• Gujarati News
  • National
  • PM Modi Will Meet The Chief Ministers Today To Get Information About Covid's Condition

રાજ્યોના CMની સાથે વડાપ્રધાનની બેઠક:કોરોનાને લીધે બગડતી સ્થિતિ અંગે PM મોદીની ચેતવણી, કહ્યું- ડરવાને બદલે સાવધાન થવાની વિશેષ જરૂર, ઝડપથી ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન​​​

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કોરોનાની સ્થિતિ અંગે PMએ વીડિયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરી, કહ્યું- રાજ્યો હેલ્થ ફેસિલિટી વધુ મજબૂત કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મુખ્યમંત્રીઓને દેશમાં કોરોના વાઈરસને લીધે ઝડપભેર બગડી રહેલી સ્થિતિ અને તેનો સામનો કરવાને લગતી તૈયારી અંગે વાત કરી.

વડાપ્રધાને કહ્યું કે ઓમિક્રોન વેરિયન્ટ અગાઉના તમામ વેરિયન્ટની તુલનામાં સૌથી ઝડપભેર ફેલાઈ રહ્યો છે. તે અત્યાર સુધીમાં તમામ શક્યતા કરતાં સૌથી સંક્રમિત સાબિત થયો છે. સ્વાસ્થ બાબતોના નિષ્ણાતો આ અંગે મૂલ્યાંકન કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે સ્પષ્ટ છે કે આપણે સૌ સાવધાન થઈ જઈએ, જોકે આ સાથે એ બાબત સુનિશ્ચિત કરવાની રહેશે કે માહોલ વધારે પેનિક ન બને.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી સામે ભારત લડી રહ્યું છે. હવે આ લડાઈ ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચુકી છે. મહેનત આપણા માટે એકમાત્ર માર્ગ છે અને વિજય એકમાત્ર વિકલ્પ છે. આપણે 130 કરોડ ભારતીયના સામૂહિક પ્રયાસોથી કોરોના સામે ચોક્કસપણે જીત મેળવશું.

વડાપ્રધાને બેઠકમાં રાજ્યોના તમામ CMને આયુર્વેદિક સારવાર તથા ઘરેલુ નુસ્ખાનો સામાન્ય સંક્રમણની સ્થિતિમાં ઉપયોગ કરવા સલાહ આપી
વડાપ્રધાને બેઠકમાં રાજ્યોના તમામ CMને આયુર્વેદિક સારવાર તથા ઘરેલુ નુસ્ખાનો સામાન્ય સંક્રમણની સ્થિતિમાં ઉપયોગ કરવા સલાહ આપી

અગાઉ રવિવારે PM મોદીએ ઈમરજન્સી મીટિંગ કરેલી
આ પહેલાં રવિવારે PM મોદીએ ઈમરજન્સી મીટિંગ કરી હતી. વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કરવામાં આવેલી આ મીટિંગમાં PM મોદીએ બાળકોના વેક્સીન ડ્રાઈવમાં ઝડપ લાવવાનું કહ્યું છે. મોદીએ નિર્દેશ આપ્યો કે જે રાજ્યોમાં કોરોનાના વધુ કેસ આવી રહ્યાં છે તે રાજ્યોને ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવે.

દેશમાં ચાર દિવસમાં બમણા થયા છે એક્ટિવ કેસ
દેશમાં છેલ્લાં ચાર દિવસમાં એક્ટિવ કેસ એટલે કે જેમની સારવાર ચાલી રહી છે તેવા દર્દીઓની સંખ્યા વધીને બમણીથી વધુ થઈ ગઈ છે. હાલ દેશમાં 11 લાખથી વધુ એક્ટિવ કેસ છે. બુધવારે જ માત્ર 2.47 લાખ નવા કોરોના સંક્રમિત મળ્યા, જે મંગળવારે આવેલા 1.93 લાખ નવા કેસથી લગભગ 25% વધુ હતા.

આ ત્રીજી લહેરમાં 24 કલાકમાં 2 લાખથી વધુ કેસ મળવા અને કુલ એક્ટિવ કેસ 10 લાખની પાર પહેલી વખત પહોંચ્યા છે. કુલ એક્ટિવ કેસ 6 જાન્યુઆરીએ 1 લાખ અને 8 જાન્યુઆરીએ 5 લાખના આંકડાને સ્પર્શી ગયા હતા. આ દ્રષ્ટીએ માત્ર ચાર જ દિવસમાં બમણાંથી વધુ એક્ટિવ કેસ વધી ગયા છે. એકલા બુધવારે જ 1 લાખ 60 હજાર 667નો વધારો નોંધાયો છે. હાલ દેશમાં 11.09 લાખ કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.

પીએમ મોદીએ બોલાવી સીએમની બેઠક, શું ફરીથી લોકડાઉન લાગશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પછી પ્રતિબંધો વધુ કડક બની શકે છે. આ બેઠકમાં લોકડાઉન પર પણ વિચાર કરવામાં આવી શકે છે. જોકે અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદી લેશે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે.

બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા
આ બેઠક દરમિયાન ઓક્સિજન-સિલિન્ડર, વેન્ટિલેટર, ICU, ઓક્સિજન બેડ, આઈટી હસ્તક્ષેપની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવશે.

સંસદ ભવનના 718 કર્મચારી કોરોના સંક્રમિત
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં સંસદ ભવનના 718 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. ખતરાને જોતાં હવે સંસદનાં બંને ગૃહોને શિફ્ટમાં બોલાવવા પર વિચાર કરવામાં આવી શકે છે. બંને સચિવાલયોને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે સંસદના બજેટસત્રના આગામી પ્રથમ ભાગમાં ગૃહોને શિફ્ટ મુજબ ચલાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...