મોદીના બર્થ-ડે પર રેકોર્ડ વેક્સિનેશન:દેશમાં માત્ર 9 કલાકમાં 2 કરોડ લોકોને વેક્સિન આપવાનો ઈતિહાસ બનાવ્યો, દર સેકન્ડે 527થી વધારે ડોઝ અપાયા

એક મહિનો પહેલા
  • વડાપ્રધાનના જન્મદિનને ખાસ બનાવવા પાર્ટીએ આજથી શરૂ કરેલા સેવા સમર્પણ કેમ્પેનમાં વેક્સિનેશન અભિયાન પણ શરૂ કરાયું છે

ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શુક્રવારે માત્ર 9 કલાકમાં જ કોકોના વાઈયરસ સામે 2 કરોડથી વધારે લોકોને વેક્સિન આપવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. અત્યારે પણ વેક્સિનેશન ચાલુ છે. એટલે કે આ આંકડો હજી પણ વધી શકે છે.

આ પહેલાં બપોરે દોઢ વાગ્યા સુધી એક કરોડથી વધારે ડોઝ લગાવવામાં આવ્યા છે. વેક્સિનેશન પ્રોગ્રામની સ્પીડથી અંદાજ લગાવી શકાય છે કે, દરેક સેકન્ડે 527થી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. દર કલાકે 19 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

માનવામાં આવે છે કે, શુક્રવારે અંદાજે દોઢ કરોડ ડોઝનો રેકોર્ડ બનાવવામાં આવી શકે છે. આવી આશા એટલા માટે છે કારણકે દેશમાં અંદાજે એક લાખ સાઈટ પર વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ જન્મ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણકે આ જ વર્ષે તેમને સક્રિય રાજકારણમાં આવે 20 વર્ષ પૂરા થાય છે. 7 ઓક્ટોબર 2001ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. અને ત્યારથી અત્યાર સુધી તેઓ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના પદ પર રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને કોવિડ પ્રોટોકોલ અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી છે. આ સિવાય આજે વેક્સિનેશન અભિયાન ક્ષેત્રે પણ મોટી સફળતા મળવાની શક્યતા છે. કારણકે આજે વિવિધ ક્ષેત્રના નેતાઓ અને સેન્ટર્સે મોટા ટાર્ગેટ નક્કી કર્યા છે. બીજેપી દ્વારા પણ પોતાની રીતે વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.

દેશમાં વિવિધ રીતે વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે
દેશમાં વિવિધ રીતે વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે

71 હોડીમાં 71 કેક મૂકીને કરી જન્મદિવસની ઉજવણી
બિહારના દરભંગામાં માછીમારી સમાજના નેતા એમએલસી અર્જુન સહનીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોગીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો છે. દરભંદા શહેરના હરાહી તળાવ વચ્ચે હોડીમાં કેક કાપીને વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાનના 71માં જન્મદિવસે 71 હોડીમાં 71 કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી છે.

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. ખૂબ નાની ઉંમરે તેમણે તેમનું ઘર છોડી દીધું હતું અને ત્યારથી એક જ જીવન જીવવાનો પ્રયત્ન કર્યો હતો. શરૂઆતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ, ત્યારપછી ભારતીય જનતા પાર્ટી માટે વડાપ્રધાન મોદીએ અલગ અલગ સ્તર પર કામ કર્યું છે. વર્ષ 2001માં તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. વર્ષ 2014 સુધી તેઓ ગુજરાતના સીએમ રહ્યા અને ત્યારપછી દેશના વડાપ્રધાન બન્યા હતા. તો તેઓ અત્યારે પણ દેશના વડાપ્રધાન જ છે.

દિગ્ગજોએ વડાપ્રધાન મોદીને પાઠવી શુભેચ્છાઓ

અન્ય સમાચારો પણ છે...