• Gujarati News
  • National
  • PM Modi's Advice Has No Effect; Thousands Of Tourists Reach Shimla And Chandigarh; Traffic Jam In Noida

ટુરિસ્ટ સ્પોટ પર ફરી ભીડ એકત્રિત થઈ, 10 ફોટો:PM મોદીની સલાહની કોઈ અસર નહિ; શિમલા અને ચંદીગઢ પહોંચ્યા હજારો ટુરિસ્ટ; નોઈડામાં ટ્રાફિક જામ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોદીએ પૂર્વોત્તરના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરતા હિલ સ્ટેશનમાં ભીડ એકત્રિત થવા અંગે ચિંત્તા વ્યક્ત કરી હતી
  • શિમલામાં છેલ્લા એક મહિનાથી વીકેન્ડ પર ભારે ભીડ દેખાઈ રહી છે

ફરવાના શોખીન લોકોએ વડાપ્રધાનની સલાહને નજરઅંદાજ કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ 13 જુલાઈએ પૂર્વોત્તરના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરતા હિલ સ્ટેશનમાં ભીડ એકત્રિત થવા અંગે ચિંત્તા વ્યક્ત કરી હતી.

તે પછી પણ સમગ્ર દેશમાં ટુરિઝમ સાથે જોડાયેલા શહેરોમાં લોકોની ભીડ એકત્રિત થઈ રહી છે. ખાસ કરીને પૂર્વોત્તરી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પહોંચનારાઓની સંખ્યા વધુ છે. શિમલામાં છેલ્લા એક મહિનાથી વીકેન્ડ પર ભારે ભીડ દેખાઈ રહી છે. અહીં ફરનારાઓનું પોલીસ ચલાણ પણ ફાડી રહી છે.

એક સપ્તાહ પહેલા હિમાચલના સીએમ જયરામ ઠાકુરે માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. તે પછી પણ અહીં ફરવા માટે બીજા રાજ્યોમાંથી લોકોનો આવવાનો સીલસીલો ચાલુ છે. આ સિવાય ગુજરાત, ઝારખંડ, તેલંગાણા અને પંજાબના પણ ઘણા ટુરિસ્ટ સ્પોટ પર ભીડ જોવા મળી.

ચંદીગઢના સુખના લેક પર ટુરિસ્ટની ભીડ. અહીં દર રવિવારે કઈક આવો જ નજારો જોવા મળે છે. ફોટોઃ લખવંત સિંહ

શિમલાના મોલ રોડ અને રિજમાં વીકેન્ડમાં ભારે ભીડ લાગી રહી છે. અહીં મોટાભાગના લોકો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યાં છે.

ઘણા રાજ્યોમાંથી લોકો હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી જેવા શહેરમાં પહોંચી રહ્યાં છે.

ફોટો પ્રયાગરાજનો છે. અહીં અષ્ટમી પર લોકોએ ગંગા નદીમાં ન્હાયા હતા.

ફોટો સુરતના તાપી નદીના તટનો છે. અહીં એક વ્યક્તિ પોતાના જન્મદિવસે સંબંધીઓની સાથે બોટિંગ કરવા આવ્યો હતો.

હૈદરાબાદમાં સૈયદ શાહ યુસુફુદ્દીનની દરગાહ પર લોકો દૂરદૂરથી આવી રહ્યાં છે.

રવિવારે નોઈડાના રસ્તાઓની સ્થિતિ કઈક આવી જોવા મળી. અહીં સવારથી જ ઘણા કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી ગઈ.

મુંબઈમાં રવિવારે રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા વરસાદની વચ્ચે રવિવારે ઘણા લોકો આસપાસ ફરવા નીકળ્યા હતા.

ફોટો તિરુવનંતપુરમનો છે. અહીં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, જેને જોવા ઘણા લોકો પહોંચ્યાં.

જમશેદપુરના જુબલી પાર્ક પહોંચેલા ઘણા લોકોએ પરત ફરવું પડ્યું. અહીં આઈડી કાર્ડ વગર એન્ટ્રી અપાઈ રહી નથી.

પંજાબના સિસસામાં ખેડૂતોએ લાંબા સમયથી રસ્તાઓને જામ કર્યા છે. તેમને હટાવવા પહોંચેલી પોલીસે પણ ખાલી હાથ પરત ફરવું પડ્યું.