિંતા વધવી જોઈએ. એટલા માટે પહેલા કરતા પણ વધારે સતર્કતા રાખવી પડશે. જે સ્થળને હોટસ્પોટમાં બદલવાની આશંકા છે, ત્યાં કડક નજર રાખવી પડશે. નવા હોટસ્પોટ બનવું આપણા પરિશ્રમને વધારે પડકારશે. એટલા માટે બીજા સપ્તાહમાં કોરોના વિરુદ્ધ લડાઈ લડવામાં કઠોરતા વધારાશે. ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે, એવા વિસ્તારને કોરોનાથી પોતાને કેટલા બચાવ્યા છે, તેનું મૂલ્યંકન સતત કરવામાં આવશે.
 • જે વિસ્તાર આ અગ્નિ પરીક્ષામાં સફળ થશે, જે તેમના વિસ્તારને હોટસ્પોટ નહીં બનવા દે અને હોટ સ્પોટમાં બદલાવાની આશંકા પણ ઓછી હશે, ત્યાં 20 એપ્રિલથી ઘણી જરૂરીયાત વાળી પ્રવૃત્તિઓમાં છૂટ છાટ આપવામાં આવી શકે છે. પરંતુ યાદ રાખો, આ મંજૂરી સશર્તી હશે. બહાર નીકળવાના નિયમો પણ કડક હશે. લોકડાઉનના નિયમ જો તૂટશે અને કોરોનાનો આપણા વિસ્તારમાં પગપેસારો કરી જશો તો તમામ છૂટ છાટ પાછી લઈ લેવાશે.
 • જાતે કોઈ બેદરકારી રાખવાની નથી, ના કોઈ બીજાને બેદરકારી કરવા દેવાની છે. મારા દેશવાસીઓ. આવતી કાલે આ વિશે સરકાર તરફથી જરૂરી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે. 20 એપ્રિલે નક્કી કરાયેલા વિસ્તારોમાં છૂટની જોગવાઈ આપણા ગરીબ ભાઈ- બહેનોની આજીવીકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે રોજ કમાય છે અને ગુજરાન ચલાવે છે. મારી સૌથી મોટી પ્રાથમિકતા આ ગરીબોની મુશ્કેલી ઓછી કરવાની છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના દ્વારા અમે દરેક શક્ય પ્રયાસ કર્યા છે. નવી ગાઈડલઈનમાં પણ તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
 • હાલ આ વખતે રવી પાકની લણણીનું કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. સાથીઓ દેશમાં દવાથી માંડી રાશન સુધીનો પૂરતો ભંડાર છે. સપ્લાઈ ચેઈનની અડચણો સતત દૂર કરાઈ રહી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધી રહ્યું છે. જ્યાં માત્ર એક લેબ હતી. ત્યાં હવે 220થી વધારે લેબ ટેસ્ટિંગનું કામ કરી રહી છે. વિશ્વનો અનુભવ કહે છે કે કોરોનાના 10 હજાર દર્દી થશે તો 1500 બેડની જરૂર પડે છે. ભારતમાં આજે અમે 1 લાખથી વધારે બેડની વ્યવસ્થા કરી દીધી છે. 600થી વધારે હોસ્પિટલ કોવિડની સારવાર માટે કામ કરી રહ્યા છે. આ સુવિધાઓને ઝડપથી વધારાઈ રહી છે.
 • આજે ભારત પાસે ભલે સીમિત સંસાધન હોય પણ મારા ભારતના યુવાન વૈજ્ઞાનિકોને વિશેષ અપીલ છે કે ભારતના કલ્યાણ માટે તમે લોકતો આવો. કોરોનાની વેક્સીન બનાવવામાં મારા દેશના વૈજ્ઞાનિક બીડું ઉપાડે. આપણે ધૈર્ય જાળી રાખીશું. નિયમોનું પાલન કરીશું તો કોરોના જેવી બિમારીને હરાવી શકીશું.
 • મહિના-દોઢ મહિના પહેલાં ઘણાં દેશ કોરોના ઈન્ફેક્શન મામલે ભારત બરાબર ઉભા હતા. આજે તે દેશોમાં ભારતની સરખામણીએ કોરોના કેસમાં 25થી 30 ગણા કેસ વધી ગયા છે. તે દેશોમાં હજારો લોકોના દુખદ મૃત્યુ થયા છે. ભારતે પોલીસિંગ અપ્રોચ ન રાખ્યો હોત તો, ઈન્ટિગ્રેટેડ અપ્રોચ ન રાખ્યો હોત, સમયસર કડક નિર્ણય ન લીધા હોત તો આજે ભારતની સ્થિતિ કઈક અલગ જ હોત. તેની કલ્પના કરતાં જ રૂવાડાં ઉભા તઈ જાય છે. પરંતુ પહેલાના અનુભવથી એ સ્પષ્ટ છે કે, આપણે જે રસ્તો પસંદ કર્યો છે તે આજની સ્થિતિમાં આપણાં માટે યોગ્ય છે.
 • સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો ઘણો મોટો લાભ દેશને મળ્યો છે. જો માત્ર આર્થિક દ્રષ્ટીએ જોવા જઈએ તો આ મોંઘુ ઘણું છે. તેની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી છે. પરંતુ ભારતની જનતાના જીવન આગળ તે કશું જ નથી. સીમિત સંસાધનો વચ્ચે ભારત જે માર્ગ પર ચાલી રહ્યો છે, તે માર્ગની ચર્ચા આજે સમગ્ર દુનિયામાં થઈ રહી છે જે બહુ સ્વાભાવિક છે. દેશની રાજ્ય સરકારો, સ્થાનીક સ્વરાજ સંસ્થાઓએ પણ ખૂબ જવાબદારી પૂર્વક કામ કર્યું છે.
 • ચોવીસ કલાક દરેક વ્યક્તિએ જવાબદારી સંભાળવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આ પ્રયત્નો વચ્ચે પણ કોરોના જે રીતે ફેલાયો છે તેણે વિશ્વભરમાં હેલ્થ એક્સપર્ટ અને સરકારોને વધારે સતર્ક કરી દીધા છે. ભારતમાં પણ કોરોના વિશે લડાઈ આગળ કેવી રીતે વધે, આપણે વિજયી કેવી રીતે બનીએ. આપણાં ત્યાં નુકસાન કેવી રીતે ઘટે, લોકોની મુશ્કેલીઓ કેવી રીતે ઘટે આ વિશે સતત ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આ દરેક ચર્ચામાંથી એકત વાત સામે આવી છે. દરેકનું સુચન છે, નાગરિકો તરફથી પણ સુચન છે કે લોકડાઉનને વધારવામાં આવે.
 • ઘણાં રાજ્યોએ પહેલેથી જ લોકડાઉન વધારી દીધું છે. દરેક સૂચનોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે, લોકડાઉનને 3 મે સુધી વધારવામાં આવે. એટલે કે 3 મે સુધી દેશના લોકો લોકડાઉનમાં રહેશે. આ દરમિયાન આપણે અનુશાસનનું પાલન કરવાનું છે, જે આપણે અત્યાર સુધી કરતાં આવ્યા છીએ. મારા દરેક દેશવાસીઓને પ્રાર્થના છે કે, આપણે હવે કોરોનાને કોઈ પણ નવા વિસ્તારમાં ફેલાવા નથી દેવાનો. સ્થાનિક સ્તરે એક પણ દર્દી વધે તો તે હવે આપણાં માટે ચિંતાનો વિષય છે.

વિજય માર્ગ મેળવવા સપ્તપદીના સાત વચન વડાપ્રધાન મોદીએ માંગ્યા

1) પોતાના ઘરના વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખો, એવા વ્યક્તિઓ જે બીમાર હોય તેમની એક્સ્ટ્રા કેર કરવી 2) લોકડાઉન- સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું છે 3) રોગપ્રતિકારક શક્તિ વધારવી 4) કોરોના ઈન્ફેક્શન રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો  5) શક્ય હોય એટલું ગરીબ પરિવારની મદદ કરવી, તેમના ભોજનની જરૂરિયાત પૂરી કરવી 6) વ્યવસાય-ઉદ્યોગમાં સાથે કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી, કોઈને નોકરીમાંથી ન કાઢવા 7) કોરોના યોદ્ધા- ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, પોલીસોનું આદર સન્માન કરવું

મોદીએ કહ્યું- આ સાત વાતોમાં તમારો સાથ જોઈએ છે. આ સપ્તપદી વિજય પ્રાપ્ત કરવાનો માર્ગ છે. પૂરી નિષ્ઠા સાથે 3 મે સુધી લોકડાઉન નિયમોનું પાલન કરવાનું છે. જ્યાં છો ત્યાં સુરક્ષીત રહો. વયં રાષ્ટ્રે જાગૃમાયા. આ કામના સાથે મારી વાત સમાપ્ત કરું છું. તમારા અને તમારા પરિવારના ઉત્તમ સ્વાસ્થયની કામના કરુ છું.

5 રાજ્યોમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારી દેવાયું હતું
પંજાબ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને બંગાળમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારાયું છે.ગત શનિવારે વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથે બેઠક થઈ હતી જેમાં 78 કરોડ આબાદી વાળા 13 રાજ્યોની સરકારોએ દેશભરમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાના સૂચન પર સહમતિ વ્યક્ત કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો