કોરોનાએ વધારી સરકારની ચિંતા:PM મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે, કોરોના પર થશે ચર્ચા

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખ નવા કેસ નોંધાયા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિ અને પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા શનિવારે પીએમ મોદીએ કોરોનાને લઈને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 277 લોકોના મોત થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 8 લાખથી વધુ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં PM મોદીએ કોરોના અંગે ગુરુવારે​​​​​​​ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.

આ રાજ્યો ચિંતા વધારી રહ્યા છે
ભારતમાં સૌથી વધુ સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોચ પર છે. છેલ્લા 24 કલાકમાં અહીં 33,470 કેસ નોંધાયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 19,286, દિલ્હીમાં 19,166, તમિલનાડુમાં 13,990, કર્ણાટકમાં 11,698 કેસ નોંધાયા છે.

ઘણા મોટા નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા
ઘણા મોટા નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, બિહારના સીએમ નીતિશ કુમાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

PMએ શનિવારે સમીક્ષા બેઠક યોજી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોનાના વધતા કેસ મામલે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી, ગૃહ સચિવ, કેબિનેટ સચિવ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમીક્રોન વેરિયન્ટને કારણે હાલમાં વધી રહેલાં કોવિડ કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...