તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Photo Showing PM Modi's Development In Benaras Is Being Shared, It Came Out Of Dubai In The Investigation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યૂઝ એક્સપોઝ:બનારસમાં PM મોદીના વિકાસ તરીકે દર્શાવી શેર કરવામાં આવી રહ્યા છે ફોટો, તપાસમાં તે દુબઈના નિકળ્યા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શુ થઈ રહ્યું છે વાયરલઃ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં પાણી વચ્ચે માર્ગ અને સુંદર શહેર વસેલું દેખાડવામાં આવ્યુ છે.
કેટલાક યુઝર ફોટો શેર કરી તેને બનારસમાં ગંગા કિનારાના સુંદર દ્રશ્યો તરીકે દર્શાવે છે. તો કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને કાશી વિશ્વનાથ કોરિડોર તરીકે દર્શાવી રહ્યા છે.

ફોટો શેર કરતા સોશિયલ મીડિયા યુઝર આ વિકાસનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે.

અને હકીકત શુ છે?

 • એ હકીકત છે કે બનારસના કાશી કાશી વિશ્વનાથ કોરિડોર એક મોટો પ્રોજેક્ટ છે, કાશી વિશ્વનાથ મંદિરથી મણિકર્ણિકા અને લલિતા ઘાટ વચ્ચે એક કિલોમીટર લંબો અને 70 ફૂટ પહોળો, પાંચ લાખ વર્ગ ફૂટનો કોરિડોરે સમગ્ર વિસ્તારની તસ્વીર બદલી નાંખી છે. પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી કોઈ પણ મીડિયા રિપોર્ટમાં અમને વાયરલ થયેલા તસવીર મળી નથી.
 • વાયરલ ફોટોને ગૂગલ પર રિવર્સ સર્ચ કરવાથી અમે યુટ્યુબ પર એક વીડિયો મળ્યો. ઓક્ટોબર,2016માં અપલોડ કરવામાં આવેલ આ વીડિયોમાં આ નજારાના વિઝ્યુઅલ્સ છે. જેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જોકે, વીડિયોના કેપ્શનમાં આ નજારો દુબઈનો દર્શાવવામાં આવ્યો છે.
 • જોકે વીડિયો કોઈ વેરિફાઈડ અકાઉન્ટથી અપલોડ થયેલ નથી. માટે તેની કેપ્શનમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ખરી માની શકાય નહીં. પણ, એ સ્પષ્ટ છે કે વિઝ્યુઅલ્સ ઓછામાં ઓછા 6 વર્ષ જૂના છે. તપાસના ત્યારપછીના તબક્કામાં અમને વીડિયોથી ક્લૂ લઈ દુબઈની Palm Jumeirah નામની જગ્યાની તસવીરો તપાસવાની શરૂ કરી.
 • Palm Jumeirah દુબઈનો એક આઈસલેન્ડ છે. તે સમગ્ર આઈસલેન્ડ એક વૃક્ષ આકારનો બનેલો છે. આ એ જગ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.

ફોટો સ્ટોક વેબસાઈટ Pinterest પર પણ આ ફોટોને દુબઈના આઈસલેન્ડનો દર્શાવવામાં આવ્યો છે. આ સાથે સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસવીર બનારસની નહીં પણ દુબઈની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો