તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PM Modi Will Talk To The Members Of The Women Self Help Groups Via Video Conferencing

આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ:PM મોદીએ મહિલા સ્વસહાય જૂથોના સભ્યો સાથે વાત કરી, 1625 કરોડની સહાયની જાહેરાત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ' પોગ્રામમાં ભાગ લીધો હતો. તેમાં પ્રધાનમંત્રી મહિલા સ્વસહાય જૂથોના સભ્યો સાથે વાત-ચીત કરી હતી. તેમાં દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(DAY-NRLM) દ્વારા પ્રમોટ કરવામાં આવેલી મહિલાઓ પણ સામેલ હતી. કાર્યક્રમ દરમિયાન દેશભરના સ્વસહાય જૂથોની સફળ મહિલાઓની કહાણીઓ જાહેર કરવામાં આવી હતી.

4 લાખ સ્વસહાય જૂથોને મળ્યાં 1625 કરોડ રૂપિયા
પ્રધાનમંત્રીએ કાર્યક્રમ દરમિયાન 4 લાખ સ્વસહાય જૂથો માટે 1625 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી હતી. તેના સિવાય સ્વસહાય જૂથોના 7500 સભ્યોને બીજ માટે 25 કરોડ રુપિયા જાહેર કર્યા હતાં. આ રકમ રાશિ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયની PMFME(પીએમ ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ) યોજના પ્રમાણે આપવામાં આવી રહી છે.

દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન શું છે?
DAY-NRLM તબક્કાવાર સ્વસહાય જૂથો (SHG)ના ગામોમાં રહેતા ગરીબ પરિવારોનો સમાવેશ થાય છે. આ મિશન તેમને તેમની આવક અને જીવનધોરણ સુધારવામાં લાંબા સમય સુધી મદદ કરે છે. SHGની પ્રશિક્ષિત મહિલાઓ ઘણા મિશન પર કાર્ય કરે છે. આ પ્રશિક્ષિત મહિલાઓને કૃષિ સખી, પશુ સખી, બેંક સખી, વિમા સખી કહેવામાં આવે છે. મિશન હેઠળ SHG સાથે સંકળાયેલી મહિલાઓને ઘરેલું હિંસા, મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા સાથે જાગૃત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...